BREAKING: ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ રકત રંજીત બન્યો! 5 લોકોના કમકમાટીભર્યા મોત

ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારના અધેલાઈ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અથડાયા હતા. જેમાં કારમાં સવાર તમામ લોકોના મોત નિપજ્યા છે. ભાલ વિસ્તારમાં અકસ્માતના પગલે વેળાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.  

BREAKING: ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ રકત રંજીત બન્યો! 5 લોકોના કમકમાટીભર્યા મોત

ભાવનગર: રાજ્યમાં અકસ્માતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત નોંધાયો છે. આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત થયા છે. કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા કારમાં રહેલા તમામ લોકોના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

No description available.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારના અધેલાઈ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અથડાયા હતા. જેમાં કારમાં સવાર તમામ લોકોના મોત નિપજ્યા છે. ભાલ વિસ્તારમાં અકસ્માતના પગલે વેળાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.  

No description available.

ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને108ની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાઈ-વે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news