ભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા પર લગાવ્યો દાવ
દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપે પોતાના ઘણા ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ભાજપે અન્ય પાર્ટીઓમાંથી આવેલા ઘણા નેતાને પણ ટિકિટ આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં અબકી બાર 400 પારનો નારો આપીને ચૂંટણી મેદાનમાં ઉતરેલી ભાજપે બીજા પક્ષમાંથી આવેલા નેતાઓેને ટિકિટ આપી છે.... UP ચૂંટણી પહેલાં પાર્ટીમાં આવેલાં જિતિન પ્રસાદ હોય કે પૂર્વ પ્રધાનમંત્રી નીરજ શેખર કે પછી પૂર્વ CM અમરિંદર સિંહના પત્ની પરનીત કૌર... ભાજપે 10 એવા આયાતી મોટા ચહેરાને ટિકિટ આપી છે જેમના ખભા પર કમળ ખીલવવાની જવાબદારી છે... ત્યારે કોણ છે આ ચહેરા?... જોઈશું આ અહેવાલમાં...
આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અબકી બાર 400 પારનો નારો આપીને રણ મેદાનમાં ઉતરી છે.... જેમાં કોંગ્રેસ, સપા, બસપા અને આમ આદમી પાર્ટીમાંથી આવેલા નેતાઓને દિલ ખોલીને ટિકિટ આપી છે.... ત્યારે કોણ છે આ ચહેરા?... તેના પર નજર કરીએ તો....
નામ: નીરજ શેખર
પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરના પુત્ર....
સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં જોડાઈ ગયા....
હાલ ભાજપમાંથી રાજ્યસભાના સાંસદ છે....
પાર્ટીએ બલિયા બેઠક પરથી ટિકિટ આપી છે....
નામ: જ્યોતિરાદિત્ય સિંધિયા....
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા....
હાલ ભાજપમાંથી રાજ્યસભાના સાંસદ છે....
મોદી કેબિનેટમાં નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે કાર્યરત....
પાર્ટીએ ગુના બેઠક પરથી ટિકિટ આપી છે...
નામ: ઠાકુર જયવીર સિંહ....
બસપામાંથી ભાજપમાં જોડાયા....
હાલ મૈનપુરી સીટ પરથી ધારાસભ્ય....
હાલ યોગી કેબિનેટમાં મંત્રીનો હોદ્દો સંભાળે છે....
પાર્ટીએ મૈનપુરી લોકસભાની ટિકિટ આપી છે....
ભાજપે આ વખતે સૌથી મોટો ઉલટફેર કરતાં સાંસદ વરૂણ ગાંધીનું પત્તું કાપી નાંખ્યું... અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં જિતિન પ્રસાદને મેદાનમાં ઉતાર્યા.... જિતિન પ્રસાદને ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે... જિતિન પ્રસાદ હાલમાં યોગી સરકારમાં મંત્રી છે....
પાર્ટીએ અન્ય કેટલાંક ચહેરાઓને પણ ટિકિટ આપીને લોકસભાના રણમાં મોકલ્યા છે... તેના પર નજર કરીએ તો...
નામ: રિતેશ પાંડેય....
2019માં બસપામાંથી ભાજપમાં જોડાયા....
રિતેશના પિતા રાકેશ પાંડે સપાના ધારાસભ્ય છે...
ભાજપે આંબેડકનગર બેઠક પરથી ટિકિટ આપી છે...
નામ: કૃપાશંકર સિંહ....
મહારાષ્ટ્ર કોંગ્રેસનો કદાવર ચહેરો....
ભાજપે જૌનપુર બેઠક પરથી ટિકિટ આપી છે...
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે પણ કામ કર્યુ છે...
નામ: અનિલ એન્ટની....
કેરળના પૂર્વ સીએમ એ.કે.એન્ટનીના પુત્ર છે....
કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા....
ભાજપે દક્ષિણ કેરળ બેઠક પરથી ટિકિટ આપી છે....
ભાજપે પરનીત કૌરને પણ ટિકિટ આપી છે... પરનીત કૌર 2019માં કોંગ્રેસની ટિકિટ પરથી પટિયાલા બેઠક પરથી જીત મેળવી હતી.... પરનીત કૌર પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પત્ની છે...
કોંગ્રેસમાંથી હાલમાં જ ભાજપમાં જોડાયેલા રવનીત સિંહ બિટ્ટુને પણ ટિકિટ મળી છે.... 2019માં રવનીત કોંગ્રેસની ટિકિટ પરથી લુધિયાણા બેઠક પરથી તે સાંસદ બન્યા હતા... જોકે આ વખતે તે ભાજપની ટિકિટ પરથી લુધિયાણા બેઠક પર ચૂંટણી લડશે....
ભાજપે આમ આદમી પાર્ટીના નેતાને પણ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.. તેના પર નજર કરીએ તો...
નામ: સુશીલ કુમાર રિંકુ....
આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા....
જલંધર બેઠક પર પેટાચૂંટણીમાં બન્યા હતા સાંસદ....
ભાજપે જલંધર બેઠક પરથી ટિકિટ આપી છે....
લોકસભાની ચૂંટણી લડી રહેલાં આ ઉમેદવારો સિવાય અનેક મોટા નેતાઓએ પણ બીજેપીનો ખેસ ધારણ કર્યો હતો.... જેમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણથી લઈને મધ્ય પ્રદેશના કદાવર નેતા સુરેશ પચૌરી સુધી અનેક મોટા નેતા કેસરિયો ખેસ પહેરી ચૂક્યા છે.... અશોક ચવ્હાણને તો પાર્ટીએ રાજયસભામા મોકલી દીધા છે.... જ્યારે કોંગ્રેસ અને અન્ય પાર્ટીમાંથી આવેલા મોટા નેતા ચૂંટણીમાં કેટલી ઈમ્પેક્ટ નાંખશે તે તો ચૂંટણીના પરિણામ બતાવશે....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે