સોનાક્ષીના લગ્નથી ખુશ નથી પિતા શત્રુઘ્ન? કહ્યું- આજકાલના બાળકો માતા-પિતા...

સોનાક્ષી સિન્હા હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ખુબ ચર્ચામાં છે. રિપોર્ટ્સનું માનીએ તો સોનાક્ષી તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂનના રોજ લગ્ન કરવા જઈ રહી છે. જો કે હજુ સુધી પરિવાર કે કપલ કોઈએ તેના પર રિએક્શન આપ્યું નથી. આવામાં હવે આ બધી ખબરો વચ્ચે સોનાક્ષીના પિતા અને અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિન્હાએ જે કહ્યું તે ચોંકાવનારું છે. જાણો તેમણે શું કહ્યું. 

સોનાક્ષીના લગ્નથી ખુશ નથી પિતા શત્રુઘ્ન? કહ્યું- આજકાલના બાળકો માતા-પિતા...

સોનાક્ષી સિન્હા હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ખુબ ચર્ચામાં છે. રિપોર્ટ્સનું માનીએ તો સોનાક્ષી તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂનના રોજ લગ્ન કરવા જઈ રહી છે. જો કે હજુ સુધી પરિવાર કે કપલ કોઈએ તેના પર રિએક્શન આપ્યું નથી. આ બધા વચ્ચે સતત સોનાક્ષી અને ઝહીરના લગ્ન સંલગ્ન સમાચાર સામે આવી રહ્યા છે. ખબરો મુજબ બંને મુંબઈમાં જ પોતાના પરિવાર અને ખાસ મિત્રો વચ્ચે પોતાના સંબંધની નવી શરૂઆત કરશે. આવામાં હવે આ બધી ખબરો વચ્ચે સોનાક્ષીના પિતા અને અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિન્હાએ જે કહ્યું તે ચોંકાવનારું છે. જાણો તેમણે શું કહ્યું. 

શું 23 જૂને થશે લગ્ન?
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા કથિત રીતે લગ્નના બંધનમાં બંધાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અભિનેત્રી અંગે એવી ચર્ચા છે કે તે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે ડેટિંગ કરી રહી છે અને કથિત રીતે 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. શત્રુઘ્ન સિન્હાની પુત્રી અને દબંગ અભિનેત્રી સોનાક્ષી શું ખરેખર લગ્ન કરવા જઈ રહી છે? આ ખબરની સત્તાવાર જાહેરાત માટે દરેક જણ રાહ જોઈને બેઠા છે. આ મામલે શત્રુઘ્ન સિન્હાએ ચૂપ્પી તોડી છે. 

શું કહ્યું પિતાએ
સોનાક્ષી સિન્હાના પિતા શત્રુઘ્ન સિન્હાએ પુત્રીના લગનના સવાલ પર રિએક્શન આપ્યું છે. ઝૂમ સાથે ખાસ વાતચીતમાં જ્યારે શત્રુઘ્ન સિન્હાને તેમની પુત્રી સોનાક્ષીના લગ્ન વિશે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે "હું દિલ્હીમાં છું. ઈલેક્શનના રિઝલ્ટ બાદથી હું અહીં છું. મારી હજુ પુત્રીના પ્લિન અંગે કોઈ વાત થઈ નથી. તમારો સવાલ એ છે કે શું તે લગ્ન કરી રહી છે? તેનો જવાબ એ છે કે તેણે મને હજુ સુધી કશું જણાવ્યું નથી. હું એટલું જ જાણું છું જેટલું મીડિયામાં વાંચ્યુ છે. જ્યારે પણ તે મારી સાથે આ અંગે વાત કરશે તો મારા આશીર્વાદ તેની સાથે છે. અમે ઈચ્છીએ છીએ કે તેને દુનિયાની બધી ખુશીઓ મળે." 

તેમણે વધુમાં કહ્યું કે "અમને અમારી પુત્રી પર પૂરો ભરોસો છે. તે કોઈ ખોટો નિર્ણય લઈ શકે નહીં. તે એક એડલ્ટ છે અને તે પોતાના નિર્ણય પોતે જાતે લઈ શકે છે. જ્યારે પણ તેના લગ્ન થશે તો તેની જાન સામે હું ડાન્સ કરીશ. શત્રુઘ્ન સિન્હાએ વધુમાં કહ્યું કે લોકો મને લગ્ન અંગે સવાલ કરી રહ્યા છે, તમને આ અંગે કશું ખબર નથી અને મીડિયાને બધુ ખબર છે. આ અંગે હું ફક્ત એટલું જ કહેવા માંગીશ કે આજકાલના બાળકો માતા પિતાને પૂછતા નથી, બસ આવીને તેમને જણાવે છે. અમે તો જણાવે તેની રાહ જોઈ બેઠા છીએ."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news