Anand Lok Sabha Chunav Result: આણંદ સીટ પર મિતેશ પટેલની જીત, અમિત ચાવડા હાર્યા

Anand Lok Sabha Chunav Result 2024: આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડા વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આણંદ બેઠક પર આ વખતે પાટીદાર વર્સીસ ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે ચૂંટણીમાં સીધી ટક્કર હતી. રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિયો આંદોલનની આંધી આણંદ બેઠક પર પડવાના એંધાણ હતા.

Anand Lok Sabha Chunav Result: આણંદ સીટ પર મિતેશ પટેલની જીત, અમિત ચાવડા હાર્યા

Anand Lok Sabha Election Result 2024: ગુજરાત રાજયની 26 લોકસભા બેઠકના રૂઝાન આવી રહ્યા છે. ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે આણંદ લોકસભા બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. બન્ને ઉમેદવારો એકબીજાને કડક ટક્કર આપી રહ્યા હતા. ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર વચ્ચે ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ-352727 મત અને કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા-298867 મત મળ્યા છે. તેમ છતાં આણંદના ભાજપના ઉમેદવાર 53860 મતથી આગળ ચાલી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ધરાવતી આણંદ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ મિતેષ પટેલ ઉર્ફે બકાભાઇને રિપીટ કર્યા હતા તો કોંગ્રેસે આંકલાવના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. તેમ છતાં જનતાએ પાટીદાર નેતા પર વિશ્વાસ મૂક્યો છે. 

આણંદ લોકસભા બેઠક પર વર્ષ 1957થી લઇને વર્ષ 2019 સુધીમાં 16 વખત થયેલી ચૂંટણીમાં 10 વખત કોંગ્રેસનો વિજય થયો છે. વર્ષ 1989ની ચૂંટણીમાં ભાજપના નટુભાઇ પટેલે સાંસદ ઇશ્વરભાઇ ચાવડાને હરાવીને પ્રથમ વખત આણંદ બેઠક પર કમળ ખીલવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1999ની ચૂંટણીમાં ફરી વખત ભાજપનો વિજય થયો. આણંદ બેઠક પરથી રીપિટ કરાયેલા વર્તમાન સાંસદ મિતેષ પટેલ ઉર્ફે બકાભાઇ ૫ લાખથી વધુની લીડથી જીતવાનો આશાવાદ વ્યકત કરી ચૂક્યા છે. વર્તમાન સાંસદ મિતેષ પટેલ સામે સૌથી મોટો પડકાર ભાજપમાં જ અંદરખાને રહેલી નારાજગી હતી. જેમાં પોતાની છબી ખરડાઇ તેવા વિડીયો કે ઓડિયો ક્લિપ કે કોઇ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરીને વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચ્યું હતું. તેમ છતાં જનતાએ મિતેશ પટેલ પર વિશ્વાસ મૂક્યો હતો.

મહત્વનું છે કે દૂધ ઉત્પાદન માટે વિશ્વભરમાં પ્રખ્યાત આણંદ લોકસભા બેઠક પર સરેરાશ કરતાં વધુ મતદાન થયું છે. આણંદમાં 64 ટકા જેટલું મતદાન થયું છે. જ્યારે ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થયું હતું. 7 મેના રોજ ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતમાં 59.51 ટકા મતદાન થયું હતું. જ્યારે 2019માં અહીં 64.51 ટકા વોટ પડ્યા હતા.

આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનો દબદબો
આણંદ જિલ્લો શ્વેત ક્રાંતિ અને સૌથી મોટા સહકારી ક્ષેત્રના વિકાસને કારણે આધુનિક ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત છે. તે મૂળ રૂપથી ખેડા જિલ્લાનો એક ભાગ હતો. 1997માં આણંદને પોતાનું અસ્તિત્વ મળ્યું. આણંદ લોકસભા ગુજરાત રાજ્યના 26 લોકસભા સંસદીય મતવિસ્તારોમાંથી એક છે. રાજનેતા તરીકે આણંદની એક અલગ ઓળખ છે. આણંદ લોકસભા બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો છે. પાર્ટીએ અહીં 10 વખત જીત મેળવી છે, જ્યારે ભાજપ 1989, 1999, 2014 અને 2019માં ચાર વખત જીત મેળવી છે.

આણંદ લોકસભા બેઠકના જ્ઞાતિ સમીકરણ
જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો આણંદ લોકસભામાં ક્ષત્રિય-ઠાકુર મતદારોની સંખ્યા વધુ છે. તે પછી પાટીદાર, મુસ્લિમ, બનીયા અને બ્રાહ્મણ મતદારો છે. 1980થી કોંગ્રેસમાં આણંદ લોકસભા બેઠક માટે માધવસિંહ સોલંકી અથવા ઈશ્વરભાઈ ચાવડાના પરિવારમાંથી માત્ર ઉમેદવારો જ ચૂંટણી લડતા આવ્યા છે. જ્યારે ભાજપે અહીં જેટલી વખત જીત મેળવી છે તેટલી વખત પાટીદાર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

આણંદ બેઠકનો રાજકીય ઈતિહાસ
રાજકીય ઈતિહાસની વાત કરીએ તો ગુજરાતની આ લોકસભા બેઠક પરથી 2019માં મિતેશભાઈ રમેશભાઈ પટેલ જીત્યા હતા. તેમણે તેમના નજીકના હરીફ કોંગ્રેસના ભરતભાઈ માધવસિંહ સોલંકીને હરાવ્યા હતા. જીત અને હારના મામલે અંદાજે 2 લાખ મત પડ્યા હતા. અગાઉ 2014ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને ભાજપના દિલીપભાઈ પટેલે હરાવ્યા હતા. તે પહેલા 2004 અને 2009માં બે ચૂંટણીમાં ભરતભાઈ સોલંકી આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા, પરંતુ 2014માં મોદી લહેરમાં તેઓ પોતાની બેઠક બચાવી શક્યા ન હતા.

આ બેઠક સાત વિધાનસભા મતવિસ્તારોની બનેલી છે, જેમાંથી માત્ર એક બેઠક આંકલાવ કોંગ્રેસ પાસે છે, બાકીની ખંભાત, બોરસદ, આણંદ, પેટલાટ, સોજીત્રા અને ઉમરેઠ ભાજપના ધારાસભ્ય જીત્યા છે. 2019ની ચૂંટણીમાં પણ આ બેઠકો પર ભાજપ આગળ હતું. અહીંની કુલ વસ્તી 20,92,745 છે, જેમાંથી 69.66% લોકો ગામડાઓમાં અને 30.34% લોકો શહેરોમાં રહે છે. અહીં 4.99% લોકો SC વર્ગના છે. આ બેઠક રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જો કે અહીં દર વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો રહ્યો છે.

આણંદ લોકસભા બેઠક પર મતદારો
આણંદ લોકસભા બેઠક પર કુલ 20 લાખ 92 હજાર 745 મતદારો છે. જેમા પુરુષ મતદારો 7 લાખ 81 હજાર 818 છે, જ્યારે મહિલા મતદારો 7 લાખ 15 હજાર 737 છે.
આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસ દસ વાર જીત મેળવી.

વર્ષ 2014 અને 2019ની ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગુમાવી
આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યુ છે. આ બેઠકના ઇતિહાસમાં કોંગ્રેસે 10 વાર જીત મેળવી હતી. આ બેઠક પર કોંગ્રેસને પ્રથમ વાર 1957ની લોકસભા ચૂંટણીમાં જીત મળી હતી. મણિભાઇ પટેલે જીત આપાવી હતી. ત્યારબાદ આ બેઠક પર કોંગ્રેસને વર્ષ 1967થી 1977 ચૂંટણીમાં વિજય થયો હતો. ત્યાર બાદ વર્ષ 1980 થી 2009 સુધી આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસ જીતતી આવી છે. પરંતુ વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને આ બેઠક ગુમાવવી પડી હતી.

આ બેઠક પર ભાજપ 4 વાર જીતી શક્યુ
આણંદ લોકસભા બેઠક પર ભાજપે પ્રથમ વાર વર્ષ 1989ની ચૂંટણીમાં જીત મેળવી હતી. ભાજપના ઉમેદવાર નાથુભાઇ પટેલે આ ચૂંટણીમાં વિજય થયો હતો. વર્ષ 1999ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિપક પટેલનો વિજય થયો હતો. જો કે છેલ્લા બે ટર્મથી આણંદ લોકસભા બેઠક પર ભાજપનો વિજય થતો રહ્યો છે. જેમાં વર્ષ 2014માં દિલીપ પટેલનો વિજય થયો હતો, જ્યારે 2019માં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો વિજય થયો હતો.

2014નો જનાદેશ
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિલીપભાઈ મણીભાઈ પટેલને 4,90,829 મત મળ્યા હતા. તેમણે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને હરાવ્યા હતા. સોલંકીને 4,27,403 (44.0%) મત મળ્યા હતા. વર્ષ 2014ની લોકસભામાં ચૂંટણીમાં ભાજપે અહીંથી દિલીપ પટેલને ટિકિટ આપી હતી. સામે પક્ષે કોંગ્રેસે ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં બે વખત સાંસદ અને એક વખત મંત્રી રહી ચુકેલા ભરતસિંહ સોલંકી ભાજપના દિલિપ પટેલ સામે હારી ગયા હતા. દિલીપ પટેલે 63,426 મતોથી ભરતસિંહ સોલંકીને માત આપી હતી.

2019નો જનાદેશ
વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે અહીંથી મિતેશ પટેલને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ફરી ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ 6,33,097 મતોથી જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ એમ સોલંકીને 4,35,379 મત મળ્યા અને ARRP નેતા ભટ્ટ સુનિલકુમાર નરેન્દ્રભાઈને માત્ર 1,155 મત મળ્યા હતા. જો કે ભરતસિંહ સોલંકી મિતેશ પટેલ સામે 1,97,718 મતોથી હારી ગયા હતા. આ વખતે 2024ની ચૂંટણીમાં ભાજપે ફરી અહીંથી મિતેશ પટેલને ટિકિટ આપી છે.

કુલ 17.80 લાખ મતદારોમાં 30થી 39 વર્ષના મતદારો સૌથી વધુ 
આણંદ જિલ્લામાં ૧૭,૮૦,૧૮૨ મતદારો નોંધાયા છે, જેમાં પુરૂષ મતદારો ૯,૦૭,૯૩૪ અને મહિલા મતદારો ૮,૭૨,૧૧૭ અને ૧૩૧ મતદારો ત્રીજી જાતિના નોંધાયા છે. યુવા મતદારોમાં ૧૮ થી ૧૯ વર્ષના ૪૧,૯૦૪ મતદારો, ૨૦ થી૨૯ વર્ષની વયના ૩,૬૫,૫૮૭ મતદારો, ૩૦ થી૩૯ વર્ષની વયના ૪,૦૧,૩૦૮ મતદારો, ૪૦ થી૪૯ની વયના ૩,૬૧,૭૨૪ મતદારો, ૫૦ થી ૫૯ની વયના ૨,૮૨,૩૦૫ મતદારો, ૬૦ થી૬૯ વર્ષની વયના ૧,૯૫,૩૨૫ મતદારો, ૭૦ થી૭૯ વર્ષની વયના ૯૭,૧૫૬ મતદારો અને ૮૦ વર્ષ કરતા વધુ ઉંમરના ૩૪,૮૮૨ મતદારો મળીને આણંદ જિલ્લાના કુલ મતદારો ૧૭,૮૦,૧૮૨ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે આણંદ લોકસભા બેઠકને મિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, અમૂલ ડેરી અને વિદ્યા ડેરી અહીં આવેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ અહીં કરમસદમાં થયો હતો. આ ગુજરાતનું એક ખૂબ જ ઐતિહાસિક શહેર છે, એક સમયે તેનું નામ આણંદ હતું, પરંતુ પછીથી તે બદલીને આણંદ કરવામાં આવ્યું. લોકવાયકામાં પ્રચલિત છે કે અગાઉ આ શહેરનું નામ આનંદપુર હતું, જે સારસ્વત બ્રાહ્મણોનું વતન ગણાય છે. વર્ગીસ કુરિયન દ્વારા શરૂ કરાયેલ દૂધ ક્રાંતિની પ્રેરણા આણંદ શહેરમાંથી જ મળી હતી. આ શહેરમાં ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news