આ દ્રશ્યો રૂવાડા ઉભા કરશે! ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસ નદી બે કાંઠે વહેતી થઈ, નદીઓમાં ઘોડાપૂર
રાજસ્થાન તેમજ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે બનાસકાંઠામાંથી પસાર થતી બનાસનદીમાં ભારે પ્રમાણમાં પાણી આવતા બનાસનદી બને કાંઠે વહેતી થઈ છે. જેને લઈને તંત્ર દ્વારા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે બનાસકાંઠામાંથી પસાર થતી બનાસનદી બે કાંઠે વહેતી થઈ છે. બનાસ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પસાર થતું હોવાથી નદી કિનારાના ગામોને એલર્ટ અપાયું છે તે નદીમાં કોઈ ન ઉતરે તે માટે નદી કિનારે પોલીસ બંધોબસ્ત ગોઠવાયો છે.
રાજસ્થાન તેમજ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે બનાસકાંઠામાંથી પસાર થતી બનાસનદીમાં ભારે પ્રમાણમાં પાણી આવતા બનાસનદી બને કાંઠે વહેતી થઈ છે. જેને લઈને તંત્ર દ્વારા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે અને નદીના પટમાં ન જવાની સૂચના અપાઈ છે તો નદી કિનારાના નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવાની સૂચના અપાઈ છે.
નદીમાં લાંબા સમય બાદ પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા દાંતીવાડા ડેમમાં પાણીની સારા પ્રમાણમાં આવક થઈ રહી છે. જેને લઈને દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલી તેનું પાણી પણ બનાસનદીમાં છોડાઈ રહ્યું છે. બીજી બાજુ ઈકબાલગઢના વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા ભક્તો નદીનો અદભૂત નજારો જોઈને અવિભૂત થઈ રહ્યા છે.
જોકે પ્રવાસીઓ નદીમાં ન ઉતરે એ માટે પોલીસ બંધોબસ્ત ગોઠવાયા છે અને લોકો તેમજ પ્રવાસીઓને નદી કિનારે જતા રોકવામાં આવી રહ્યા છે. જોકે હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી બનાસનદીમાં વધુ પાણી આવે તેવી શક્યતાઓ હોવાથી જિલ્લાવાસીઓમાં ખુશી છવાઈ છે. બનાસ નદીમાં ભરપુર પાણી આવતા જમીનના તળ ઊંચા આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.
પાટણ શિહોરી માર્ગ પર પાણી ફરી વળ્યા
ઉપરવાસમાં ભારે વરસાદને લઇ બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધુ થતા તેના દરવાજા ખોલવામાં આવતા બનાસ નદીનું પાણી પાટણ શિહોરી માર્ગ પર આવેલ ડીપમાં પાણી ફરી વળતા માર્ગ તૂટી જવા પામ્યો છૅ. જેને લઇ પાટણથી શિહોરી જતો એક માત્ર માર્ગ બંધ થઇ જતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છૅ.
બનાસ નદીના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા પાટણ શિહોરી રોડ પર આવેલ ડીપનો એક માત્ર માર્ગ પાણીના પ્રવાહમાં ધોવાઈ જવા પામ્યો, જેને લઇ અવર જવરનો માર્ગ રાહદારીઓ અને વાહન ચલાકો માટે બંધ થઇ જવા પામ્યો છૅ. પાટણ _બનાસકાંઠા તરફનો માર્ગ તૂટી જતા ભારે હાલાકી વાહન ચલાકો તેમજ સ્થાનિક લોકોને પડી રહ્યો છૅ. આ ડીપ પર છેલ્લા ત્રણ વર્ષથી નવીન બ્રિજ બની રહ્યો છૅ જે પાટણ બનાસકાંઠાને જોડતો એક માત્ર વિકલ્પ રૂપ બની રહેશે પણ તેનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાને લઇ અને ડીપનો માર્ગ બનાસ નદીના વહેણને લઇ તૂટી જતા ભારે હાલાકીનો સામનો લોકો ને કરવો પડી રહ્યો છૅ.
માર્ગ તૂટી જતા અને પાણીના ઘસમસતા પ્રવાહને લઇ કોઈ જાનહાની ન થાય તે માટે પોલીસ નો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છૅ અને માર્ગ પર પતર મારી જોખમી સ્થળ પર જવા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છૅ તો બનાસ નદીના નીર આવતા આસ પાસ ના ગામ લોકો મોટી સંખ્યામાં પાણી ને જોવા ઉમટી પાડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે