હવામાંથી પાણી બનાવાશે અમદાવાદ! 4 સ્થળોએ લાગ્યા મશીન, રેલયાત્રી-કર્મચાળીઓને મળશે શુદ્ધ પાણી
રેલવે કર્મચારીઓ અને મુસાફરો પરંપરાગત પાણીના સ્ત્રોતો પર આધાર રાખ્યા વિના, સ્વચ્છ પીવાના પાણીનો સતત પુરવઠો પૂરો પાડવા માટે વારંવાર AWGની પ્રશંસા કરે છે. આ એટમોસ્ફેરિક વોટર જનરેટર પ્રતિદિન પ્રતિ યુનિટ 100 લિટર સ્વચ્છ પીવાના પાણીનું ઉત્પાદન કરવા સક્ષમ છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: પશ્ચિમ રેલવેએ મુસાફરો અને રેલવે કર્મચારીઓની સુવિધાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા અમદાવાદ મંડળના ચાર મુખ્ય સ્થળોએ એટમોસ્ફેરિક વોટર જનરેટર (Atmospheric water generators) સ્થાપિત કર્યા છે. દરેક વાતાવરણીય વોટર જનરેટરની ક્ષમતા દરરોજ 100 લીટર છે, આ એટમોસ્ફેરિક વોટર જનરેટરની મદદથી કર્મચારીઓ માટે દરરોજ સ્વચ્છ પીવાલાયક પાણી તૈયાર કરવામાં આવશે. એટમોસ્ફેરિક વોટર જનરેટર (AWG) એરોવોટર એ ભેજ અને તાપમાન સંચાલિત મશીન છે જે એક પ્રક્રિયાનો ઉપયોગ કરીને હવામાંથી પાણી બનાવે છે.
મશીનો બે હેતુઓ પૂરા પાડે છે...
પાણી બનાવવાની સાથે સાથે બહારની હવાને કન્ડિશનીંગ કરવી જેનાથી આ આજે ઉપલબ્ધ સૌથી અનોખા ઉર્જા કાર્યક્ષમ વોટર જનરેટર બની જાય છે. રેલવે કર્મચારીઓ અને મુસાફરો પરંપરાગત પાણીના સ્ત્રોતો પર આધાર રાખ્યા વિના, સ્વચ્છ પીવાના પાણીનો સતત પુરવઠો પૂરો પાડવા માટે વારંવાર AWGની પ્રશંસા કરે છે. આ એટમોસ્ફેરિક વોટર જનરેટર પ્રતિદિન પ્રતિ યુનિટ 100 લિટર સ્વચ્છ પીવાના પાણીનું ઉત્પાદન કરવા સક્ષમ છે. જેને અમદાવાદ મંડળ પર સાબરમતી સ્ટેશન, ઈન્ટીગ્રેટેડ કોચિંગ ડેપો સાબરમતી,ગાંધીધામ અને મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અમદાવાદ ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ સ્થાનો પર રેલ્વે સ્ટાફ અને મુસાફરોની દૈનિક પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એટમોસ્ફેરિક વોટર જનરેટર સક્ષમ છે. એટમોસ્ફેરિક વોટર જનરેટરની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.
1. વિશ્વસનીયતા
ગાંધીધામ સ્ટેશન પરના મુસાફરો દ્વારા એટમોસ્ફેરિક વોટર જનરેટર દ્વારા ઉત્પન્ન કરાયેલ સ્વચ્છ પાણીની પ્રશંસા કરવામાં આવી છે કે ગાંધીધામ જેવા દૂરસ્થ અથવા પડકારજનક વાતાવરણમાં પણ પીવાનું શુદ્ધ પાણી પૂરું પડી શકે છે, જ્યાં સ્વચ્છ પાણીની પહોંચ મર્યાદિત છે.
2. પાણીની ગુણવત્તા:
રેલ્વે કર્મચારીઓ અને મુસાફરો એટમોસ્ફેરિક વોટર જનરેટર દ્વારા ઉત્પાદિત પાણીની શુદ્ધતા અને સ્વાદનો ઉલ્લેખ કરે છે તથા તેની તાજગી અને સ્વચ્છતા માટે પ્રશંસા કરે છે.
3. ટકાઉપણું:
બધા વપરાશકર્તાઓ એટમોસ્ફેરિક વોટર જનરેટર ના પર્યાવરણને અનુકૂળ પાસાને મહત્ત્વ આપે છે કારણ કે તેઓ બોટલના પાણી પર નિર્ભરતા ઘટાડે છે અને પ્લાસ્ટિકનો કચરો ઘટાડે છે.
4. સગવડતા:
એટમોસ્ફેરિક વોટર જનરેટર ના ઉપયોગમાં સરળતા અને ઓછી જાળવણીની જરૂરિયાતો માટે પ્રશંસા કરવામાં આવી છે જે તેમને રેલવે સ્ટેશનોમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે એક વ્યવહારુ વિકલ્પ બનાવે છે.
5. સ્વાસ્થ્ય લાભો:
કર્મચારીઓ એટમોસ્ફેરિક વોટર જનરેટર દ્વારા ઉત્પાદિત પાણીની સલામતી અને આરોગ્ય વિશે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે જેણે વપરાશકર્તાઓમાં વધુ સારા સ્વાસ્થ્યમાં યોગદાન મળ્યું છે.
આ ચાર સ્થળોએથી સકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયા જે દર્શાવે છે કે ટકાઉ રીતે વિશ્વસનીય,સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવામાં એટમોસ્ફેરિક વોટર જનરેટર મહત્વની ભૂમિકા ભજવે છે. આનાથી મુસાફરો અને રેલવે કર્મચારીઓમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે