અમદાવાદીઓ પાણીપુરી ખાતા પહેલાં સો વાર વિચારજો, આવી જગ્યાએ બને છે તમારી ફેવરિટ પકોડી

Ahmedabad Panipuri Video : જો તમે પાણીપુરી ખાવાના શોખીન હો તો સાવધાન થઈ જાઓ. અમદાવાદમાં પાણીપુરી ખાનારા લોકો માટે આ ચેતવણીરૂપ ઘટના છે

અમદાવાદીઓ પાણીપુરી ખાતા પહેલાં સો વાર વિચારજો, આવી જગ્યાએ બને છે તમારી ફેવરિટ પકોડી

Panipuri Food : પાણીપુરીના દિવાના ગામેગામ છે. એવુ ભાગ્યે જ કોઈ મળે જેને પાણીપુરી પસંદ ન હોય. અમદાવાદમાં પણ પાણીપુરીના અનેક એવા સ્પોટ છે, જ્યાં પાણીપુરી પ્રખ્યાત છે. પરંતુ જો અમદાવાદીઓને સ્વાદના આ ચટાકા માટે સાચવીને રહેવાની જરૂરી છે. તમને ખબર નથી કે તમે હોંશથી જે પાણીપુરી ખાઓ છે તે કેવી રીતે બને છે તે તમને ખબર નથી. શોખથી પાણીપુરી ઝાપટતાં લોકો માટે ચેતવણી સમાન દ્રશ્યો સામે આવ્યા છે. આપણે જે બટાકાને સડેલા સમજીને ફેંકી દઈ છે, તેવા બટેટાનો ઉપયોગ પાણીપુરી બનાવવામાં થઈ રહ્યો છે. હાઈજેનિકના નિયમોના લીરેલીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા છે.

આ દ્રશ્યો તમને ચીતરી ચઢે તેવા છે. ગટરના પાણીનો ભરાવો અને કચરાના ઢગ હોય ત્યાં તમારી ફેવરિટ પાણીપુરી બની રહી છે. અહીં ગંદકીમાં બનેલી પાણીપુરી અમદાવાદના કોઈ નાકે ઉભા રહીને તમને વેચવામા આવે છે. તમે બહુ રસથી આ પાણીપુરી સ્વાદ લઈને ખાઓ છે. જ્યાં આ પાણીપુરી બને છે ત્યાંથી માત્ર 500 મીટરના અંતરે આરોગ્ય વિભાગની કચેરી છે. સવાલ એ છે કે, ફૂડ વિભાગના અધિકારીઓની નાકના નીચે સૌથી ગંદી જગ્યાએ પાણીપુરી બની રહી છે. 

No description available.

આ પાણીપુરી મામલે એએમસીના પૂર્વ ફૂડ એનાલિસીસ એક્સપર્ટ અતુલ સોનીએ જણાવ્યું કે, પાણીપુરી અનહાયજેનિક પરિસ્થિતિમાં ન બનતી હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. તે જ્યા બનતી હોય ત્યાં જીવાતો કે પ્રાણીઓની અવરજવર ન થવી જોઈએ. સામાન્ય રીતે આરોગ્ય વિભાગ આવી બાબતોનું ધ્યાન રાખતું હોય છે. જો અનહાઈજેનિક સ્થિતિ જણાઈ આવે તો મહત્તમ ત્રણ વર્ષની સજા થઇ શકે છે. આવી પાણીપુરી ખાવાથી ઝાડા ઉલટી અને આંતરડા સુધીની સમસ્યા ઉભી થઇ શકે છે. 

No description available.

જો તમે પાણીપુરી ખાવાના શોખીન હો તો સાવધાન થઈ જાઓ. અમદાવાદમાં પાણીપુરી ખાનારા લોકો માટે આ ચેતવણીરૂપ ઘટના છે. ઘરમાં જે બટાકા ફેંકી દેવાય છે તેનો ઉપયોગ પાણીપુરીમાં થાય છે. 

- ઘરમાં ફેંકી દેવાતા બટાકાનો પાણીપુરીમાં થાય છે ઉપયોગ, ગટરના પાણી અને કચરાના ઢગલા વચ્ચે બને છે પાણીપુરી#panipuri #health #healthcheck #realitycheck #ZEE24Kalak #Gujarat @Amc_Gujarat @AMCommissioner @Sapna_Sharma7 pic.twitter.com/6uIHsdvK7R

— Zee 24 Kalak (@Zee24Kalak) April 2, 2023

ત્યારે સવાલે એ થાય છે કે, ગંદકીમાં પાણીપુરી બને છે તો આરોગ્ય વિભાગ શું કરે છે? કેમ આવી પાણીપુરી ખવડાવી લોકોના આરોગ્ય સાથે થાય છે ચેડા? આરોગ્યના દુશ્મનો સામે કેમ નથી થતી કાર્યવાહી? ફુડ વિભાગના અધિકારીઓ નાક નીચે જ ચાલે છે આ ખેલ?
ક્યાં સુધી આરોગ્ય વિભાગ ઊંઘતું રહેશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news