જીતુ વાઘાણી ભાવનગર પહોંચીને પવિત્ર ભુમી સામે નતમસ્તક, આશિર્વાદ યાત્રામાં નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો

રાજ્યના શિક્ષણ કેબિનેટ મંત્રી પદે નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત માદરે વતન ભાવનગર આવેલાં નવનિયુક્ત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા. તેમણે ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમાં નારી ચોકડી ખાતે પહોંચી શિશ નમાવીને ભાવેણાંની પવિત્ર ધરતીને નમન કર્યું હતું. શિક્ષણમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભાવનગર આવેલા જીતુ વાઘાણીનું ભાજપના આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ તેઓએ ભાવનગર શહેર કક્ષાની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. યાત્રાના પ્રારંભે શહેર ભાજપ સંગઠને સાફા પહેરેલી ૧૫૧ બહેનો મારફતે મંત્રી વાઘાણીનું અદકેરૂં અભિવાદન કર્યું હતું. આ તકે, સંતો મહંતોએ ખાસ ઉપસ્થિત રહી નવનિયુક્ત મંત્રીને આશીર્વચન પાઠવ્યા હતા.
જીતુ વાઘાણી ભાવનગર પહોંચીને પવિત્ર ભુમી સામે નતમસ્તક, આશિર્વાદ યાત્રામાં નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો

નવનીત દલવાડી/ભાવનગર : રાજ્યના શિક્ષણ કેબિનેટ મંત્રી પદે નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત માદરે વતન ભાવનગર આવેલાં નવનિયુક્ત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા. તેમણે ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમાં નારી ચોકડી ખાતે પહોંચી શિશ નમાવીને ભાવેણાંની પવિત્ર ધરતીને નમન કર્યું હતું. શિક્ષણમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભાવનગર આવેલા જીતુ વાઘાણીનું ભાજપના આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ તેઓએ ભાવનગર શહેર કક્ષાની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. યાત્રાના પ્રારંભે શહેર ભાજપ સંગઠને સાફા પહેરેલી ૧૫૧ બહેનો મારફતે મંત્રી વાઘાણીનું અદકેરૂં અભિવાદન કર્યું હતું. આ તકે, સંતો મહંતોએ ખાસ ઉપસ્થિત રહી નવનિયુક્ત મંત્રીને આશીર્વચન પાઠવ્યા હતા.

ગુજરાત રાજ્યના શિક્ષણ કેબિનેટ મંત્રી બન્યા બાદ જન આશીર્વાદ યાત્રા અંતર્ગત પોતાના વતન ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં રાજપરા ખાતે માં ખોડિયારના દર્શન કરી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર નારી ચોકડી ખાતે તેઓએ ગાડીમાંથી ઉતારતા જ શ્રીફળ વધેરી ભાવેણાંની પવિત્ર ધરતીને નતમસ્તક બની નમન કર્યા હતા. જ્યારે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો દ્વારા જીતુ વાઘાણીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સંતો મહંતોએ ઉપસ્થિત રહી નવનિયુક્ત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને આશીર્વચન પાઠવ્યા હતા. જન આશીર્વાદ યાત્રામાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સાથે સુરેન્દ્રનગરના સાંસદ, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ સહિતના સ્થાનિક ભાજપના આગેવાનો જોડાયા હતા.

જન આશીર્વાદ યાત્રામાં 200 થી વધુ કાર, 500 થી વધુ બાઈક સવાર સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરો અને નગરજનો સ્વયંભૂ જોડાયા હતા. યાત્રામાં કમળ રથ, ઉંટગાડી આકર્ષણ જણાવ્યું હતું. જન આશીર્વાદ યાત્રાના સમગ્ર રૂટ પર જીતુ વાઘાણી ના સ્વાગત માટે ઠેર-ઠેર દાંડિયા રાસ કાર્યક્રમ યોજાયો હતો. તિરંગા ફુગા, બેનરો તેમજ વિવિધ સુશોભનોથી સમગ્ર રૂટને કેસરિયો શણગાર કરવામાં આવ્યો હતું. શહેરના માર્ગો પર નિકળેલી અંદાજે ૯ કિમી લાંબી જન યાત્રા દરમ્યાન નવનિયુક્ત મંત્રી વાઘાણીનું રૂટ પર વિવિધ સ્થળે સ્ટેજ પર વિવિધ જ્ઞાતિના આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ સામાજીક આગેવાનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ યાત્રાના રૂટ દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ, કૃષ્ણકુમારસિંહજી, સ્વામી વિવેકાનંદ સહિતના મહાનુભાવોની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા. શહેરના નારી ચોકડી થી પ્રારંભ થયેલી જન આશીર્વાદ યાત્રા મોડીરાત્રે શહેરના સરદારનગર સર્કલ ખાતે વિરામ પામી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news