કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીના વળતર મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મહત્ત્વપૂર્ણ જાહેરાત
હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે વરસાદી વાતાવરણ બાદ છાંટાછુટી જોવા મળી હતી, પરંતુ આજે વહેલી સવારથી ઓચિંતો ધોધમાર કમોસમી વરસાદ થતા ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: જિલ્લામાં ભારે વરસાદના કારણે ખરીફ પાકમાં જોઈએ તેવુ ઉત્પાદન થયુ ન હતુ, ત્યારે સારા રવિ પાકની આશા રાખી બેઠેલા જિલ્લાના ખેડૂતોની આશા પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધુ છે ત્યારે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી કયા પાકને નુકસાન થયુ છે અને ખેડૂતોની માંગ શું છે? ત્યારે કમોસમી વરસાદને લઈને કૃષિ પ્રધાન રાઘવજી પટેલે એક મહત્તવપૂર્ણ નિવેદન આપ્યું છે.
હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે વરસાદી વાતાવરણ બાદ છાંટાછુટી જોવા મળી હતી, પરંતુ આજે વહેલી સવારથી ઓચિંતો ધોધમાર કમોસમી વરસાદ થતા ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ભર શિયાળે ચોમાસા સમાન ગાજ વિજ સાથે ખાબકેલા કમોસમી વરસાદે જિલ્લામાં જીરુ, ધાણા, ચણા, ઘઉં સહિતના પાકને નુકસાન થયુ છે.
પોરબંદર જિલ્લામાં ઓચિંતો એક ઈંચથી વધુ વરસાદ પડતા પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યુ છે, ત્યારે કોરોનાની સમીક્ષા અંતર્ગત આજે પોરબંદર પહોંચેલા કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદ બાદ સહાય અંગે એવુ જણાવ્યુ હતુ કે, સર્વે કરી સહાય માટે જરુરી કાર્યવાહી કરવામાં આવશે.
કમોસમી વરસાદને કારણે જિલ્લાના ખેડૂતો ધાણા, જીરુ સહિતના ફાલને ભારે નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતોને મોટો આર્થિક સહન કરવાનો વારે આવે તેમ છે ત્યારે પોરબંદર જિલ્લાના ખેડૂતો દ્વારા વહેલી તકે સર્વે કરી જરૂરી સહાય ચુકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.
ખરીફ પાક વખતે ભારે વરસાદે ખેડૂતોને આર્થિક ફટકો આપ્યો હતો, ત્યારે રવિપાકમાં પણ કમોસમી વરસાદે નુકસાન પહોંચાડતા ખેડૂતોના મોંઘા બિયારણો ખાતર સહિતનો મોટો આર્થિક ફટકો પડે તેમ છે ત્યારે જે ખેડૂતોને કમોસમી વરસાદને કારણે નુકસાન પહોંચ્યુ છે તેઓનુ વહેલીતકે સર્વે કરી તેઓને જરુરી સહાય આપવામાં આવે તો ખેડૂતોને થોડી રાહત મળી શકે તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે