દિલ્હી-NCR માં પ્રદૂષણની સ્થિતિ ગંભીર, GRAP-4 લાગૂ, ડીઝલ ગાડીઓ, કંસ્ટ્રક્શન સહિત આ કામો પર પ્રતિબંધ

રાજધાની દિલ્હી અને તેની આસપાસના ક્ષેત્રમાં હવાની સ્થિતિ ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે. દિલ્હીમાં ઘણી જગ્યાએ AQI 400 ના આંકડાને પાર કરી ચુક્યો છે. જેથી એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM)એ દિલ્હી-એનસીઆરમાં ગ્રેપ-4 હેઠળ પ્રતિબંધો લગાવી દીધા છે. 
 

દિલ્હી-NCR માં પ્રદૂષણની સ્થિતિ ગંભીર, GRAP-4 લાગૂ, ડીઝલ ગાડીઓ, કંસ્ટ્રક્શન સહિત આ કામો પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ જોતા એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ગ્રેપ (Graded Response Action Plan)નો ચોથો તબક્કો લાગૂ કરી દીધો છે. સીએક્યૂએમ ઉપ-સમિતિએ વાયુ ગુણવત્તામાં વધુ ઘટાડો રોકવા માચે તબક્કા I, II અને III હેઠળ તમામ કાર્યવાહીઓ સિવાય, તત્કાલ પ્રભાવથી એનસીઆરમાં જીઆરએપીના તબક્કા-IV અનુસાર 8 સૂત્રીય કાર્ય યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આઠ-સૂત્રીય કાર્ય યોજના નીચે પ્રમાણે છે
1. દિલ્હીમાં જરૂરી સામાન લઈ જતા અને તમામ એલએનજી/સીએનજી/ ઈલેક્ટ્રિક ટ્રકોને છોડીને અન્ટ ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 

2. ઈવી/સીએનજી/બીએસ- VI ડીઝલ સિવાય, દિલ્હીની બહાર રજીસ્ટ્રડ નાની ગાડીઓના રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશ કરવાની મંજૂરી રહેશે નહીં. જરૂરી વસ્તુઓ/સેવાઓ પ્રદાન કરનારી ગાડીઓને આ પ્રતિબંધથી છૂટ મળશે. 

3. દિલ્હીમાં રજીસ્ટ્રડ મધ્યમ અને ભારે ડીઝલ માલ વાહક વાહનોના સંચાલન પર પ્રતિબંધ રહેશે. જરૂરી વસ્તુઓ/સેવાઓ પ્રદાન કરનાર વાહનોને છૂટ મળશે. 

4. રાજમાર્ગો, રસ્તાઓ, ફ્લાઈઓવરો, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન લાઇન્સ, પાવરલાઇન જેવી જાહેર પરિયોજનાઓના નિર્માણ અને ધરાશાયી ગતિવિધિઓ પર પ્રતિબંધ રહેશે. 

5. એનસીઆરની રાજ્ય સરકારો અને દિલ્હી સરકારની છ, નવ અને ધોરણ 11ની ફિઝિકલ ક્લાસ બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે અને ઓનલાઈન મોડમાં ક્લાસ ચલાવી શકે છે. 

6. એનસીઆર રાજ્ય સરકારો/ દિલ્હી સરકાર જાહેર અને ખાનગી કાર્યાલયોમાં 50 ટકા હાજરીની સાથે કામ કરવા અને બાકી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનો નિર્ણય કરી શકે છે. 

7. કેન્દ્ર સરકાર પોતાના કાર્યાલયમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા યોગ્ય નિર્ણય લઈ શકે છે. 

8. રાજ્ય સરકાર વધારાના ઈમરજન્સી ઉપાયો પર વિચાર કરી શકે છે, જેમાં કોલેજ/ શૈક્ષમિક સંસ્થાઓ અને બિન-ઈમરજન્સી વાણિજ્યિક સંસ્થાઓ બંધ કરવી સામેલ છે. સાથે ગાડીને લઈને ઓડ-ઈવન સ્કીમ લાગૂ કરી શકાય છે. 

ગોપાલ રાયે સોમવારે બોલાવી બેઠક
વધતા પ્રદૂષણ અને GRAP-4 લાગૂ કરવાને લઈને દિલ્હીના પરિયાવરમ મંત્રી ગોપાલ રાયે કાલે, સોમવારે દિલ્હીના સચિવાલયમાં બપોરે 12 કલાકે તમામ સંબંધિત વિભાગોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ટ્રાન્સપોર્ટ, એજ્યુકેશન, એમસીડી, એનડીએમસી, ડીસીબી, મહેસૂલ, દિલ્હી પોલીસ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિના અધિકારી સામેલ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news