Shaniwar Upay: શનિવારે આ ઉપાય કરવાથી શનિની ઢૈયા અને સાડાસાતીના કારણે આવેલી સમસ્યાઓ થઈ શકે છે દુર

Shaniwar Upay: શનિની સાડાસાતી ત્રણ ચરણમાં પસાર થાય છે. પ્રથમ ચરણમાં વ્યક્તિને ભૂમિ, ભવન અને સંપત્તિ વગેરેની સમસ્યા ભોગવી પડે છે. સાડાસાતીના બીજા ચરણમાં વ્યક્તિને પૈસાની તંગી અને કારણ વિના વાદ-વિવાદનો સામનો કરવો પડે છે. ત્રીજા ચરણમાં પહેલા બે ચરણ કરતા ઓછા કષ્ટ ભોગવવા પડે છે.  

Shaniwar Upay: શનિવારે આ ઉપાય કરવાથી શનિની ઢૈયા અને સાડાસાતીના કારણે આવેલી સમસ્યાઓ થઈ શકે છે દુર

Shaniwar Upay: નવગ્રહમાં શનિદેવનું નામ જ્યારે આવે છે તો લોકોના મનમાં ચિંતા અને ભય વ્યાપી જાય છે. કારણ કે કુંડળીમાં શનિ સંબંધિત દોષ હોય તો વ્યક્તિને જીવનમાં અનેક કષ્ટ ભોગવવા પડે છે. હિન્દુ ધર્મમાં શનિ ગ્રહને ન્યાયના દેવતા અને કર્મ અનુસાર ફળ આપનાર દેવતા તરીકે પૂજવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ રંકને રાજા અને રાજાને રંક પણ પળવારમાં બનાવી શકે છે. ખાસ કરીને જે લોકોની શનિની ઢૈયા કે સાડાસાથી ચાલતી હોય તેમના જીવનમાં અનેક કષ્ટ આવે છે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કુંડળીમાં શનિ સંબંધિત કોઈ દોષ ઉત્પન્ન થાય છે કે પછી વ્યક્તિની ઢૈયા કે સાડાસાતી ચાલતી હોય તો તેને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. કોઈપણ વ્યક્તિની કુંડળીમાં ઢૈયા હોય તો તે અઢી વર્ષ ચાલે છે અને સાડાસાતી સાડા સાત વર્ષ સુધી ચાલે છે. 

શનિની સાડાસાતી ત્રણ ચરણમાં પસાર થાય છે. પ્રથમ ચરણમાં વ્યક્તિને ભૂમિ, ભવન અને સંપત્તિ વગેરેની સમસ્યા ભોગવી પડે છે. સાડાસાતીના બીજા ચરણમાં વ્યક્તિને પૈસાની તંગી અને કારણ વિના વાદ-વિવાદનો સામનો કરવો પડે છે. ત્રીજા ચરણમાં પહેલા બે ચરણ કરતા ઓછા કષ્ટ ભોગવવા પડે છે. જો તમારી પણ શનિની સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય તો નીચે દર્શાવેલા ઉપાય તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. આ ઉપાય કરવાથી શનિ સંબંધિત કષ્ટથી રાહત મળે છે. 

શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય 

- શનિવારના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરો.

- શનિ મંદિરમાં જઈને સરસવના તેલમાં કાળા તલ ઉમેરીને દીવો કરો. સાથે જ આ દિવસે તેલ કાળા કપડા અથવા તો અડદની દાળનું દાન કરો. 

- શનિની સાડાસાતીથી બચવા માટે સાત મુખી રુદ્રાક્ષને વિધિ વિધાનથી ધારણ કરો. 

- શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારે ધતુરાના મૂળનો ટુકડો લઈ તેને ધારણ કરો. 

- શનિવારે સવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરો અને સાંજે તેની નીચે સરસવના તેલનો દીવો કરો. 

- શનિવારના દિવસે હનુમાનજીની ઉપાસના કરો. 

- શનિવારના દિવસે કોઈ વૃદ્ધ, ગરીબ કે લાચાર વ્યક્તિની યથાશક્તિ મદદ કરો. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 

- શનિવારે કીડી અને માછલીને લોટ ખવડાવો. તેનાથી શનિ સંબંધિત કષ્ટ ઘટે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news