ઈન્દ્રનીલ રાજ્યગુરુને કેજરીવાલનો જવાબ, ‘પાર્ટીમાં હતા તો કંઈ ન બોલ્યા, અને હવે...’
Gujarat Elections 2022 : રાજકોટમાં કેજરીવાલના વિરોધમાં કોંગ્રેસ જિંદાબાદના નારા... કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા... ઈન્દ્રનીલ રાજ્યગુરુના સ્વાગત માટે આવ્યા હતા કાર્યકરો...
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલના આગમન સમયે કોંગ્રેસ જીંદાબાદના નારા લાગ્યા હતા. ગઈકાલે આપને અલવિદા કરનાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂના સમર્થનમાં આવેલા કાર્યકર્તાઓએ નારા લગાવ્યા હતા. આ સમયે ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પણ દિલ્હીથી પરત આવી રહ્યા હતા. ત્યારે એરપોર્ટ પર જોવાજેવી થઈ હતી. ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂના આક્ષેપોનો જવાબ આપ્યો હતો.
કેજરીવાલે ઈન્દ્રનીલ રાજ્યગુરુને વળતો પ્રહાર કરતા કહ્યું કે, તેઓ પાર્ટીમાં હતા ત્યારે કંઇ ન કહ્યું, હવે તેઓ બોલી રહ્યાં છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂને સીએમના ઉમેદવાર બનવું હતું, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ લોકોમાં સ્વીકાર્ય ચહેરો નથી, જેથી પાર્ટીને કોઇ ફર્ક નહિ પડે.
દિલ્હીમાં પ્રદૂષણને મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પ્રદુષણ માત્ર દિલ્હીનો પ્રશ્ન નથી. ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોની આ સમસ્યા છે. આ એક રાષ્ટ્રીય સમસ્યા છે. કેન્દ્ર સરકાર આ અંગે આયોજન કરવાને બદલે કેજરીવાલને ગાળો દેવાનું ચાલુ કર્યું છે. પંજાબના ખેડૂતો પરાળી સળગાવી રહ્યા છે, જે માટે ખેડૂતો પણ મજબૂર છે. દિલ્હી સરકાર આ માટે યોગ્ય આયોજન કરી રહ્યા છે, એક વર્ષમાં અમે સફળ આયોજન કરી દેશું.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા, ત્યારે કોંગ્રેસ અને આપના કાર્યકરોના ટોળા એકત્ર થયા હતા. કેજરીવાલ આવે તે પહેલાં જ કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસ જીંદાબાદના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો ઇન્દ્રનીલ રાજગુરૂના સ્વાગત માટે આવ્યા હતા. તે સમયે કેજરીવાલ એરપોર્ટ પર પહોંચતા જ કોંગ્રેસ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે