નીતિશ કુમારે પીએમ મોદીને આપ્યું સમર્થન, કેમ બિહારના મુખ્યમંત્રીના વર્તનમાં જોવા મળ્યો ફેરફાર

નરેન્દ્ર મોદી ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બનવાના છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી છે. એનડીએમાં નીતિશ કુમારની જેડીયુ પણ સામેલ છે. જ્યારથી ચૂંટણી પરિણામો જાહેર થયા છે ત્યારથી નીતિશ કુમારના વર્તનમાં પરિવર્તન આપ્યું હોય તેમ લાગી રહ્યું છે. 

નીતિશ કુમારે પીએમ મોદીને આપ્યું સમર્થન, કેમ બિહારના મુખ્યમંત્રીના વર્તનમાં જોવા મળ્યો ફેરફાર

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું વર્તન રાજકીય પંડિતોને ચોંકાવી રહ્યું છે કેમ કે એકસમયે PM મોદીને પોતાના વિરોધી માનીને દૂર થનારા નીતીશ કુમારે સંસદીય દળની બેઠકમાં અચરજ પમાડતું વર્તન કર્યુ. તેમણે પીએમ મોદીના પગ સ્પર્શ કરવા માટે નીચા નમવું શું ઈશારો કરે છે?. આખરે આ પ્રકારની વિનમ્રતા દર્શાવવા પાછળ શું કારણ હોઈ શકે છે? જોઈશું આ અહેવાલમાં....

કિંગમેકર નીતીશ કુમારના વર્તનમાં કેમ આવ્યું પરિવર્તન?
કેમ PM મોદીને અચાનક પગે લાગવા માંડ્યા નીતીશ કુમાર?
આટલી બધી વિનમ્રતા દર્શાવવા પાછળનું શું છે કારણ?

શુક્રવારે નવી દિલ્લીમાં NDA સંસદીય દળની બેઠક મળી, જેમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનો વ્યવહાર ઉડીને આંખે વળગ્યો. નીતીશ કુમારે પહેલાં પીએમ મોદી પ્રત્યે પોતાનો સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો તેને શબ્દોમાં સમજી શકાય તેમ છે.

પોતાની સ્પીચ પૂરી કર્યા પછી નીતીશ કુમાર પીએમ મોદી પાસે આવે છે. આ દરમિયાન નીતીશ કુમાર તેમને પગે લાગવાનો પ્રયાસ કરે છે. પીએમ મોદી પણ તેમના સન્માનમાં તાત્કાલિક ઉભા થઈ જાય છે અને તેમને નીચે નમતાં અટકાવે છે. દેશના બે સન્માનિત નેતાઓનું આ મિલન હકીકતમાં અદભૂત હતું પરંતુ વિરોધી હોય કે સમર્થક બધા નીતીશ કુમારના આ વ્યવહારને જોઈને આશ્વર્યચકિત થઈ ગયા છે.

રાજકીય વર્તુળોમાં એવું કહેવાય છે કે નીતીશ કુમારને સમજવા મુશ્કેલ નહીં પરંતુ નામુમકીન છે ત્યારે એવી કઈ વાત છે જેના કારણે નીતીશ કુમાર આજે નરેન્દ્ર મોદી પ્રત્યે આટલા વિનમ્ર જોવા મળી રહ્યા છે.

ઈન્ડિયા ગઠબંધનમાં કંઈ મળવાની આશા નથી
NDA સાથે કોઈ મોટી ડીલ થઈ હશે?
PM મોદી અને નીતીશ કુમાર વચ્ચે વર્ષો જૂના સંબંધ
નીતીશ કુમારને સન્માનની હજુ જરૂર છે
નીતીશ કુમાર હજુ રાજકારણમાંથી નિવૃતિ લેવા માગતા નથી

બેઠકમાં ભાષણ આપતાં સમયે નીતીશ કુમારે એવું નિવેદન આપ્યું કે બિહારમાં વિકાસના કાર્યો જે બાકી છે તે હવે પૂરા થઈ જશે. તેનાથી એવું લાગી રહ્યું છે કે બીજેપી અને જેડીયુ વચ્ચે કંઈક ડીલ તો થઈ છે. નીતીશ કુમાર અને નરેન્દ્ર મોદી વચ્ચે ઘણા સારા સંબંધ રહ્યા છે. જોકે એવું પણ બન્યું છે કે વચ્ચે-વચ્ચે નીતીશ કુમાર નારાજ થતાં રહ્યા છે પરંતુ તેનું કારણ એટલું રાજકીય રહ્યું છે કે નરેન્દ્ર મોદીએ ક્યારેય તેને દિલ પર લીધું નથી. 

નીતીશના વર્તને ચોંકાવ્યા
ધૂર વિરોધી PM મોદીને આપ્યું સમર્થન
સાથે કામ કરવા માટેની આપી ખાતરી
સંબોધન બાદ PM મોદીને પગે લાગ્યા
નીતીશ કુમારના વર્તનથી તમામ આશ્વર્યચકિત
કેમ નીતીશ કુમારનું વર્તન બદલાઈ ગયુ?

2002માં ગુજરાતમાં હિંસા પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાજીનામું આપવા માગતા હતા. ત્યારે નીતીશ કુમારે મૌન રહીને પોતાના મિત્રની મદદ કરી હતી. જોકે 2014માં નરેન્દ્ર મોદીને બીજેપીએ PMના ઉમેદવાર જાહેર કરતાં નીતીશ કુમાર દૂર થઈ ગયા. 2021ની ચૂંટણીમાં JDUની સીટ ઓછી આવવા છતાં નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા. તે સમયે PM મોદીના કહેવાથી તે શક્ય બન્યું હતું. ઈન્ડિયા ગઠબંધન બનાવવાની તમામ મહેનત નીતીશ કુમારે કરી હતી પરંતુ લાલુ યાદવ કે કોંગ્રેસે તેમને આ વાતનો શ્રેય પણ આપ્યો નહીં. નીતીશ વારંવાર એમ કહે છે કે હવે તેમને ક્યાંય જવું નથી પરંતુ ક્યારે તેમનું મન બદલાઈ જાય તે કોઈ જાણતું નથી....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news