Video : હાથમાં દારૂની બોટલ પકડીને આ ભાજપા નેતાએ ઉડાવી પીએમ મોદીની મજાક

ભરૂચમાં ભાજપના નેતા કમલેશ મોદીએ દારૂબંધી (Liquor ban) ના કાયદાના ધજાગરા ઉડાવ્યા છે. કમલેશ મોદી ભરૂચ ભારતીય જનતા પાર્ટી (BJP)ના બક્ષીપંચ મોરચાના ખજાનચી છે. વીડિયામાં તે પીએમ નરેન્દ્ર મોદી સાથે પોતાને સરખાવે છે અને કહી રહ્યાં છે કે, ‘હું માત્ર આ જ દારૂ પીવુ છું. કહીને દારૂની બોટલ બતાવે છે. સાથે મને કોઈ હાથ લગાવી શકે નહીં તેમ કહીને પોલીસ પ્રશાસનને પણ ચેલેન્જ આપી રહ્યા છે. એક બાજુ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. બીજી તરફ પોલીસ લાખો રૂપિયાનો દારૂ ઝડપતી પણ હોય છે. પરંતુ આ કાયદો નેતાઓને લાગુ ન પડતો હોય તેમ ખુલ્લેઆમ ભરૂચના કમલેશ મોદી પોતાની ધૂનમાં કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે.

Video : હાથમાં દારૂની બોટલ પકડીને આ ભાજપા નેતાએ ઉડાવી પીએમ મોદીની મજાક

ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચમાં ભાજપના નેતા કમલેશ મોદીએ દારૂબંધી (Liquor ban) ના કાયદાના ધજાગરા ઉડાવ્યા છે. કમલેશ મોદી ભરૂચ ભારતીય જનતા પાર્ટી (BJP)ના બક્ષીપંચ મોરચાના ખજાનચી છે. વીડિયામાં તે પીએમ નરેન્દ્ર મોદી સાથે પોતાને સરખાવે છે અને કહી રહ્યાં છે કે, ‘હું માત્ર આ જ દારૂ પીવુ છું. કહીને દારૂની બોટલ બતાવે છે. સાથે મને કોઈ હાથ લગાવી શકે નહીં તેમ કહીને પોલીસ પ્રશાસનને પણ ચેલેન્જ આપી રહ્યા છે. એક બાજુ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. બીજી તરફ પોલીસ લાખો રૂપિયાનો દારૂ ઝડપતી પણ હોય છે. પરંતુ આ કાયદો નેતાઓને લાગુ ન પડતો હોય તેમ ખુલ્લેઆમ ભરૂચના કમલેશ મોદી પોતાની ધૂનમાં કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે.

એક તરફ રાજ્યમાં દારૂબંધીને લઈને વિવાદ ઉભો થયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તો ખુલ્લેઆમ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ મામલે ચેલેન્જ આપી ચૂક્યા છે. તો બીજી તરફ, ગુજરાતમાં દારૂ મળવાના, દારૂ પીવાના સિલસિલા અટકવાનું નામ નથી લેતા. ત્યારે હવે ખુદ ભાજપના જ નેતા દારૂબંધીની મજાક ઉડાવતા જોવા મળ્યાં છે. ગુજરાત રાજ્યમાં દારૂબંદી હોવા છતાં ખુલ્લેઆમ દારૂની પેકિંગ બોટલનું બોક્સ બતાવી પોતે દારૂપીતો હોવાનું કહી રહ્યાં છે. સાથે જ કોઈ તેને હાથ લગાવી શકે નહિ તેમ કહી પોલી, પ્રશાસનને ચેલેન્જ પણ આપી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news