સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકા

Surat Family Died : સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત, જહાંગીરપુરા વિસ્તારમાં બની ઘટના, મોત પાછળનું સાચુ કારણ હજુ નથી આવ્યું બહાર
 

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકા

Surat News સુરત : સ્માર્ટ સિટી સુરત શહેરમાં હચમચાવી દેતી ઘટના બની છે. સુરતના જહાગીરપુરામાં એક જ પરિવારના 4 લોકો રાત્રે સૂતા બાદ ઊઠ્યા નહીં. સવારે પરિવારના ચાર સભ્યોના મૃતદેહો ઘરમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સુરત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. હાલ તપાસ શરૂ કરાઈ છે. 

સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આ ઘટના બની છે. જોકે, મોત પાછળનું સાચુ કારણ હજુ બહાર નથી આવ્યું. પરંતું ફૂડ પોઈઝનિંગની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલ સમગ્ર મામલે સુરત પોલીસ તપાસ કરી રહી છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2024

 

મોતને ભેટનાર પરિવાર મૂળ ભાવનગરનો રહેવાસી છે. પરિવારના સદસ્યો આ ઘટનાને ફૂડ પોઇઝનિંગ ગણાવી રહ્યા છે. પરિવારજનોએ કહ્યું કે, રાત્રિ દરમિયાન 20 લોકોએ ભોજન લીધું હતું. બધાએ દાળ-ભાત, શાકનું ભોજન લીધું હતું. જેમાં 4 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની આશંકા છે. 

મૃતકોના નામ

  • હીરાભાઈ સોલંકી
  • શાતુબેન વાઢેર
  • ગૌઉ બેન
  • જસુબેન

(વધુ માહિતી અપડેટ થઈ રહી છે) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news