સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પહેલા ચેતજો, પહેલા મિત્રતા કેળવી પછી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

મોરબીમાં એક સગીરાને સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવવી મોંઘી પડી છે. એક યુવકે સોશિયલ મીડિયા પર પહેલાં મિત્રતા કરી અને પછી આ સગીરા પર દુષ્કર્મ કર્યું છે. મોરબી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પહેલા ચેતજો, પહેલા મિત્રતા કેળવી પછી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

હિમાંશુ ભટ્ટ, મોરબીઃ સોશિયલ મીડિયા એકબીજાના સંપર્કમાં આવવાનું સૌથી સારુ માધ્યમ છે. પરંતુ આ માધ્યમનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા પર છે. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલી એક સગીરાને આરોપીએ પિંખી નાંખી. સંપર્કમાં આવ્યા બાદ પ્રેમના નામે દુષ્કર્મ આચર્યું. અને અંગત ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારે કોણ છે દુષ્કર્મનો નરાધમ આરોપી?...જુઓ આ અહેવાલમાં...

પોલીસ કસ્ટડીમાં રહેલો આ આરોપી છે મુસ્તુફા સાજીદ દલવાણી. તેણે એક સગીરા સાથે મિત્રતા કેળવીને તેને પિંખી નાંખી. એટલું જ નહીં વાંધાજનક કેટલાક ફોટા પાડ્યા અને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. સગીરાને માતાને પણ મારી નાંખવાની ધમકી આપી સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે સમગ્ર મામલો જ્યારે પોલીસ સુધી પહોંચ્યો તો પોલીસે આ નરાધમને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મોરબીના રવાપર રોડ પર ગારમેન્ટની દુકાનમાં આરોપી મુસ્તુફા કામ કરતો હતો. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક સગીરાના સંપર્કમાં આવ્યો. સંપર્ક કેળવ્યા બાદ સગીરાને વિશ્વાસમાં લીધી અને ત્યારપછી પોતે જ્યાં કામ કરતો હતો તે દુકાનમાં મળવા બોલાવી. અને દુકાનના ચેન્જ રૂમમાં જ સગીરા પર રેપ કર્યો હતો. ત્યારપછી રવાપર ગામ પાસે ફૂડ એન્ડ જોય નામના કાફેના બોક્સમાં પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું અને ત્યાં સગીરાના અંગત ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. 

સમગ્ર ઘટનાથી હચમચી ઉઠેલી સગીરાએ હિંમત રાખી પોતાની માતાને સમગ્ર વાત કરી હતી. તો માતાએ આરોપી સામે મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદના આધારે પોલીસે આરોપી મુસ્તુફા દલવાણીને ઝડપી પાડ્યો છે. બીજી તરફ આ સમગ્ર ઘટના  સોશિયલ મીડિયાને કારણે બની છે. ત્યારે સોશિયલ મીડિયા વાપરતા બાળકોના વાલીઓ માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે. 

પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું રહ્યું કે આ ઘટનામાં આગળ શું સામે આવે છે?. બીજી તરફ આ ઘટનાએ સમગ્ર મોરબીમાં ચર્ચા જગાવી છે. અને આરોપીને કડક સજા કરવાની માગ ઉઠી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news