આ પતિદેવે ક્રૂરતાની હદો પાર કરી! પત્નીના છાતી, પીઠ અને અન્ય ભાગો પર છરીના અનેક ઘા ઝીંક્યા

વેલજીભાઈ કાયાભાઈ વાણીયાએ ફરિયાદ નોંધાવી છે કે પોતાની દીકરી ભાવનાએ આરોપી હરેશ મહેશ્વરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય આરોપી કોઈ કામ ધંધો ન કરતો હોય પોતાની દીકરીનું ઘર સંસાર સારી રીતે ચાલે તે માટે તેને રીક્ષા અપાવી હતી. 

આ પતિદેવે ક્રૂરતાની હદો પાર કરી! પત્નીના છાતી, પીઠ અને અન્ય ભાગો પર છરીના અનેક ઘા ઝીંક્યા

ઝી બ્યુરો/કચ્છ: આદિપુરમાં બેવાળી વિસ્તારમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી ભોગ બનનારના પિતા દ્વારા કરવામાં આવેલી નાણા ઉઘરાણી અને આડાસંબધોને કારણે હત્યા નિપજાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. 

આ અંગે ભોગ બનનાર ભાવનાબેન વાણીયાના પિતા વેલજીભાઈ કાયાભાઈ વાણીયાએ આદીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે પૈસા માંગતા હતા એટલે ગઈ કાલે પૈસાની ઉઘરાણી કરવા ગયા હતા અને તેથી મનદુઃખ રાખી અને આડા સંબંધ બાબતે શંકા વહેમ રાખી પોતાની દીકરી ભાવનાની તેના પતિ હરેશ દાનાભાઈ મહેશ્વરીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. 

આ અંગે આદીપુર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ વેલજીભાઈ કાયાભાઈ વાણીયાએ ફરિયાદ નોંધાવી છે કે પોતાની દીકરી ભાવનાએ આરોપી હરેશ મહેશ્વરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય આરોપી કોઈ કામ ધંધો ન કરતો હોય પોતાની દીકરીનું ઘર સંસાર સારી રીતે ચાલે તે માટે તેને રીક્ષા અપાવી હતી. 

જેના ભાડા પેટે 90,000 લેવાના નીકળતા હોય તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી. જે બાબતનું આરોપીએ મનદુઃખ રાખી તેમજ આડા સંબંધ બાબતે વહેમ રાખી તેમની દીકરી ભાવનાને શરીરના જુદા જુદા ભાગે ફરીને આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

આ બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ આદિપુરના રામદેવપીરની મંદિરની બાજુમાં બનેલી આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ અંગે અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ આદિપુરમા પરણિતાની પતિએજ છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું જણાવી આરોપીને રાઉન્ડ અપ કરી લોધો છે તેમ જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news