વડોદરા: બોગસ બિલીંગ કૌભાંડમાં ભરત વ્રજલાલ કોટકની ધરપકડ
શહેરના રણોલીની એબી પેટ્રોકેમિકલના માલિક ભરત વ્રજલાલ કોટકની ધરપકડ કરવામાં આવી છે. કરોડના બોગસ બિલીંગ કૌભાંડ અને 910 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેડવવાના કોંભાંડમાં સ્ટેટ જીએસટી વિભાગે ધરપકડ કરી છે.
Trending Photos
રવિ આગ્રવાલ, વડોદરા: શહેરના રણોલીની એબી પેટ્રોકેમિકલના માલિક ભરત વ્રજલાલ કોટકની ધરપકડ કરવામાં આવી છે. કરોડના બોગસ બિલીંગ કૌભાંડ અને 910 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેડવવાના કોંભાંડમાં સ્ટેટ જીએસટી વિભાગે ધરપકડ કરી છે. જીએસટી વિભાગે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 31 તારીખ સુધી કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિત અનુસાર વડોદરા નજીક દશરથ ગામે જેડી એસ્ટેસની સામે આવેલી એબી પ્રેટ્રોકેમિકલ કંપનીના માલિકે કાગળ પર જ કરોડો રૂપિયાના વ્યવહારો બતાવીને ટેક્સ ક્રેડીટ મેળવવામાં કૌભાંડમાં 10 જુલાઇના રોજ જીએસટી વિભાગ દ્વારા વિવિધ યુનિટોમાં તપાસ કરવામા આવી હતી. જે દરમિયાન 15 જુલાઇના રોજ કંપનીના ભાગીદારોની પૂછપરછ કરવામાં આવી હતી.
જેમાં પેઢીના તમામ ધંધાકીય નિર્ણયો અને વહીવટના નિર્ણયો ભાગીદાર ભરત વ્રજલાલ કોટક જ કરતા હોવાનું સામે આવ્યું હતું. ભરત કોટકે અમદાવાદની અક્ષત એન્ટરપ્રાઇઝના માલિક આશિષ યોગેન્દ્રભાઇ પંડ્યા પાસેથી ખોટા ખરીદ વેચાણના કરોડો રૂપિયાના બિલો લઇ ટેક્સ ક્રેડીટ લીધી હતી. જુલાઇ 2017થી જૂન 2019 દરમિયાન 139 કરોડ રૂપિયાનું ખરીદીનું ટર્નઓવર બતાવ્યું જેની 21 કરોડ ઉપરાંતની ટેક્સ ક્રેડીટ થયા છે.
જુલાઇ 2010થી મે 2019 દરમિયાન 212 કરોડ રૂપિયા સપ્લાયનું ટર્નઓવર બતાવ્યું જેની રૂપિયા 22 કરોડ ઉપરાંતની ટેક્સ ક્રેડીટ થાય છે. આ સમગ્ર કેસમાં ભરત વ્રજલાલ કોટકની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે