ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતી જજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ થયા

Home Minister Harsh Sanghvi Big Action : સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકને લઈને પોલીસને સૂચન કર્યું, શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા લોકોના લાઇસન્સ રદ કરવા સૂચન કર્યું, 4000થી વધુ લોકોના લાઇસન્સ રદ કરવા હુકમ કર્યો, કહ્યું કે રોંગ સાઈડ જતા લોકોના લાઇસન્સ રદ થશે
 

ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતી જજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ થયા

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન કરતા પહેલા ચેતી જજો. કારણ કે, સુરતમાં ટ્રાફિક નિયમોનો ઉલ્લેખન કરનાર 4 હજારથી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યા છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલરૂમની મુલાકાત કરી હતી. શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન, ટ્રાફિક સિગ્નલ જંક્શનના અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ બાબતે માહિતી મેળવી હતી.

સિગ્નલ લગાવ્યા છતા અકસ્માત વધ્યા 
હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ટ્રાફિક સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતીઓ આ નિયમોનો પાલન પણ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાના કારણે લોકોને હાલાકી પણ પડી રહી છે. મહત્વની વાત છે કે ક્યાંક તો સો-સો મીટરના અંતરે જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે. લોકોનો સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યા હોવાની બૂમો ઊઠી રહી છે. મહત્વની વાત એ છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે.

ત્યારે નિયમોનું ચુસ્ત પણે પાલન થાય અને લોકોને હલાકી ન પડે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત શહેરના નાગરિકોની સુરક્ષા, ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, સિગ્નલનું સિંક્રોનાઈઝેશન થાય, જ્યાં વધારે ભારણવાળા વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા. ગૃહરાજ્ય મંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનર, તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશનના સિગ્નલ વિભાગ સાથે મીટીંગ કરી હતી. 

આ મિટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી છે. રોજેરોજ મીટીંગ કરી સિગ્નલને લગતી જેટલી ફરિયાદો આવે તેમાં રોજે રોજ ફિલ્ડ ઉપર વિઝીટ કરશે. ગૃહરાજ્ય મંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયં શિસ્તથી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે અભિનંદન પાઠવ્યા છે. સાથે જે વાહન ચાલકો ના 51 થી વધારે અને 100 થી વધારે જેમના ચલણ છે, તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપી છે. 

વર્ષ 2013 થી વર્ષ 2024 સુધીમાં જે વાહન ચાલકોના ચલણ 5 થી લઈને 100 થી વધારે પેન્ડિંગ સંખ્યા નીચે મુજબ છે

  • ૫ -૧૦:૧૪૫૩૨૭
  • ૧૧-૨૦:૪૬૧૮૯
  • ૨૧-૫૦:૧૮૨૫૭
  • ૫૧-૧૦૦:૪૯૩૧
  • ૧૦૦ થી વધારે ૧૭૫૧

સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલકો રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક જ સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે, માર્ગ અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક સિગ્નલનો અમલીકરણ કરવા માટે મિટિંગમાં હાજર રહેલ તમામ અધિકારીઓને સૂચનાની સાથે સાથે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. ગૃહરાજ્ય મંત્રી દ્વારા સુરતના તમામ શહેરીજનોને આટલી સુંદર રીતે સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે અભિનંદન પાઠવે છે. 

સુરતના શહેરીજનોને સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી.ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચ્યા છે.શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4 હજારથી વધુ લોકોના લાઇસન્સ રદ કરવા હુકમ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news