મહાઠગ કિરણ પટેલનું વધુ એક મોટું કારસ્તાન, પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો આ રીતે પચાવવાનો કર્યો પ્રયાસ

ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવીને જમ્મુ પોલીસને ગેરમાર્ગે દોરનાર મહાઠગ કિરણ પટેલને વધુ એક કારસ્તનો પર્દાફાશ થયો. કિરણ અને તેની પત્ની માલિનીએ મિત્રતા કેળવણીને કરોડોનો બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો.

મહાઠગ કિરણ પટેલનું વધુ એક મોટું કારસ્તાન, પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો આ રીતે પચાવવાનો કર્યો પ્રયાસ

ઉદય રંજન/અમદાવાદ: મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન પોલીસ ચોપડે નોંધાયું. રીનોવેશન નામે બંગલો પચાવી પાડવાના ષડયંત્ર રચ્યું હતું..કિરણ પટેલ અને તેની પત્નીના આ કારસ્તાન લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી. જ્યારે ભોગ બનાર એ કિરણ પટેલ પાછળ રાજકીય પીઠબળ હોવાનો આરોપ લગાવ્યો છે. શું છે આ મહાઠગની નવી ઠગાઇ.

ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવીને જમ્મુ પોલીસને ગેરમાર્ગે દોરનાર મહાઠગ કિરણ પટેલને વધુ એક કારસ્તનો પર્દાફાશ થયો. કિરણ અને તેની પત્ની માલિનીએ મિત્રતા કેળવણીને કરોડોનો બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો. ઘટના કઈક એવી છે કે જમીન લે વેચનો વ્યવસાય કરતા જગદીશ ચાવડાને મહાઠગ કિરણ પટેલ એ PMOના ક્લાસ વન ઓફિસરની ઓળખ આપીને પોતે ટી પોસ્ટ કંપનીમાં ભાગીદાર હોવાનું અને પ્રોપટી લે વેચ કામ કરતો હોવાનો વિશ્વાસ કેળવ્યો હતો..જે બાદ જગદીશ પટેલ એ ઠગ કિરણ પટેલને પોતાનો બંગલો રીનોવેશન નો કોન્ટ્રાકટ આપ્યો હતો.

કિરણ પટેલ અને તેની પત્ની માલિની સાથે મળીને સિંધુભવન પાસે આવેલ નિલકમલ ગ્રીન બંગલાના રીનોવેશન ના 35 લાખ રૂપિયા મેળવી કામ પૂર્ણ કર્યા બાદ બંગલાના માલિક જગદીશ ભાઈ બહારગામ જતા જ ઠગ દંપતીએ બંગલામાં હવન અને વાસ્તુ પૂજન કરાવ્યું હતું. જેમાં બિઝનેસમેન અને પોલિટિકલ વ્યક્તિને મહેમાન તરીકે બોલાવી આ બંગલો કિરણ ખરીદ્યો હોવાનો દાવો કર્યો હતો. ત્યારે બંગલાની બહાર કિરણ પટેલ એ પોતાના નેમ પ્લેટ વાળું બોર્ડ લગાવ્યું હતું...જે બાદ પૂજા કરતા ફોટો અને બંગલાના ફોટો સાથે સિવિલ કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો..જેને લઈ જગદીશ ચાવડાએ ક્રાઇમ બ્રાંચ ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદી જગદીશ ચાવડા એ આક્ષેપ કર્યા છે કે ઠગ કિરણ પટેલ ના અનેક કારસ્તાન છે અને તેની પાછળ રાજકીય પીઠબળ હોવાનો આરોપ લગાવ્યો હતો એટલું જ નહીં જગદીશ ચાવડા એ આક્ષેપ કર્યો હતો કે કિરણ તેને બોર્ડ નિગમમાં પદ આપવાનું, કોર્પોરેશન માં ડાયરેક્ટર કે ચેરમેન બનાવવાની ઓફર આપી હતી અને સરકારી ટેન્ડર મેળવવા માટે તેમને PMO માંથી કામ કઢાવવા માટે રોફ જમાવતો હતો..ફરિયાદી જગદીશ ચાવડા ના નાના ભાઈ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને વિધાનસભામાં ટિકિટ આપવાનું કહીને કિરણ પટેલ મોટી મોટી વાતો કરીને રોફ જમાવતો હતો.

માત્ર આટલું જ નહીં પરંતુ ફરિયાદીએ કરેલ દાવા અને આરોપ પ્રમાણે કિરણ પટેલ રંગીલા મિજાજનો હતો કેમ કે પચાવી પાડેલ બંગલા પર તેની પત્ની અને બીજી પત્ની ઉપરાંત તેની અનેક ગર્લફ્રેન્ડ પણ બંગલા પર લઈને આવતો હતો..જેમાં લક્ઝુરિયસ કાર માં આવીને પોતાની હાઈ પ્રોફાઈલ ની સ્ટાઈલ થી લોકો આકર્ષિત કરતો હતો. આ પ્રકારે ઠગ દંપતીએ ફક્ત જગદીશ ચાવડા જ નહીં પરંતુ ઘોડાસર નું એક મકાન પચાવી પાડ્યું છે.

હાલ ઠગ કિરણ પટેલ શ્રીનગર જેલ કસ્ટડીમાં છે ક્રાઇમ બ્રાંચની ટીમ ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલને કસ્ટડી મેળવશે પરતું આ ઠગાઇના કેસમાં કિરણ પટેલ એ કોર્ટ નો સહારો લીધો હોવાના કારણે ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલને 7 દિવસની નોટિસ આપ્યા બાદ જ ધરપકડ કરી શકશે..જેથી હાલ તો ભુર્ગભ માં ગયેલી કિરણ પટેલની પત્ની માલિની શોધખોળ કરવામાં આવી રહી છે..ત્યારે થોડા દિવસમાં જગદીશ ચાવડા કિરણ પટેલ ના કારસ્તાન ખુલાસા કરે તેવો ઘટસ્ફોટ કર્યો છે..જોવું રહ્યું કે ઠગ કિરણ પટેલ ની તપાસ માં કેટલા લોકોની સંડોવણી સામે આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news