બાયડ બેઠકનું ગણિત : કોંગ્રેસની પરંપરાગત બેઠકને ધવલસિંહ ઝાલા ભાજપની ઝોળીમાં નાખી શકશે ખરા?
ગુજરાત (Gujarat VidhanSabha By Election 2019) રાજ્યની સ્થાપના બાદ યોજાયેલી તમામ ચૂંટણીઓમાં બાયડ (Bayad) વિધાનસભાની ચૂંટણીઓ થઇ તમામ વાર બાયડના જન પ્રતિનિધિ ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા છે. આ બેઠક પરથી સાત વાર કોંગ્રેસ, બે વાર સ્વતંત્ર, એક વાર અપક્ષ અને ત્રણ વાર ભાજપ (BJP) નો વિજય થયો છે. એટલે ઇતિહાસ કોંગ્રેસ (Congress) ના પક્ષમાં છે. બાયડની વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે, જેમાં ભાજપ ગાબડું પાડી ચૂક્યું છે, પણ છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ ફરીથી સત્તા પર છે. ત્યારે ભાજપ અરવલ્લી જિલ્લા પોતાનું ખાતું ખોલાવવા મરણીયા પ્રયાસ કરશે. વર્તમાનમાં ભાજપાની સરકાર છે અને પાંચ દિવસ બાદ બાયડ પર કોણ ચૂંટાશે તેના પર લોકોની નજર છે. ભાજપના ધવલસિંહ ઝાલા (DhavalSinh Zala) અને કોંગ્રેસના જશુભાઈ પટેલ (Jashu Patel) વચ્ચે અહીં સીધી ટક્કર છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત (Gujarat VidhanSabha By Election 2019) રાજ્યની સ્થાપના બાદ યોજાયેલી તમામ ચૂંટણીઓમાં બાયડ (Bayad) વિધાનસભાની ચૂંટણીઓ થઇ તમામ વાર બાયડના જન પ્રતિનિધિ ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા છે. આ બેઠક પરથી સાત વાર કોંગ્રેસ, બે વાર સ્વતંત્ર, એક વાર અપક્ષ અને ત્રણ વાર ભાજપ (BJP) નો વિજય થયો છે. એટલે ઇતિહાસ કોંગ્રેસ (Congress) ના પક્ષમાં છે. બાયડની વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે, જેમાં ભાજપ ગાબડું પાડી ચૂક્યું છે, પણ છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ ફરીથી સત્તા પર છે. ત્યારે ભાજપ અરવલ્લી જિલ્લા પોતાનું ખાતું ખોલાવવા મરણીયા પ્રયાસ કરશે. વર્તમાનમાં ભાજપાની સરકાર છે અને પાંચ દિવસ બાદ બાયડ પર કોણ ચૂંટાશે તેના પર લોકોની નજર છે. ભાજપના ધવલસિંહ ઝાલા (DhavalSinh Zala) અને કોંગ્રેસના જશુભાઈ પટેલ (Jashu Patel) વચ્ચે અહીં સીધી ટક્કર છે.
વિકાસ ઝંખી રહ્યું છે બાયડ
ગુજરાતની સ્થાપના 1960માં થઇ. આજે ગુજરાતના સર્વાગી વિકાસ થયો, પણ અરવલ્લી જિલ્લામાં આવેલુ બાયડ આજે પણ વિકાસ ઝંખી રહ્યુ છે. બાયડના લોકોના કહેવા મુજબ, બાયડ સાથે સતત ઓરમાયુ વર્તન થાય છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે બાયડનો ઉપયોગ રાજકીય લેબ તરીકે થાય છે. આજે બાયડ શહેરમાંથી મોટા કન્ટેનર પસાર થાય છે, જેને લઇને અનેક અકસ્માત થતા રહે છે. અનેક રજુઆતો થઇ પણ કોઇ નિવેડો આવ્યો નથી. બાયડમાં રોજગારીની કોઇ તક નથી. આ વિસ્તારના લોકો જીઆઇડીસી ઝંખી રહ્યા છે. અહી કોઇ સરકારી સાયન્સ કોલેજ કે સાયન્સ સ્કુલ નથી. જાણીને નવાઇ લાગશે કે કોઇ મોટી સરકારી હોસ્પિટલ પણ આ વિસ્તારમાં નથી તેવું બાયડવાસીઓનું કહેવું છે. બાયડ
વિધાનસભા મત વિસ્તારમાં સાઠંબા ક્ષેત્ર આવેલુ છે જ્યાંના સ્થાનિક લોકો પણ વિકાસ ન થયો હાવોની રાવ કરી રહ્યા છે. લાંબા સમયથી તેઓ સાઠંબાને તાલુકો જાહેર કરવાની માંગ કરી રહ્યા છે પણ તે હજુ સંતોષાઇ નથી.
બાયડ વિધાનસભાની ચુંટણીના ઇતિહાસ પર નજર કરીએ તો...
- 1962
લાલસિંહ કિશોરસિંહ રહેવર, સ્વતંત્ર પક્ષ - 25241
મધુબેન કોદરદાસ શાહ, કોંગ્રેસ - 20614 (4627 મતે હાર)
- 1967
લાલસિંહ કિશોરસિંહ રહેવર, સ્વતંત્ર પક્ષ - 25483
જી જે ત્રિવેદી, કોંગ્રસ - 14319 (9164 મતે હાર)
- 1972
લાલસિંહ કિશોરસિંહ રહેવર, નેશનલ કોંગ્રેસ (ઓ) - 23475
એસ સવાંગભાઇ પટેલ, કોંગ્રેસ - 14815 (8660 મતથી હાર)
- 1975
લાલસિંહ કિશોરસિંહ રહેવર, નેશનલ કોંગ્રેસ (ઓ) - 19944
ચૌહાણ બદરસિંહ રૂમાલસિંહ, કોંગ્રેસ - 8348 (11596 મતે હાર)
- 1980
રામસિંહ રૂપસિંહ સોલંકી, કોંગ્રેસ - 19852 (218 મતે વિજય)
કોદરભાઇ જોઇતાભાઇ પટેલ, જનતા પાર્ટી(જેપી) - 19634
- 1985
રામસિંહ રૂપસિંહ સોલંકી, અપક્ષ - 18223
ઇન્દ્રવિજયસિંહ સુરસિંહજી સોલંકી, કોંગ્રેસ - 12577 (5646 મતે હાર)
- 1990
ચંદ્રભાણસિંહ મુલસિંહજી સોલંકી, ભાજપ - 26561
રામસિંહ રૂપસિંહ સોલંકી, કોંગ્રેસ - 25278 (1283 મતે હાર)
- 1995
રામસિંહ રૂપસિંહ સોલંકી, કોંગ્રેસ - 36747 (9603 મતે વિજય)
ચંદ્રભાણસિંહ મુલસિંહજી સોલંકી, ભાજપ - 27144
- 1998
મહેન્દ્ર સોમાભાઇ પટેલ, ભાજપ - 44482
રામસિંહ રૂપસિંહ સોલંકી, કોંગ્રેસ - 39586 (4896 મતે હાર)
- 2002
રામસિંહ રૂપસિંહ સોલંકી, કોંગ્રેસ - 51192 (2226 મતે વિજય)
મહેન્દ્ર સોમાભાઇ પટેલ, ભાજપ - 48966
- 2007
ઉદેસિંહ પુંજાજી ઝાલા, ભાજપ - 40395
રામસિંહ રૂપસિંહ સોલંકી, કોંગ્રેસ - 34711 (5684 મતથી હાર)
- 2012
મહેન્દ્રસિહ શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ - 74646 (35923 મતે વિજય)
ઉદેસિંહ પુંજાજી ઝાલા, ભાજપ - 38723
2017
ધવલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, કોંગ્રેસ - 79556 (7901 મતે વિજય)
અદેસિંહ માનસિંહ ચૌહાણ, ભાજપ - 17655
બાયડ વિસ્તારના રાજકીય સમીકરણની વાત કરવામાં આવે તો, આ વિધાનસભામાં જિલ્લા પંચાયતની કુલ 9 બેઠકોનો સમાવેશ થાય છે. તમામ 9 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. બાયડ વિધાનસભામાં બે તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે, જેમાં બાયડ તાલુકા પંચાયતમાં ભાજપ અને માલપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. બાયડ વિધાનસભામાં બાયડ નગરપાલિકાનો સમાવેશ થાય છે, જ્યાં હાલ ભાજપ અને એનસીપીનુ ગઠબંધન શાસનમાં છે.
કુલ કેટલા મતદાર
બાયડમાં કુલ કુલ 228000 જેટલા નોંધાયેલા મતદાર છે, જે પૈકી... 132421 ક્ષત્રિય ઠાકોર, રાજપૂત 2000, શિડ્યુલ કાસ્ટ 12 હજાર, આદિવાસી 2100, મુસ્લિમ 6200, અન્ય 19800, ચૌધરી પટેલ 6000, પાટીદાર 27000, સવર્ણ 6900, માલધારી ઓબીસી 3500 મતદારનો સમાવેશ થાય છે. આ બેઠક પર પુરુષ 117698 ઉમેદવાર અને 110504 સ્ત્રી ઉમેદવાર છે.
બાયડના ખેડૂતોની સમસ્યા
બાયડ વિસ્તારના ખેડૂતોને સિંચાઇનો પ્રશ્ન કાયમ સતાવે છે. છેલ્લા છ વર્ષથી સામાન્ય વરસાદને કારણે વાત્રક ડેમ ભરાતો ન હતો. એટલે અહી ખેતીને અસર થતી હતી. સાથે જ દુષ્કાળની સ્થિતિ સર્જાતી હતી. આ વર્ષે એટલો વધારે વરસાદ થયો કે અહી લીલો દુષ્કાળ પડ્યો છે અને કપાસ મગફળી થી માંડી કઠોળનો પાક નિષ્ફળ ગયો છે. વળી નર્મદાનું પાણી પાઇપલાઇન દ્વારા વાત્રક ડેમમાં નાખવાની યોજના બનાવવામાં આવી છે. જોકે ડિઝાઇનમાં ખામી હોવાને કારણે હજુ નર્મદાના પાણીનું ટીંપુ પણ આ ડેમમાં પડ્યુ નથી. તો ખેડૂતો એક પમ્પિંગ સ્ટેશન અને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ માગી રહ્યાં છે.
કોંગ્રેસનો દબદબો રહ્યો છે
2007થી આ બેઠક ઉપર ઉમેદવારોની વાત કરવામાં આવે તો 2007માં આ બેઠક ઉપર ભાજપના ઉદેસિંહ ઝાલા ચૂંટાયા હતા. ત્યાર બાદ 2012માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી મહેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાયા હતા. 2017માં આ બેઠક ઉપર પુનઃ કોંગ્રેસે કબજો કરી ધવલસિંહ ઝાલા ચૂંટાયા હતા. ત્યારે વર્ષોથી આ બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આ બેઠક કોંગ્રેસનો ગઢ પણ મનાય છે અને ક્ષત્રિય ઠાકોર મતદારોનું પ્રભુત્વ મનાય છે. ત્યારે હવે આ બેઠક ઉપર 2017માં કોંગ્રેસ પાર્ટીમાંથી જીતેલા ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપી ભાજપમાં જોડાતા આ બેઠક હાલ ખાલી પડી છે. ત્યારે ખાલી પડેલી આ બેઠક કબજે કરવા હાલ બંને પક્ષો કામે લાગી ગયા છે.
બંને પક્ષના ઉમેદવારો...
ધવલસિંહ ઝાલાને ક્ષત્રિય ઠાકોર સેનાના કોંગ્રેસ થયેલા સમન્વયનો ફાયદો મળ્યો. અલ્પેશ ઠાકોરના નજીકના ધવલસિંહ ઝાલાની રાજનીતિ પણ પક્ષ કરતા અલ્પેશ ઠાકોરના આસપાસ વધુ રહી છે. તો બીજી તરફ, જશુભાઈ પટેલ સહકારી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. પોતે પાટીદાર સમાજમાંથી આવે છે, અને બાયડ વિધાનસભામાં જીત અને હાર માટે પાટીદાર સમાજના મતો મહત્વનો ભાગ ભજવે છે. જશુભાઈ હાલ જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન છે. સાબર ડેરીમાં પણ ડિરેક્ટર પદ સંભાળી રહ્યાં છે. તેઓ જિલ્લા પંચાયતની બેઠક પણ અપક્ષ તરીકે જીત્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. જશુભાઈ પટેલ કોઈપણ જાતિના મત મેળવવા સફળ બની શકે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે