બાયડમાં કોંગ્રેસની જંગી જીત : એક પણ રાઉન્ડમાં જશુભાઈએ ધવલસિંહ ઝાલાને આગળ આવવા ન દીધા

ભારે રસાકસીભર્યા જંગ બાદ બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જંગી સરસાઈથી જીત થઈ હતી. તો પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાલાની હાર થઈ હતી. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ જશુભાઈ પટેલ આગળ ચાલી રહ્યા હતા. તેઓએ એક પણ રાઉન્ડમાં ધવલસિંહને આગળ આવવા દીધા ન હતા. આમ, બાયડમાં કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી હતી. બાયડ બેઠક પર પોતાની હાર નિશ્ચિત દેખાતા ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી હતી. 

બાયડમાં કોંગ્રેસની જંગી જીત : એક પણ રાઉન્ડમાં જશુભાઈએ ધવલસિંહ ઝાલાને આગળ આવવા ન દીધા

અમદાવાદ :ભારે રસાકસીભર્યા જંગ બાદ બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જંગી સરસાઈથી જીત થઈ હતી. તો પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાલાની હાર થઈ હતી. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ જશુભાઈ પટેલ આગળ ચાલી રહ્યા હતા. તેઓએ એક પણ રાઉન્ડમાં ધવલસિંહને આગળ આવવા દીધા ન હતા. આમ, બાયડમાં કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી હતી. બાયડ બેઠક પર પોતાની હાર નિશ્ચિત દેખાતા ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી હતી. 

જાહેરાત પહેલા જ પોતાની હાર સ્વીકારી
તેમણે કહ્યું કે, હજી બે બૂથનું મતદાન બાકી છે, તેનું વીવીપેટથી કાઉન્ટિંગ થઈ રહ્યું છે. કદાચ મારી હાર નિશ્ચિત દેખાઈ રહી છે, મારી જે હાર થઈ હોય તો હું સ્વીકારું છું. મેં ભાજપમાં વફાદારીથી કામ કર્યું છે. 2022માં ભાજપનો ભગવો લહેરાય તે માટે પ્રયત્નશીલ રહીશ. મારી હાર મને નિશ્તિત દેખાઈ હતી. મતદારોએ સાથ અને સહકાર આપ્યો છે. તેમનો આભાર માનું છું. આમ, પોતાની હાર બાદ ધવલસિંહે મીડિયા સામે વધુ કંઈ કહેવાનું ટાળ્યું હતું. 

જશુભાઈના જીત બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ છવાયો હતો. મતગણતરી સેન્ટર બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા. મતગણતરી કેન્દ્રની બહાર તમામ લોકોનો એક જ સૂર હતો કે, 

તમામ 20 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ રહ્યું
20મો રાઉન્ડ - ૧૬૫૦ મતથી આગળ
19મો રાઉન્ડ - ૨૪૦૪ મતથી આગળ
18મો રાઉન્ડ - 2757 મતથી આગળ
17મો રાઉન્ડ - ૪૧૬૧ મતથી આગળ 
૧૬મો રાઉન્ડ - ૫૮૭૦ મતથી આગળ
૧૫મો રાઉન્ડ - 6૫૪૯ મતની લીડ
14મો રાઉન્ડ - ૬૬૦૧ થી આગળ
13મો રાઉન્ડ - 5541 મતથી આગળ
12મો રાઉન્ડ - 5636થી આગળ
11મો રાઉન્ડ - 6486થી આગળ
10મો રાઉન્ડ - 7000થી આગળ
9મો રાઉન્ડ - ૬૮૮૪થી આગળ
8મો  રાઉન્ડ - 6૨૦૦થી આગળ
છઠ્ઠો રાઉન્ડ પૂર્ણ ૬૨૮૬ મતે કોંગ્રેસ આગળ
5મો રાઉન્ડ - ૫૧૭૭ મતે આગળ
ચોથો રાઉન્ડ - ૩૯૭૪ મતે આગળ
ત્રીજો રાઉન્ડ - ૨૪૯૧ મતે આગળ
બીજો રાઉન્ડ - ૨૨૨૧ મતથી આગળ 
પ્રથમ રાઉન્ડ - ૧૦૩૦ મતથી આગળ

ઉપરના તમામ રાઉન્ડ પર નજર કરીએ, તો એકપણ રાઉન્ડમાં જશુભાઈ પટેલે ધવલસિંહ ઝાલાને આગળ આવવા દીધા ન હતા. પહેલા રાઉન્ડથી લઈને અંતિમ રાઉન્ડ સુધી જશુભાઈ સતત આગળ રહ્યા હતા. જે બતાવે છે કે, બાયડની જનતા ધવલસિંહથી કેટલી નારાજ હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news