BIG BREAKING: બળાત્કારી આસારામ ગુજરાતમાં હજુ પણ ભગવાન, શાળામાં નાના બાળકોના હાથે ઉતારાઈ આરતી
મહીસાગર લુણાવાડાની જામાં પગીના મુવાડા પ્રાથમિક શાળામાં બળાત્કારી આસારામના બેનર લગાવીને તેની આરતી ઉતારવામાં આવી હતી. 14 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુંધીમાં રોજ માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી.
Trending Photos
ઝી બ્યુરો/મહીસાગર: લુણાવાડાની જામાં પગીના મુવાડા પ્રાથમિક શાળા વિવાદમાં સપડાઈ છે. અહીં શાળામાં યોજાયેલ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ દરમ્યાન બળાત્કારની સજા ભોગવી રહેલા આશારામની આરતી ઉતારવામાં આવી હતી. બળાત્કારના આરોપી આસારામના ફોટાની વિદ્યાર્થીઓ પાસે પૂજા કરાવી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આશારામના ફોટા સાથે પૂજા કરાવી હતી.
મહીસાગર લુણાવાડાની જામાં પગીના મુવાડા પ્રાથમિક શાળામાં બળાત્કારી આસારામના બેનર લગાવીને તેની આરતી ઉતારવામાં આવી હતી. 14 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુંધીમાં રોજ માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી. તેમાં સરકારી શાળાનો ઉદ્દેશ્ય સારો હતો, પરંતુ બળાત્કારના આરોપી આસારામનું બેનર અને ફોટો મુકતા વિવાદ થયો છે. પ્રાથમિક શાળા ખાતે બાળકોના વાલીઓને બોલાવી માતૃ પિતૃ પૂજન કાર્યકમ યોજાયો હતો. પરંતુ અહીના દ્રશ્યો લોકોને વિચલિત કરે તેમ હતા.
બળાત્કારી આસારામ ગુજરાતમાં હજુ પણ ભગવાન, શાળામાં નાના બાળકોના હાથે ઉતારાઈ આરતી#Asaram #Gujarat #School #Mahisagar #ZEE24Kalak pic.twitter.com/5HYXfch0E7
— Zee 24 Kalak (@Zee24Kalak) February 17, 2023
આ કાર્યકમમાં બળાત્કારના આરોપી આસારામના ફોટાની પૂજા કરવામા આવી હતી. બળાત્કારના આરોપી આસારામના પ્રવચન સંભળાવી આસારામના ફોટાની પૂજા કરવામાં આવી હતી. બળાત્કારના આરોપી આસારામના ફોટાનું પૂજન કરાવી બાળકોને કયા પ્રકારના સંસ્કાર આપવા માંગે છે શાળા? તેવા અનેક સવાલો ઉભા થયા છે.
ફોટો મુકીને આરતી પુજા કરવામાં આવી
શાળાના કાર્યક્રમમાં બળાત્કારની સજા ભોગવતા બળાત્કારી આશારામના ફોટાવાળું બેનર લગાવાયું હતું. બેનરમાં ઉલ્લેખ હતો કે “પૂજ્ય સંતશ્રી આશારામ બાપુ પ્રેરિત માતૃ પિતૃ પૂજન દિવસ આવો ઉજવીએ સાચો પ્રેમ દિવસ” આ પ્રકારના બેનરની સાથે સાથે બાળકોની ઉપસ્થિતમાં જ આશારામની તસ્વીર મુકવામાં આવી હતી. બાળકો, માતા પિતા અને મહેમાનોની હાજરીમાં આસારામની તસવીરની આરતી ઉતારવામાં આવી હતી. હાલ તો આ સમગ્ર ઘટના ભારે વિવાદિત બની છે અને ફોટા વાયરલ થઇ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આસારામને કોર્ટે દ્વારા બળાત્કારના દોષી ઘોષિત કરી સજા પણ ફટકારી છે. બળાત્કારના ગુન્હાની સજા જેલમાં ભોગવી રહ્યો છે. આવા ગુનેગાર આશારામના ફોટાની આરતી ઉતારી શાળાના શિક્ષક બાળકો તેમજ તેમના માતા પિતા સમક્ષ શું સાબિત કરવા માંગે છે તે એક મોટો સવાલ ઉભો થાય છે.
ગુજરાતની વધુ એક સરકારી શાળામાં લંપટ અને દુષ્કર્મી આસારામની આરતી
ગુજરાતની વધુ એક સરકારી શાળામાં લંપટ અને દુષ્કર્મી આસારામની આરતી ઉતારવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. જી હા.. મહીસાગર જિલ્લાની વધુ એક શાળામાં દુષ્કર્મી લંપટ આસારામની આરતી ઉતારવામાં આવી હોવાની તસવીરો સામે આવી છે. કડાણા તાલુકાની રાણકપુરની સરકારી પ્રાથમિક શાળામાં લંપટ આસારામની આરતી ઉતારવામાં આવી હોવાની તસવીરો સામે આવી છે. મહીસાગર જિલ્લાની આ બીજી એવી પ્રાથમિક શાળા છે જ્યાં લંપટ અને દુષ્કર્મી આસારામની આરતી ઉતારવામાં આવી હોય.
સરકારી પ્રાથમિક શાળામાં, જનતાના ટેક્સમાંથી પગાર મેળવતા સરકારી શિક્ષકો ગુરુની ભૂમિકાનો અનાદર કરીને લંપટ આસારામની આરતી ઉતારી રહ્યા છે. શિક્ષણમંત્રી જુઓ...સરકારી શાળાઓમાં શું ચાલી રહ્યું છે? શિક્ષણમંત્રી જુઓ... સરકારી શાળાના શિક્ષકો દુષ્કર્મી આસારામની આરતી ઉતારીને આપણાં બાળકોને કેવા સંસ્કાર આપી રહ્યા છે? જે લંપટ આસારામને ગાંધીનગરની કોર્ટે એક પખવાડિયા પહેલાં દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે એ જ આસારામની આરતી ઉતારી રહી છે.
ગુજરાત સરકારની પ્રાથમિક શાળાઓ. સરસ્વતીના ધામમાં માતા સરસ્વતીની પૂજા કરવાની હોય તેના બદલે સરકારી શિક્ષકો બાળકોની સામે બળાત્કારી આસારામની આરતી ઉતારી રહ્યા છે. સમગ્ર દેશમાં મોડલ સ્ટેટ ગણાતું ગુજરાત દેશને શું સંદેશો આપી રહ્યું છે તે જુઓ... જે લંપટ આસારામે રાજસ્થાન અને ગુજરાતની દીકરીઓ પર દુષ્કર્મ આચરીને તેમની જિંદગી તહસનહસ કરી નાખી, જે આસારામે પોતાના પાપમાંથી બચવા માટે કેસના સાક્ષીઓનું ખૂન કરાવ્યું એ જ નરાધમ, હેવાન, શેતાન અને લંપટ આસારામની ગુજરાતની શાળાઓમાં આરતી ઉતારી રહ્યા છે આપણા કહેવાતા શિક્ષકો. અરે શરમ શરમ કરો તમને શિક્ષક કહેતાં પણ શરમ આવે છે અમને. તમે ગુરુ નહીં તમે લઘુ છો. તમે ગુજરાતનાં બાળકોને, ગુજરાતના ભવિષ્યને શું સંસ્કાર આપી રહ્યા છો તે જુઓ...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે