કોરોના વાયરસઃ સુરતના બેગમપુરા વિસ્તારને માસ ક્વોરેન્ટાઇન કરાયું


રાજ્યમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને લઈને અનેક શહેરોના ઘણા વિસ્તારોને હોટસ્પોટ પણ જાહેર કરવામાં આવ્યા છે. 

કોરોના વાયરસઃ સુરતના બેગમપુરા વિસ્તારને માસ ક્વોરેન્ટાઇન કરાયું

ચેતન પટેલ/સુરતઃ સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 19 કેસ સામે આવી ચુક્યા છે. ગઈકાલે જ ત્રણ નવા કેસ નોંધાયા હતા. આ કેસ નોંધાયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. હાલ સહેરના બેગમપુરા વિસ્તારને માસ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. અહીં આશરે 1200 જેટલા ઘરોમાં 5200 જેટલા લોકો રહે છે. હાથી ફળિયું અને તેની આસપાસના વિસ્તારની સોસાયટીને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવી છે. આ માટે પોલીસ અને મનપાની ટીમને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવી છે. 

કોમ્યુનિટી ટ્રાન્સમિશન અટકાવવા માટે ભર્યા પગલાં
રાજ્યમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને લઈને અનેક શહેરોના ઘણા વિસ્તારોને હોટસ્પોટ પણ જાહેર કરવામાં આવ્યા છે. બેગમપુરામાં ગઈકાલે એક વૃદ્ધાનો કોરોના વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તંત્રએ સમગ્ર વિસ્તારને ક્વોરેન્ટાઇન કરવાનો નિર્ણય લીધો છે. 

શહેરમાં સોમવારે આવ્યા હતા ત્રણ નવા કેસ
શહેરના ન્યુ રાંદેર રોડની અલઅમીન રેસિડેન્સીમાં રહેતા આધેડ અને ન્યુ રાંદેર રોડ પર અલ્વી રો હાઉસ ખાતે રહેલા મહિલા તેમજ બેગમપુરામાં એક વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે સુરત જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 19 પર પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news