આ વાંચીને તમે અમદાવાદ છોડીને બીજે રહેવા જશો, અહી રહેવાનો મોહ હોય તો છોડી દેજો

Air Pollution : ગુજરાતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ નંબર વન... અંકલેશ્વર, રાજકોટ, જામનગર, વાપી, વડોદરા, સુરત અને ગાંધીનગરનો પ્રદૂષિત શહેરોમાં સમાવેશ.... કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગે યાદી કરી જાહેર..
 

આ વાંચીને તમે અમદાવાદ છોડીને બીજે રહેવા જશો, અહી રહેવાનો મોહ હોય તો છોડી દેજો

Ahmedabad Air Pollution : ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે અને વટવા એ સૌથી પ્રદુષિત વિસ્તાર છે. આ રિપોર્ટ કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનો છે. અમદાવાદની હવા સૌથી ઝેરી છે, માટે હવે સાવચેતી રાખવાની જરૂર છે. પરંતુ હવાના મોનિટરીંગ માટે શહેરમાં ઠેર ઠેર સ્કીન લગાવવામાં આવી હતી. જેમાં સતત આંકડાની માહિતી લોકોને મળતી હતી તે સ્કિન પણ બંધ છે. શહેરના વિશાલા સર્કલ છે, ત્યાં લગાવામાં આવેલી સ્ક્રીન ઘણા સમયથી બંધ છે અને તને ચાલુ કરવાની દરકાર પણ તંત્ર નથી લઈ રહ્યું. 

ગુજરાતમાં પ્રદૂષણે વરવુ સ્વરૂપ ધારણ કર્યું છે. વાયુ પ્રદૂષણમાં ઘટાડો થતો જ નથી. કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગે પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં આખા ગુજરાતમાં પ્રદૂષણ કરવામાં અમદાવાદ શહેર અવ્વલ નંબરે છે. અમદાવાદની એર ક્વોલિટી અન્ય શહેરોની સરખામણીમાં નબળી છે. 

ગુજરાતની હવામાં પાર્ટીક્યુલેટ મેટર એટલે કે પીએમ 10 ની માત્રા સતત વધી રહી છે. જે ચિંતાજનક છે. પ્રદૂષણ કરવામાં અમદાવાદ શહેર મોખરે છે. તેમાં પણ વટવા વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર છે. વટવામાં પીએમ-10 ની વાર્ષિક સરેરાશ માત્રા 160 ની છે. જ્યારે અમદાવાદ શહેરમાં આ માત્રા 121 ની છે. 

ગુજરાતના પ્રદૂષિત શહેરોની વાત કરીએ તો

  • અમદાવાદ શહેર - 121 પીએમ
  • અમદાવાદ વટવા - 160  પીએમ
  • અંકલેશ્વર - 120 પીએમ
  • જામનગર - 116 પીએમ
  • વાપી - 114 પીએમ
  • વડોદરા - 111 પીએમ
  • સુરત - 100 પીએમ
  • ગાંધીનગર - 78 પીએમ

જો હવામાં પ્રદૂષણ હોય તો તેને કારણે ઝેરી રજકણોની માત્રા વધે છે. તેને કારમે દમ, અસ્થમા જેવી તકલીફો વધતી જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે લાખ પ્રયાસો કરે છે, છતાં વાયુ પ્રદૂષણમાં કોઈ ફરક પડતો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news