ગુજરાતના પ્રભારીની જવાબદારી સંભાળ્યા બાત તુરંત જ રઘુ શર્મા ગુજરાત યાત્રાએ આવ્યા
Trending Photos
ગૌરવ દવે/ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે નવ નિયુક્ત ડો રઘુ શર્મા અમદાવાદની મુલાકાત આવ્યા છે. નવા પ્રભારીનું કોંગ્રેસ દ્વારા એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રઘુ શર્મા અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમની મુલાકાત કરી હતી. તેમજ ભદ્રકાળી મંદિર અને જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા. કોંગ્રેસ કાર્યલાય ખાતે સિનિયર નેતાઓ સાથે રઘુએ પહેલા જ દિવસે વન ટુ વન બેઠક શરૂ કરી હતી.
ગુજકાત કોંગ્રેસ પ્રભારી તરીકે નિયુક્ત થયેલા રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી ડો રઘુ શર્મા બે દિવસની ગુજરાત મુલાકાતે છે. કોંગ્રેસ ફરી એકવાર બેઠી કરવા રઘુ શર્મા વિશેષ જવાબદારી સોપાઇ છે. રઘુ શર્માનું એરપોર્ટ પર ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ રઘુ શર્મા સાબરમતી આશ્રમ મુલાકત લઇ ચરખો પણ કાતર્યો હતો. નગર દેવી ભદ્રકાળી મંદિર ખાતે પુજા અર્ચના કરી હતી. ત્યારે બાદ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પણ ભગવાન સમક્ષ શિસ જૂકાવ્યા હતા. કોગ્રેસ કાર્યલાય ખાતે મહિલા કોંગ્રેસે પણ રઘુ શર્માનું ગુજરાતની પરંપરા અંતર્ગત સામૈયું કરાયું હતું.
કોન્સ્ટેબલે મહિલા અધિકારીને કહ્યું, ક્યાં સુધી ફરિયાદો નોંધતા રહેશો ક્યારેક એન્જોય પણ કરો અને પછી...
આ ઉપરાત સેવાદળના કાર્યકર્તાઓ ગાર્ડ ઓફ ઓનર કર્યું હતું. રઘુ શર્માએ ગુજરાત પ્રવાસે દરમ્યાન ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે, હું રાજસ્થાનમાં આરોગ્ય મંત્રી છું. જેથી રાજસ્થાન પ્રજા સુરક્ષિત છે. જ્યારે અહીં મુખ્યમંત્રી સહિત આખા મંત્રી મંડળને હાંકી કઢાઇ છે. તે બતાવે છે કે તેઓ કોરોનામાં કામગીરી નિષ્ફળ રહ્યા છે. ભાજપ માત્ર પ્રજાને નહી સત્તા પ્રેમ કરે છે. રઘુ શર્માએ ગુજકાત કોંગ્રેસમા સંગઠન ફેરબદલના પણ સંકેત આપ્યા હતા. બુથ કક્ષા સુધા સંગઠન મજબુત કરવા અને ભાજપની નિષ્ફળતા સામે કોંગ્રેસ હવે રસ્તા પર આંદોલન કરશે. ૨૦૨૨ ચૂંટણી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. છેલ્લા પાંચ મહિનાથી ગુજકાત કોંગ્રેસના પ્રભારી પદ ખાલી હતું. સ્વ રાજીવ સાતવના નિધન બાદ કોઇ નવી નિંમણૂક કરાઇ ન હતી. કોંગ્રેસ પ્રભારી માટે ૨૦૨૨ ચૂંટણી મોટા પડકાર છે. પ્રભારીએ પ્રથમ દિવસથી જ સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી ગુજરાત કામગીરી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે