જાહોજલાલી અને સ્થાપત્ય કલાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ગણાતા ચાંચ બંગલાને થયું નુકસાન, જાણો કેમ છે ખાસ

ભાવનગર જિલ્લાના મહુવા (Mahuva) થી રાજુલા રોડ પર દરિયા કિનારા પર બનાવવામાં આવેલા પ્રાચીન ચાંચ બંગલા (Chanch Bungalow) ને ખૂબ મોટું નુકશાન થયું છે, ભારે પવનના કારણે ચાંચ બંગલાના બારી, બારણાં અને શેડ તૂટી ગયો છે, જ્યારે બંગલાની દીવાલો ને કોઈ નુકશાન થયું નથી.

જાહોજલાલી અને સ્થાપત્ય કલાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ગણાતા ચાંચ બંગલાને થયું નુકસાન, જાણો કેમ છે ખાસ

નવનીત દલવાડી, ભાવનગર: સમગ્ર ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના કારણે વ્યાપક નુકશાન થયું છે જેમાં અનેક પૌરાણિક ઇમારતોને પણ વાવાઝોડાએ પોતાની જપેટમાં લેતા નુકશાન થયું છે, ત્યારે તાજેતરમાં આવેલા વિનાશક વાવાઝોડામાં ભાવનગર જિલ્લાના મહુવા (Mahuva) થી રાજુલા રોડ પર દરિયા કિનારા પર બનાવવામાં આવેલા પ્રાચીન ચાંચ બંગલા (Chanch Bungalow) ને ખૂબ મોટું નુકશાન થયું છે, ભારે પવનના કારણે ચાંચ બંગલાના બારી, બારણાં અને શેડ તૂટી ગયો છે, જ્યારે બંગલાની દીવાલો ને કોઈ નુકશાન નથી થયું.

ભાવનગરના મહારાજાએ બંધાવ્યો હતો ચાંચ બંગલો
ભાવનગર (Bhavnagar) ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ પોતાના શાશન કાળ દરમ્યાન જિલ્લામાં અનેક બેનમૂન અને નમૂનારૂપ સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું, એમાં એક જોવા જેવું સ્થાપત્ય એટલે ચાંચ બંદર પાસે આવેલો ચાંચ બંગલો, જેને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ દરિયા કીનારા નજીક બંધાવ્યો હતો, જે આ સ્થળની જાહોજલાલી અને સ્થાપત્ય કલાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે.

ચાંચ બંગલાનું ખાતમુહૂર્ત અખાત્રીજ ના દિવસે
ચાંચ બંદરના દરિયાકાંઠા પાસે જ વિજય મહેલ (Vijay Mahel) એટલે કે ચાંચ બંગલા (Chanch Bungalow) તરીકે ઓળખાતા આ સ્થાપત્ય નું સન. 1945 ને અખાત્રીજ ના દિવસે જ ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ 10 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું, એ હવા ખાવાના સ્થળ તરીકે ઓળખાતા ચાંચ બંગલાના રૂમમાં બેઠા બેઠા જ અગાધ સમુદ્રને જોઈ શકાય એ રીતે બંગલાની રચના કરાઈ છે.
No description available.
Coronavirus: સવારે કે સાંજે, ક્યારે વધુ અસરકારક છે Vaccine લગાવવી? સ્ટડીમાં કરવામાં આવ્યો આ દાવો

અનેક ખૂબીઓ ધરાવે છે ચાંચ બંગલો
પુરાતન સ્થાપત્ય ના બેનમૂન નમૂનારૂપ ચાંચ બંગલા (Chanch Bungalow) માં શાહી રૂમ, શાહી બાલ્કની અને ઝરુખાઓ બનાવવામાં આવ્યા હતા, બંગલામાં મોટો બેઠક ખંડ અને ભોજન માટે પણ અલગ ખંડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સરકાર દ્વારા બંગલાને રીનોવેટ કરાવે એ જરૂરી
પ્રવાસન માટે અનુકૂળ વાતાવરણ ધરાવતા આ સ્થળની અનેક પ્રવાસીઓ મુલાકાત લેવા આવતા હોય છે, ત્યારે તાજેતરમાં આવેલા તાઉં'તે વાવાઝોડા એ ચાંચ બંગલાને પંહોચડેલા વ્યાપક નુકશાન બાદ તેના રીનોવેશન ની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે એ અંત્યંત જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news