ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલને ગણાવ્યા રેવડીલાલ, કહ્યું; 'કોપી પેસ્ટ મોડલનો ઉપયોગ કરે છે'
ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલને રેવડીલાલ ગણાવીને નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ ટ્વિટ કરીને લખ્યું છે કે રેવડીલાલે આજે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપ્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્યની જનતાને આકર્ષવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. એટલે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. હાલ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગઈ છે અને બન્ને પક્ષોના નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે.
બીજી બાજુ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે અને તેઓ ગુજરાતની જનતાને પડતી મુશ્કેલીઓને હલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલે ચૂંટણી વાયદાઓ રૂપે રાજ્યની જનતાને બેરોજગારી ભથ્થું, ફ્રી વીજળી, શિક્ષણ જેવા અનેક મુદ્દાઓ પર મોટી ગેરંટીઓ આપી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરીને મોટું નિવેદન આપ્યું છે.
રેવડીલાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરી આપવાનું વચન આપ્યું પણ કુલ સરકારી નોકરીના પદ જ 5.6 લાખ છે, ભાજપના @ArvindKejriwal પર પ્રહાર #Gujarat #ArvindKejriwal #ZEE24Kalak pic.twitter.com/5YMCGG4r1V
— Zee 24 Kalak (@Zee24Kalak) August 7, 2022
ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલને રેવડીલાલ ગણાવીને નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ ટ્વિટ કરીને લખ્યું છે કે રેવડીલાલે આજે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપ્યું છે. જ્યારે ગુજરાત સરકારમાં સરકારી પદોની કુલ સંખ્યા 5.6 લાખ છે. પાછા રેવડીવાલ 5 વર્ષમાં આ સંખ્યા બમણી કરવાનું વચન આપે છે.
રેવડીલાલે આજે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપ્યું જ્યારે ગુજરાત સરકારમાં સરકારી કુલ સંખ્યા 5.6 લાખ છે
પાછો રેવડીવાલ 5 વર્ષમાં આ સંખ્યા બમણી કરવાનું વચન આપે છે
આ દર્શાવે છે કે તે જ્યાં જાય છે ત્યાં 10 લાખ નોકરીઓનું વચન આપતું કોપી પેસ્ટ મોડલનો ઉપયોગ કરી રહ્યો છે*
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) August 7, 2022
આ દર્શાવે છે કે તે જ્યાં જાય છે ત્યાં 10 લાખ નોકરીઓનું વચન આપતું કોપી પેસ્ટ મોડલનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ પણ કેજરીવાલ પર ખોટાં વચનો આપવાનો આરોપ લગાવીને નિશાન સાધ્યું છે.
નોંધનીય છે કે, આજે બોડેલીમાં રેવડી મામલે કેજરીવાલે એક નિવેદન આપ્યું હતું. કેજરીવાલે જણાવ્યું હતું કે, આ સરકારે 10 લાખ કરોડ રૂપિયા તેમના મિત્રોને વહેંચી દીધા. જેની લોન માફ કરાઈ તેની તપાસ થવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે