Bageshwar Dham : બાબા બાગેશ્વરના તરફેણમાં આવ્યા અનેક સંતો, રામ રાજેશ્વરાચાર્યજીએ આપ્યું મોટું નિવેદન
Bageshwar Dham : આણંદના હિન્દુ સંત સંમેલનમાં દેશભરમાંથી સંતો આવ્યા, જગતગુરુ રામ રાજેશ્વરાચાર્યજીએ બાબા બાગેશ્વરની તરફેણમાં બોલ્યા
Trending Photos
Bageshwar Baba Row બુરહાન પઠાણ/આણંદ : આણંદનાં સારસામાં વિશાળ ધર્મ સંમેલન આયોજિત કરાયું છે. ત્યારે સારસામાં સંત સંમેલનમાં બાગેશ્વરધામ અંગે અલગ અલગ સંતોએ અલગ અલગ અભિપ્રાય આપ્યા છે. સારસા ખાતે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન દરમ્યાન જગદગુરૂ તથા મહંત અરુણદાસે બાગેશ્વર વિવાદ મામલે નિવેદન આપ્યું છે. જેમાં કોઈએ બાગેશ્વર બાબાની તરફેણમાં મત વ્યક્ત કર્યો છે.
બાગેશ્વર ધામ વિવાદ મામલે જગતગુરુ રામ રાજેશ્વરાચાર્યજીએ નિવેદન આપ્યું કે, સનાતન ધર્મને હંમેશા થી બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સનાતન ધર્મને બદનામ કરવાના પ્રોપેગંડાથી સભ્યતાને ઠેસ પહોંચે છે. અખિલ ભારતીય સંત સમિતિ આની ઘોર નિંદા કરે છે. હાલમાં જે પ્રોપોગેન્ડા છે, તે સભ્યતા અને સંસ્કૃતિ માટે, ભારતને ગર્વાન્વિત કરનારી એક સભ્યતા છે.
આ પણ વાંચો :
તો અખિલ ભારતીય સંત સમિતિ, હરિદ્વાર ઉત્તરાખંડ મહામંત્રી મહંત અરૂણદાસે પણ બાગેશ્વર ધામ મામલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, પ્રાચીન કાળથી ગેર હિન્દુઓ અને વામપંથિઓ સનાતન ધર્મને બદનામ કરવામાં લાગ્યા છે. હિન્દુ ધર્મનું ઉત્થાનો આરંભ થાય છે ત્યારે રાક્ષસી પ્રવૃત્તિના લોકો બહાર આવે છે. બાગેશ્વર ધામ મહારાજ હિન્દુ ધર્મને આગળ ધપાવવાનું કામ કરે છે જેથી અમારો તેમને સંપૂર્ણ સહયોગ છે.
ઉલ્લેખનીય છે કે, સારસામાં યોજાયેલા સંત સંમેલનમાંશ્રીમદ કરુણાસાગર મહારાજનાં 251માં પ્રાગટય વર્ષની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી વિવિધ સંપ્રદાયના સંતો અને મહામંડલેશ્વરો ઉપસ્થિત રહ્યાં છે. જેમાં આજે 25 મીએ સર્વ જ્ઞાતિય જાતીય સમૂહ લગ્નોત્સવ યોજાશે.
બાગેશ્વર ધામનાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. બાબાના સંબંધી લોકેશ ગર્ગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અંધશ્રદ્ધા ફેલાવવાનાં આરોપો સાથે બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસથી વિવાદમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે