આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલ બનાવાયા, તો લાલજી ટંડનને મધ્યપ્રદેશના...

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને હવે ઉત્તર પ્રદેશના રાજ્યપાલનો હોદ્દો સોંપાયો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યા બાદ અત્યાર સુધી તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા. મોદી સરકારમાં વિવિધ રાજ્યપાલોની ફેરબદલી કરાયા બાદ આનંદીબેનને યુપીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. 

આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલ બનાવાયા, તો લાલજી ટંડનને મધ્યપ્રદેશના...

અમદાવાદ :ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને હવે ઉત્તર પ્રદેશના રાજ્યપાલનો હોદ્દો સોંપાયો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યા બાદ અત્યાર સુધી તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા. મોદી સરકારમાં વિવિધ રાજ્યપાલોની ફેરબદલી કરાયા બાદ આનંદીબેનને યુપીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે કે, બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. 

રાજ્યપાલોની નિયુક્તિને લઈને શનિવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સપ્તાહમાં મોદી સરકારમાં અનેક રાજ્યપાલોની અદલાબદલી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી અશોક મલિક દ્વારા મળેલી માહિતી અનુસાર, આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ અત્યાર સુધી મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા. આ ઉપરાંત બિહારના હાલના રાજ્યપાલ લાલજી ટંડનને મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ બનાવાયા છે. 

રાષ્ટ્રપતિ ભવન દ્વારા અપાયેલી માહિતી અનુસાર, જગદીપ ધાનકડને પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ બનાવાયા છે. રમેશ બૈસને ત્રિપુરાના રાજ્યપાલનો ચાર્જ સોંપાયો છે. ફાગુ ચૌહાનને બિહારના નવા રાજ્યપાલ બનાવાયા છે. તો આર.એન રવિને નાગાલેન્ડના રાજ્યપાલનો કાર્યભાર સોંપાયો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news