દિલીપ સંઘાણી બન્યા IFFCOના વાઈસ ચેરમેન
Trending Photos
ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ની 48મી જનરલ બોડી મિટિંગ નવી દિલ્હી ખાતે યોજાઈ. ભારતભરના ડિલિગેટ્સે તેમાં ભાગ લીધો. 48મી AGM ઉપરાંત ચેરમેન અને વાઈસ ચેરમેન માટેની ચૂંટણી પણ યોજાઈ. આ અંગેની ચૂંટણી એકદમ શાંતિપૂર્વક અને લોકતાંત્રિક અને પાર્દર્શક રીતે યોજાઈ જેમાં બોર્ડના 21 ડિરેક્ટર્સે મતદાન કર્યું. જેમાં પંજાબના બલવિંદર સિંહ નકાઈ ચેરમેન તરીકે અને ગુજરાતના દિલીપ સંઘાણી વાઈસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યાં.
નવા ચેરમેન અને વાઈસ ચેરમેન વિશે માહિતી
બલવિંદર સિંઘ નકાઈ ખેડૂતોના હિતમાં કામ કરે છે અને છેલ્લા 3 દાયકાથી ઈન્ડિયન કોઓપરેટિવ મૂવમેન્ટને મજબુત બનાવવાના કામમાં સંકળાયેલા છે. હાલ તેઓ માલવા ફ્રુટ અને વેજિટેબલ કોઓપરેટિવ માર્કેટિંગ-કમ પ્રોક્યુરમેન્ટ સોસાયટી લિમિટેડના ચેરમેન છે. અગાઉ તેઓ બે વખત IFFCOના વાઈસ ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. પોતે ખેડૂત હોવાના કારણે નકાઈએ ઈફ્કોમાં ખેડૂતલક્ષી નીતિઓ પણ તૈયાર કરવામાં ફાળો આપ્યો હતો. જ્યારે ગુજરાતના દિલીપ સંઘાણી હાલ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે કાર્યરત છે.
વિશ્વની મોટી કોઓપરેટિવ્સમાંની એક છે IFFCO
ઈફ્કો વિશે કહેવાય કે તે વિશ્વમાં મોટામાં મોટી કોઓપરેટિવ્સમાંની એક છે. જેનું ટર્નઓવર નાણાકીય વર્ષ 2018-19માં 27852 કરોડ રૂપિયા હતું. ફર્ટિલાઈઝર ક્ષેત્રે ઈફ્કો મોટું નામ ધરાવે છે. ભારતમાં ઉત્પાદિત Phosphaticનું 36 ટકા અને Nitrogenousનું 21 ટકા ઉત્પાદન ઈફ્કો દ્વારા થાય છે. વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2018ના રિપોર્ટમાં ઈફકોને વિશ્વની કોઓપરેટિવ્સમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં પ્રતિ વ્યક્તિ જીડીપી કારોબારના આધારે પસંદ કરાયેલી ટોચની 300 કંપનીઓમાં ભારતીય સહકારી સંસ્થા ઈફકોને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
જુઓ LIVE TV
ઈફકોએ વર્ષ 2016થી જ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. પોતાની લગભગ 36000 સભ્યોની સહકારી સમિતિઓ તથા લગભગ 3 બિલિયન અમેરિકન ડોલર (નાણાકીય વર્ષ 2017-18)ના કારોબાર સાથે ઈફકો વર્તમાનમાં વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થાઓમાં સામેલ છે.આ રિપોર્ટમાં ક઼ૃષિ અને ખાદ્ય ઉદ્યોગ (પ્રતિ વ્યક્તિ જીડીપી પર કરાયેલા કારોબારના પ્રમાણ પર આધારિત)ની 20 ટોચની કોઓપરેટિવ્સમાં પણ ઈફકોને સામેલ કરવાને સામેલ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે