સોફ્ટવેરને હેક કરી ઓછા ભાવે વેચાણ કરતા એન્જિનિયરની સાયબર ક્રાઇમે કરી ધરપકડ
પોલીસ કસ્ટડીમા જોવા મળતા આરોપી આદિત્ય ભીમરાજકાએ પ્રખ્યાત સોફટવેર કુબેજેક્સને હેક કરીને તેને જુદી જુદી વેબસાઈટ પર વેચાણ માટે મુક્યુ હતુ.
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદઃ પ્રખ્યાત કુબેજેક્સ સોફટવેરને હેક કરીને વેબસાઈટ પર ઓછા ભાવે વેચાણ કરતા સોફટવેર એન્જિનિયરની સાયબર ક્રાઈમે કોલકત્તાથી ધરપકડ કરી છે. આરોપી ટેકનીકલ એકસપર્ટ હોવાથી પૈસા કમાવવા સોફટવેર હેક કરતો હતો.
પોલીસ કસ્ટડીમા જોવા મળતા આરોપી આદિત્ય ભીમરાજકાએ પ્રખ્યાત સોફટવેર કુબેજેક્સને હેક કરીને તેને જુદી જુદી વેબસાઈટ પર વેચાણ માટે મુક્યુ હતુ. 6 મહિના પહેલાં સોફટવેર કપંની પાસે એક ગ્રાહક સોફટવેર ખરીદી કરવા આવ્યો ત્યારે સોફટવેર કપંનીએ ₹4 લાખ કોટેશન મુકયુ હતુ. ત્યારે આ ગ્રાહકે ઊંચા ભાવે સોફટવેર વેચો છો તેમ જણાવ્યુ હતું અને અન્ય વેબસાઈટ પર 15થી 20 હજારમા સોફટવેર મળે છે. આ સોફટવેર કુબેજેક્સની પ્રોડકટ છે. જેનુ લાયસન્સ અને કોપીરાઈટ હોવાથી કોઈ વેચાણ કરી ના શકે. જેથી ગ્રાહકે ફાઈવર, ટ્વીટર, અને ગૂગલમા જુદી જુદી વેબસાઈટ પર સર્ચ કરીને આ પ્રોડકટ વેચાણ માટે મુકયુ હોવાથી કપંનીએ સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવતા છેતરપિંડી કેસમા આરોપીની ધરપકડ કરવામા આવી છે.
આરોપી આદીત્ય ભીમરાજકા મૂળ કોલકત્તાનો રહેવાસી છે. આરોપીએ ડિપ્લોમા ઈન સોફટવેર એન્જીનિયરિંગ, ઓરેકલ એન્જિનિયરિંગ CEPTનો અભ્યાસ કર્યો છે. ટેકનીકલી ખૂબ જ હોશીયાર છે. જેથી ઓછા સમયમા પૈસા કમાવવા કુબેજેક્સ સોફટવેરને હેક કરીને વેબસાઈટ પર વેચાણ માટે મુક્યુ હતુ. આરોપીએ સોફટવેર હેક કરીને ચાર વેબસાઈટ જુદા જુદા નામે બનાવીને તેની ઓછી કિમંતમા વેચાણ માટે મુકી હતી.
સાયબર ક્રાઈમે આ વેબસાઈટના યુઝરનેમ પાસવર્ડ આરોપી પાસેથી મેળવીને મોબાઈલ અને કોમ્પ્યુટર CPU કબ્જે કર્યુ છે. સોફટવેરને હેક કરીને તેને વેચાણ માટે મુકીને સોફટવેર કપંની સાથે છેતરપિંડી કરનાર ટેકનીકલ એકસપર્ટ આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આ આરોપીએ અન્ય કોઈ સોફટવેર હેક કર્યુ છે કે અન્ય કોઈ છેતરપિંડી કરી છે કે નહિ તે મુદ્દે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે