Bhagwat-ilyasi Meeting: દિલ્હીની મસ્જિદમાં પહોંચ્યા RSS પ્રમુખ મોહન ભાગવત, ઇમામે ગણાવ્યા 'રાષ્ટ્ર ઋષિ'
Mohan Bhagwat: RSS ચીણ મોહન ભાગવતે આજે દિલ્હીમાં ઇમામ સંગઠનના પ્રમુખ ડો ઉમેર અહમદ ઇલયાસી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ઇલયાસીએ તેમને રાષ્ટ્રપિતા અને રાષ્ટ્ર ઋષિ ગણાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat) ગુરૂવારે નવી દિલ્હીમાં અખિલ ભારતીય ઇમામ સંગઠનના ડો ઉમેર અહમદ ઇલયાસી (Umer Ahmed Ilyasi) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ઉમેર ઇલયાસીએ તેમને 'રાષ્ટ્રપિતા' અને રાષ્ટ્ર ઋષિ ગણાવ્યા છે. ઉમેર ઇલયાસીએ કહ્યુ કે મોહન ભાગવતનું અમારે ત્યાં આવવું એક સૌભાગ્યની વાત છે. તે ઇમામ હાઉસ પર આજે મુલાકાત કરવા આવ્યા અને તે અમારા રાષ્ટ્રપિતા અને રાષ્ટ્ર ઋષિ છે.
ભારતને વિશ્વ ગુરૂ બનાવવાનો પ્રયાસ
તેમણે કહ્યું, દેશની એકતા, અખંડતા બનેલી રહેવી જોઈએ, આપણી પૂજા કરવાની રીત અલગ હોઈ શકે છે અને તે પહેલા આપણે બધા મનુષ્યો છીએ અને આપણી અંદર માણસાઈ રહેવી જોઈએ. આપણે ભારતમાં રહીએ છીએ એટલે ભારતીય છીએ. ભારત વિશ્વ ગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યું છે અને ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માટે આપણે બધાએ પ્રયાસ કરવો જોઈએ.
સંઘ સાથે છે જૂનો સંબંધ
ઉમેર ઇલયાસી દ્વારા ભાગવતને રાષ્ટ્રપિતા કહેવા પર, પૂછાયેલા સવાલ પર તેમણે ફરી કહ્યું કે તે આપણા દેશના રાષ્ટ્રપિતા છે. આ સાથે ઉમેર ઇલયાસીના ભાઈ શોએબ અલયાસીએ કહ્યુ, પિતાજીનો સંઘ સાથે જૂનો સંબંધ રહ્યો છે. આ પરંપરા હેઠળ મૌલાના જમીલ ઇલયાસી જીની વરસી પર તે મસ્જિદ આવ્યા હતા. આ પારિવારિક કાર્યક્રમ હતો અને તેને તે રીતે લેવો જોઈએ. હિન્દુ-મુસ્લિમ સદ્ભાવના રહે છે અને તેમણે થોડા દિવસ પહેલા મુસ્લિમ બુદ્ધિજિવીઓ સાથે પણ મુલાકાત કરી હતી, તે પહેલા પણ મુસ્લિમ લોકોને મળતા રહ્યાં છે.
ઇમામ ઇલયાસીને મળવા પહોંચ્યા હતા સંઘ પ્રમુખ
હકીકતમાં ઇમામ ઇલયાસીને મળવા માટે સંઘ પ્રમુખ મોહન ભાગવત ગુરૂવારે દિલ્હીના કસ્તૂરબા ગાંધી માર્ગ સ્થિત મસ્જિદમાં તેમના કાર્યાલયમાં પહોંચ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ મુલાકાત દરમિયાન મુસ્લિમ સમુદાયના અન્ય નેતા હાજર રહ્યાં હતા. આ બેઠક વિશે જાણકારી આપતા આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક સમાજ અને જીવનના વિવિધ પ્રકારના લોકોને મળે છે. આ પણ સતત ચાલનારી સંવાદ પ્રક્રિયાનો ભાગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે