ભાવનગર: લોકશાહીના પર્વની અનોખી ઉજવણી, મહિલા પ્રસુતી બાદ તત્કાલ મતદાન માટે પહોંચી

કુંભારવાડા મતદાન મથકે અચાનક એક એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. મતદાન માટે ઉભેલા લોકો આશ્ચર્યમાં મકાયા હતા. જો કે અચાનક એમ્બ્યુલન્સનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક અશક્ત મહિલા મતદાન કરવા માટે ઉતરી હતી. 25 વર્ષીય મહિલા વૈશાલી મકવાણા હાથમાં પોતાની મતદાન સ્લીપ લઇને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે આવ્યા હતા. વૈશાલી બહેને નગરપાલિકાની સર ટી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ પોતાના ઘરે જવાને બદલે તુરંત જ મતદાન કર્યું હતું. 
ભાવનગર: લોકશાહીના પર્વની અનોખી ઉજવણી, મહિલા પ્રસુતી બાદ તત્કાલ મતદાન માટે પહોંચી

ભાવનગર : કુંભારવાડા મતદાન મથકે અચાનક એક એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. મતદાન માટે ઉભેલા લોકો આશ્ચર્યમાં મકાયા હતા. જો કે અચાનક એમ્બ્યુલન્સનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક અશક્ત મહિલા મતદાન કરવા માટે ઉતરી હતી. 25 વર્ષીય મહિલા વૈશાલી મકવાણા હાથમાં પોતાની મતદાન સ્લીપ લઇને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે આવ્યા હતા. વૈશાલી બહેને નગરપાલિકાની સર ટી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ પોતાના ઘરે જવાને બદલે તુરંત જ મતદાન કર્યું હતું. 

મતદાતાઓએ પ્રસુતાના જુસ્સાને બિરદાવ્યો હતો. વૈશાલીબહેને મતદાન કર્યા બાદ સૌને મતદાન માટે અપીલ કરી હતી. નાગરિકોને મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી. મહિલાનું પ્રસુતી બાદ સીધા જ મતદાન કરવાની ઇચ્છાને સર ટી હોસ્પિટલનાં તબીબી સ્ટાફ અને પરિવારજનો દ્વારા સહર્ષ સ્વિકાર કરવામાં આવ્યો હતો. મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા મતદાન કરવા માટે જવા દેવામાં આવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશાલીબેન જ્યારે મતદાન મથકમાં મતદાન કરવા માટે ગયા ત્યારે ખીલખીલાટના સ્ટાફ દ્વારા પણ બાળકને સારી રીતે સાચવ્યું હતું. મહિલાએ મતદાન કર્યા બાદ પોતાના બાળકને સાચવી લીધો હતો. નાગરિકો તથા ખાસ કરીને યુવાનો અને યુવતીઓને મતદાન કરવા માટે અપીલ કરી હતી. લોકશાહીના પર્વને ઉત્તમ રીતે ઉજવવા માટેની અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news