ગુજરાતના આ જિલ્લામાં પણ હવે હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓને નહિ મળે ઓક્સિજન

ગુજરાતના આ જિલ્લામાં પણ હવે હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓને નહિ મળે ઓક્સિજન
  • ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને હવે ઓક્સિજનના બાટલા નહીં ભરી આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી
  • કેટલાય લોકો ઓક્સિજન માટે રાત્રે 3 વાગ્યાથી સવાર સુધી લાઈનમાં ઉભા રહે છે

અલ્કેશ રાવ/બનાસકાંઠા :ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 1.15 લાખને પાર પહોંચી ગઈ છે. આ મામલે ગુજરાત દેશમાં સાતમા સ્થાન પર આવી ગયું છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓની હાલત બહુ જ ખરાબ છે. જેમાં બનાસકાંઠા જિલ્લો પણ બાકાત નથી. બનાસકાંઠાની હોસ્પિટલોમાં હવે દર્દીઓ માટે જગ્યા નથી. આવામાં બનાસકાંઠામાં ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને હવે ઓક્સિજનના બાટલા નહીં ભરી આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : મોતના મુખ તરફ ધકેલાયું આખું સૌરાષ્ટ્ર, એક જ દિવસમાં 227 કોરોના દર્દીના મોત   

રજિસ્ટર્ડ ગાડીઓને જ ઓક્સિજન અપાશે 
બનાસકાંઠાના વહીવટી તંત્રના નવા નિયમ પ્રમાણે કોવિડ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન થયેલી ગાડીઓમાં જ ઓક્સિજન ભરી આપવામાં આવશે. આ સિવાય ઘરે લઈ જનારાઓને ઓક્સિજન આપવામાં નહિ આવે. જેથી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેલા દર્દીઓની પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. 

આ પણ વાંચો : વહીવટમાં ગોથું ખાધા પછી હવે સુરતમાં તંત્રના હવાતિયા, ઓક્સિજન કાપ માટે કરકસરનો આદેશ

ઓક્સિજન માટે રાત્રે 3 વાગ્યાથી સવાર સુધી લાઈન
બનાસકાંઠા જિલ્લામાં પણ અન્ય જિલ્લાઓની જેમ ઓક્સિજનની અછતને લઇને પ્લાન્ટ પર મોડી રાત્રે પણ લાંબી લાઈનો લાગેલી જોવા મળે છે. ચંડીસર ખાતે આવેલા ઓક્સિજન પ્લાન્ટ પર એક લોકોની લાઈનો લાગી છે. કેટલાય લોકો ઓક્સિજન માટે રાત્રે 3 વાગ્યાથી સવાર સુધી લાઈનમાં ઉભા રહે છે. દર્દીઓના સગાઓ પોતાના પરિજનોના જીવ બચાવવા લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. આવામાં તંત્રનો નિર્ણય આવા દર્દીઓ માટે આકરો બની શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news