Banaskantha: બટાકાનું વાવેતર કરી ખેડૂતો પછતાઇ રહ્યા છે, ચપાણીયું પણ નથી મળી રહ્યું

આ વર્ષે સારા ભાવ મળવાની આશાએ પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું હતું. જો કે આ વર્ષે બટાકાનું ઉત્પાદન તો સારૂ થયું છે. ખેડૂતો પોતાના ખેતરોમાંથી નવા બટાકા નીકાળી રહ્યા છે, પરંતુ બટાટાના ભાવ તળિયે બેસી જતાં બટાકા પકવતા ખેડૂતો પરેશાન છે. મોટા પ્રમાણમાં બટાટા કોલ્ડસ્ટોરેજમાં રાખી રહ્યા છે. ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે કે, બટાકાના સારા ભાવ મળે અથવા તો તેમને સરકાર કોઈ મદદ કરે.
Banaskantha: બટાકાનું વાવેતર કરી ખેડૂતો પછતાઇ રહ્યા છે, ચપાણીયું પણ નથી મળી રહ્યું

બનાસકાંઠા : આ વર્ષે સારા ભાવ મળવાની આશાએ પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું હતું. જો કે આ વર્ષે બટાકાનું ઉત્પાદન તો સારૂ થયું છે. ખેડૂતો પોતાના ખેતરોમાંથી નવા બટાકા નીકાળી રહ્યા છે, પરંતુ બટાટાના ભાવ તળિયે બેસી જતાં બટાકા પકવતા ખેડૂતો પરેશાન છે. મોટા પ્રમાણમાં બટાટા કોલ્ડસ્ટોરેજમાં રાખી રહ્યા છે. ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે કે, બટાકાના સારા ભાવ મળે અથવા તો તેમને સરકાર કોઈ મદદ કરે.

બનાસકાંઠામાં ડીસા તેમજ વડગામ પંથકમાં મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર થાય છે. જો કે ગતવર્ષ બટાટાના મણે 250 થી 300 રૂપિયાના સારા ભાવ મળતાં ખેડૂતોને વધુ નફો થતાં ખેડૂતોએ આ વર્ષે 3500 રૂપિયાના ભાવે બટાટાનું બિયારણ લાવીને સારા ભાવ મળવાની આશાએ મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કર્યું હતું. જો કે આ વર્ષે બટાટાના પાકને વાતાવરણ અનુકૂળ રહેતા પુષ્કળ પ્રમાણમાં બટાટાનું ઉત્પાદન થતાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં નવા બટાકા નીકળવાની શરૂઆત કરી દીધી છે. ખેતરોમાં બટાટાના ઢગલાઓ થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી ખેડૂતોના ખેતરોમાં વેપારીઓ બટાટાની ખરીદી કરવા ન આવતા ખેડૂતોની ચિંતા વધી છે. તો બીજી બાજુ માર્કેટમાં બટાટાના ભાવ મણે 120 થી 150 સુધીના જ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને સારા ભાવ મળે અથવા સરકાર કોઈ સહાય કરે.

અમારા ખેતરમાં બટાટાના ઢગલા થયા છે પણ કોઈ બટાટા લેવા વેપારી આવતા નથી. 3500 રૂપિયાના ભાવનું બિયારણ લાવીને અમે બટાટા વાવ્યા હતા પણ ભાવ ગગડી ગયા છે હવે અમારે શુ કરવું. ડીસા અને વડગામ પંથકમાં ખેડૂતોએ મોટાપ્રમાણમાં બટાટાનું વાવેતર કર્યું હતું અને હવે ખેડૂતો બટાટા નીકાળી રહ્યા છે. નવા બટાકાની શરૂઆત થતાં જ ખેડૂત ઉત્પાદન જોઈ તો આનંદિત છે. પરંતુ તેના ભાવ બજારમાં મળી રહયા નથી ત્યારે આગળ ભાવ સારા મળશે તેવી આશાએ ખેડૂતોએ કોલ્ડસ્ટોરેજમાં બટાટાનો સંગ્રહ ચાલુ કર્યો છે  જો ભાવ નહિ મળે અને સરકાર કોઈ સહાય નહિ કરે તો ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ  ઊભી થાય તો નવાઈ નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news