વડતાલના સ્વામીની લંપટલીલા : પીડિતાને સ્વામીઓના ગ્રૂપમાં ન્યૂડ કોલ કરાવતા

Rape FIR Against Three Vadtal Swaminarayan Saint : વડતાલના સ્વામી સામે દુષ્કર્મની FIR, વડોદરામાં 2016માં સગીરાને ગિફ્ટ આપવાના નામે બોલાવી બળજબરી કરી, પીડિતાએ કહ્યું-વ્હોટ્સએપ ગ્રુપમાં મારો ન્યૂડ વીડિયો કોલ કરાવતા 

વડતાલના  સ્વામીની લંપટલીલા : પીડિતાને સ્વામીઓના ગ્રૂપમાં ન્યૂડ કોલ કરાવતા

Vadodara News : વડતાલ સ્વામીારાયણ સંપ્રદાયના સ્વામીઓ ફરી વિવાદમાં આવ્યા છે. વડોદરામાં વડતાલના સ્વામી સામે યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ કરવામા આવી છે. વાડી પોલીસ મથકે સગીરાએ જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાનો પણ આરોપ તેણે મૂક્યો છે. 2016 માં સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને યુવતીને રૂમમાં બોલાવી હતી. ત્યારે યુવતીએ અન્ય બે સ્વામીનારાયણ સંતો એચ પી સ્વામી, કેપી સ્વામી સામે પણ મદદગારીની ફરિયાદ કરી છે. સાથે જ સ્વામીને કડક સજા થાય તેવી યુવતીએ માંગ કરી છે. 

પીડિતા જણાવેલી આપવીતી
પીડિતાએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે,વર્ષ 2016માં વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પિતા સાથે દર્શન કરવા જતાં સ્વામીએ તેના પિતાના ફોન નંબર મેળવી લીધા હતા. જેમાં કોલ કરતા તે કોલ મેં ઉપાડતા મારી સાથે વાતચીત કરી મારો નંબર મેળવી લીધો હતો. જે બાદ મારા વ્હોટ્સએપમાં રોજ મેસેજ કરીને વાતચીત કરતા હતાં. જેમાં એક દિવસ ઘડિયાણની ગિફ્ટ આપવાના બહાની વાડી મંદિરની નીચેના રૂમમાં બોલાવી હતી. જેથી હું જતાં મારી સામે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ઘટના અંગે કોઈને કહીશ તો દવા પીને આપઘાત કરી લઈશ તેવું જણાવી સ્વામીએ મારા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ એક સ્વામીના વ્હોટ્સએપ ગૃપમાં બિભસ્ત વાતો કરવાનું અને ન્યૂડ ફોટો આપવાનું કહેતા હતા. તેમજ ગૃપમાં ન્યૂડ વીડિયો કોલ કરાવી બિભસ્ત હરકતો કરવાનું કહેતા હતા. તેઓને કડકમાં કડક સજા થવી જોઇએ, જેથી બીજી કોઇ છોકરી સાથે મારા જેવું ન થાય. એચ. પી. સ્વામી, કે. પી. સ્વામી અને જે. પી. સ્વામી સામે કડકમાં કડક સજા થવી જોઈએ.

યુવતીએ ફરિયાદમાં કહ્યું કે, આ સ્વામી વોટ્સએપ ગ્રૂપમાં ન્યૂડ વીડિયો કોલ કરાવતા હતા. એટલું જ નહિ, તેના ન્યૂડ ફોટો અને ખરાબ વાત પણ વોટ્સએપ ગ્રૂપમાં કરતા હતા. તેઓએ મારી પાસેથી ન્યૂડ વીડિયો કોલ પણ કરાવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, આ બધુ થયું ત્યારે યુવતી સગીરા હતી, તેની ઉંમર 14 વર્ષની હતી. હાલ તે 23 વર્ષની થઈ છે. તેણે ફરિયાદમાં કહ્યું કે, એ સમયે મારી પાસે કોઈ સોર્સ નહોતો કે હું પોલીસ ફરિયાદ કરી શકું. જગત પાવન સ્વામી પાસે તેના મારા ન્યૂડ ફોટો અને વીડિયો પણ છે, જે તાત્કાલિક ડિલિટ કરવામાં આવે. આ સાથે જ જગત પાવન સ્વામીને કડકમાં કડક સજા કરવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news