'જેટલો દારૂ પીવાય એટલે પીવો, દેશભરમાં છુટ છે એટલે સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી': જગમલ વાળા

દિલ્હી અને અમદાવાદના વેજલપુર બાદ આમ આદમી પાર્ટીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ મામલે આપના દિગ્ગજ નેતા જગમલ વાળાનો બેફામ વાણી વિલાસનો વીડિયો વાયરલ થયો છે.
 

'જેટલો દારૂ પીવાય એટલે પીવો, દેશભરમાં છુટ છે એટલે સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી': જગમલ વાળા

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક્શનમાં આવીને નિવેદનબાજી કરી રહ્યા છે. પરંતુ ક્યારેક જનતા વચ્ચે ઉમેદવારો ઉત્સાહમાં બફાટ પણ કરે છે, જેના કારણે તેમણે વિવાદનું કારણ બનવું પડે છે. હાલ ગુજરાતમાં દારૂબંધીને લઈને અનેક નિવેદનબાજી થઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના વધુ એક ઉમેદવારે વહેતી ગંગામાં હાથ ધોયા છે. એટલે ગુજરાત અને દારૂ મામલે આમ આદમી પાર્ટીના વધુ એક ઉમેદવારે બફાટ કરીને ચારેબાજુ ચર્ચાનો વિષય બનાવ્યો છે.

દિલ્હી અને અમદાવાદના વેજલપુર બાદ આમ આદમી પાર્ટીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ મામલે આપના દિગ્ગજ નેતા જગમલ વાળાનો બેફામ વાણી વિલાસનો વીડિયો વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે જગમલ વાળા ગીર સોમનાથના આપના ઉમેદવાર છે, જેમનો વિડિયો વાયરલ થયો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 22, 2022

જગમલ વાળાના વાયરલ વીડિયોમાં શું કહ્યું?
આપના દિગ્ગજ નેતા જગમલ વાળાનો દારૂ મામલે બેફામ વાણી વિલાસમાં તેઓ ચૂંટણી પ્રચારમાં જ દારૂ પીવાનો પરવાનો આપી રહ્યા છે. દિલ્હીની લીકર પોલિસી અને વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલના વિવાદ બાદ આ દિગ્ગજ નેતાનો નવો વિવાદથી ખળભળાટ મચ્યો છે. તેઓ જાહેરમાં કહી રહ્યા છે કે, ચૂંટણીમાં જેટલો દારૂ પીવાય એટલે પીવો. દુનિયા ભરના દેશોમાં દારૂ પીવાય છે. મોટા ડોકટરો અને Ips, ias અધિકારીઓ પણ દારૂ પીવે છે. ભારતમાં પણ ગુજરાત સિવાય બધા રાજ્યોમાં દારૂની છૂટ છે. વિશ્વના 196 દેશોમાં દારૂ પીવાય છે. ગુજરાત સિવાય દેશ ભરમાં દારૂની છુટ છે એટલે સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી. 

કોંગ્રેસની પ્રતિક્રિયા
ગીર સોમનાથના આપના ઉમેદવારના વાઇરલ વીડિયો મામલે ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં પ્રદેશ મીડિયા સેલ કન્વીનર હેમાંગ રાવલે આપ પર આકરા પ્રહારો કર્યા છે. હેમાંગ રાવલે જણાવ્યું કે, આપના ઉમેદવારનો આ વાણી વિલાસ તેમનું ચાલ અને ચરિત્ર દર્શાવે છે. તેમના મનીષ સીસોદીયા પણ લિકર પોલિસી અને વેજલપુરના ઉમેદવાર પણ વિવાદમાં આવી ચુક્યા છે. આપના આ ઉમેદવારના બફાટથી ગાંધીના ગુજરાતમાં યુવાઓનું ભવિષ્ય અંધકારમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news