Baba Dhirendra Shastri Divya Darbar: બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ધડાકો, કઈ પાર્ટીને કરે છે સપોર્ટ? સુરતમાં આપ્યું મોટું નિવેદન

Baba Dhirendra Shastri Divya Darbar: દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ કેટલીક મહત્વની વાત જણાવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આવીને ખુબ જ આનંદ થયો છે.

 Baba Dhirendra Shastri Divya Darbar: બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ધડાકો, કઈ પાર્ટીને કરે છે સપોર્ટ? સુરતમાં આપ્યું મોટું નિવેદન

ઝી બ્યુરો/સુરત: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં 10 દિવસનું રોકાણ કરવાના છે. આ દરમિયાન તેઓ ગુજરાતના વિવિધ શહેર રાજકોટ, અમદાવાદ, સુરતમાં દિવ્ય દરબારનું આયોજન કરવાના છે. હાલ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં બે દિવસીય કાર્યક્રમ છે. સુરતમાં દિવ્ય દરબાદને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકો બાબાનું સ્વાગત કરવા માટે આતૂરતાથી રાહ જોઇ રહ્યાં છે. જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. 

દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ કેટલીક મહત્વની વાત જણાવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આવીને ખુબ જ આનંદ થયો છે. સનાતન ધર્મનો પ્રચાર વિશ્વમાં કરવાનો છે. જેના ભાગરૂપે કુછ દિન ગુજારેંગે ગુજરાત મે. થી ગુજરાત આવ્યો છે. ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો હોવાની વાત કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીને એક સવાલ કરવામાં આવ્યો હતો કે, તમે કઈ પાર્ટીના સમર્થક છો, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હું કોઇ રાજકીય પાર્ટીથી જોડાયો નથી પણ હુ બજરંગબલીની પાર્ટીથી જોડાયો છું. બીજી કોઇ પણ પાર્ટી સાથે મારો સબંધ નથી. દરબારમાં સૌ ભક્તોનું સ્વાગત છે. હું હંમેશા હિન્દુ ધર્મથી જોડાયેલો છું.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે હું કેટલાક દિવસો ગુજરાતમાં વીતાવીશ. આગામી દિવસોમાં હું આ વિષયને જાણીને આદિવાસી વિસ્તારમાં કથા કરવાનું ચોક્કસપણે આયોજન કરીશ. હું જંગલોમાં આદિવાસી વિસ્તારોમાં કથા કરી રહ્યો છું. આથી ષડયંત્રો થઈ રહ્યા છે. સનાતન વિરોધી તાકતો પણ લાગે છે, એટલા માટે સિક્યોરિટી આપવામાં આવી રહી છી. સરકારને આઈબીનો રિપોર્ટ મળતો હશે તેના આધારે સિક્યોરિટી આપવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, સુરતમાં આજના દિવ્ય દરબારમાં 2 લાખથી વધુ લોકો ઊમટી પડે તેવી શક્યતા છે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. એમાં 2 ડીસીપી, 4 એસીપી, 14 પીઆઈ, 30 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ અને હોમગાર્ડઝ તહેનાત છે. 

નોંધનીય છે કે સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલા ગોપીનફાર્મમાં બાબાના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે બાબાનાં દર્શન કરવા માટે ભક્તો અધીરા બન્યા હતા. હાલ ધોમધખતા તાપમાં ગોપીનફાર્મની બહાર સમર્થકો અને ભક્તોની કતારબંધ લાઈન લાગી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news