દક્ષિણ ગુજરાતના તાપીમાં ધોધમાર વરસાદ શરૂ, વીજળી પડતા મહિલાનું મોત

રાજ્યમાં વાયુ વાવાઝોડાનું સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સંકટ આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તાપીમાં આકરા તાપથી લોકોને રાહત મળી છે. વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વાતાવરણ બદલાતા કાળા ડિબાંગ વાદળો સર્જાયા છે. 

દક્ષિણ ગુજરાતના તાપીમાં ધોધમાર વરસાદ શરૂ, વીજળી પડતા મહિલાનું મોત

વિનાયક જાદવ/તાપી: રાજ્યમાં વાયુ વાવાઝોડાનું સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સંકટ આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તાપીમાં આકરા તાપથી લોકોને રાહત મળી છે. વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વાતાવરણ બદલાતા કાળા ડિબાંગ વાદળો સર્જાયા છે. 

વ્યારામાં વીજળી પડતા મહિલાનું મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ જિલ્લામાં કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના પગલે તાપી જિલ્લાના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જેના પગલે આ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

દ્વારકા: વાવાઝોડાનું સંકટ, ઓખાથી બેટદ્વારકા જતી ફેરી બોટ અચોક્કસ મુદત સુધી બંધ

તાપીના વ્યારાના ખુશાલપુરા ગામમમાં વીજળી પડતાં ખેતરમાં કામ કરતી વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. મૃતક વૃદ્ધાનું નામ નુંરીબેન વેચયાભાઇ ગામીત હોવાનું બહાર આવ્યું છે. નર્મદા જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતાં સાગબારા ડેડીયાપાડામાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા કાચા મકાનોના છાપરા ઉડ્યા હતા.

ડાંગ જિલ્લાના આહવામાં પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જેથી લોકોને ગરમીમાંથી રાહત મળતી હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news