ટીમ ઈન્ડિયાનો વધુ એક ક્રિકેટર અક્ષર પટેલ આવતીકાલે લગ્નના બંધનમાં બંધાશે, જાણો કોણ છે મંગેતર મેહા પટેલ

ટીમ ઈન્ડિયાના ખેલાડી અક્ષર પટેલ અને મેહા પટેલ બન્ને ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. અક્ષર અને મેહાની મહેંદી રસમ કરવામાં આવી છે. ત્યારે માહિતી મળી રહી છે કે અક્ષર પટેલના લગ્ન ગુજરાતી વિધી અનુસાર કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાનો વધુ એક ક્રિકેટર અક્ષર પટેલ આવતીકાલે લગ્નના બંધનમાં બંધાશે, જાણો કોણ છે મંગેતર મેહા પટેલ

નચેકેત મહેતા/ખેડા: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ આવતીકાલે લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યા છે. ભારતીય ટીમનો વધુ એક ખેલાડી આ મહિને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આ પહેલા કેએલ રાહુલે અથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ગુજ્જુ સ્ટાર ખેલાડી અક્ષર પટેલના લગ્ન 26 જાન્યુઆરીના રોજ થવાના છે. અક્ષર પટેલ મેહા પટેલ સાથે લગ્ન કરશે.

No description available.

ટીમ ઈન્ડિયાના ખેલાડી અક્ષર પટેલ અને મેહા પટેલ બન્ને ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. અક્ષર અને મેહાની મહેંદી રસમ કરવામાં આવી છે. ત્યારે માહિતી મળી રહી છે કે અક્ષર પટેલના લગ્ન ગુજરાતી વિધી અનુસાર કરવામાં આવશે. અક્ષર-મેહાએ એક વર્ષ પહેલાં સગાઈ કરી હતી. વડોદરા ખાતે અક્ષર પટેલ લગ્ન કરશે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 25, 2023

No description available.

ટીમ ઇન્ડિયાનો સ્પિનિંગ-ઑલરાઉન્ડર અક્ષર પટેલ મંગેતર મેહા પટેલ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. વડોદરામાં જેડ ગાર્ડન ખાતે બારાત અને લગ્નનો મુખ્ય કાર્યક્રમ ૨૬ જાન્યુઆરીએ યોજાશે. જોકે આખો પ્રોગ્રામ ચાર દિવસનો છે, જેમાં 24મીએ પિપલાદના શ્રીજી ઉપવનમાં મ્યુઝિકલ મહેંદી રસમ બાદ આજે વડોદરાની કબીર હોટેલમાં ગણેશ સ્થાપના અને માંડવા મૂહુર્ત તેમ જ હલ્દીના પ્રોગ્રામનું આયોજન છે. 26મીએ વેડિંગ બાદ 27મી જાન્યુઆરી એ નડિયાદ ખાતે આવેલ ઉત્તરસન્ડાના આરાધ્ય પાર્ટી લૉન્સમાં રિસેપ્શન યોજાશે. 

No description available.

આ લગ્નમાં ભારત અને બરોડાના કેટલાક પસંદગીના ખેલાડીઓ જ સામેલ થશે. જો કે અક્ષર પટેલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. છેલ્લા બે વર્ષોમાં આપણે ઘણા ક્રિકેટરો અને બોલિવૂડના એ-લિસ્ટર્સને તેમના ડી-ડે પર જોયા છે. કેએલ રાહુલે સફેદ કુર્તા સાથે આથિયા શેટ્ટીના લાઇટ પેસ્ટલ કલરને મેચ કર્યો હતો. તો તે પહેલા કોહલીએ અનુષ્કા શર્માના ગુલાબી લહેંગા સાથે હળવા હાથીદાંતના કુર્તા પસંદ કરીને એક પરફેક્ટ લુક બનાવ્યો હતો, જેના પછી બંનેના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. આ બધું જોઈને લાગે છે કે અક્ષર અને મેહાના લગ્નમાં પણ કંઈક આવું જ થવાની સંભાવના છે. લગ્નમાં લગભગ 250 થી 300 મહેમાનો આવવાની ધારણા છે. જો કે હજુ સુધી રિસેપ્શનની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

No description available.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ જેની સાથે લગ્ન કરવાના છે તે મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તેણીને ફરવાનો ખૂબ જ શોખ છે, તેણીને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ સ્થળોએ ફરવાનું પસંદ છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે, જેના કારણે તે પોતાની અને અક્ષર પટેલની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

No description available.

અક્ષરે તેના 28મા જન્મદિવસના અવસર પર મેહાને ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જે બાદ બંનેએ એકબીજાને વીંટી પહેરાવીને સગાઈ કરી લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news