આણંદ: ખંભાતના એક જ વિસ્તારમાંથી 5 કેસ પોઝિટિવ આવતા હડકંપ, કોરોનાનું ગામડાઓ તરફી ઝોક વધ્યો
Trending Photos
આણંદ : આણંદમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. આજે આણંદમાં વધારે એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ખંભાતના અલિંગ ચાર રસ્તા પાસે મોતીવાળાની ખડકીમાં રહેતા 53 વર્ષીય એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેને સારવાર અર્થે આણંદ ખાતે ખસેડવામાં આવ્યો છે.
સુરત સિવિલમાં સિલિંગનો પોપડો કોરોનાના દર્દી પર પડ્યો
દિનેશ રાણા નામનો આ વ્યક્તિ ખંભાતની પ્રખ્યાત મીઠાઇ હલવાસનની દુકાન ધરાવે છે. ખંભાતમાં એક જ વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 5 કેસ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. આ સાથે આણંદ જિલ્લાનો કુલ આંકડો પણ 10 પહોંચી ગયો છે. હાલ તો આસપાસનાં વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
લોકડાઉનના 21મા દિવસે રૂપાણી સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્ત્વનો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે લોકડાઉન 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી દીધ છે. કોરોનાને નાથવા માટે આ લોકડાઉન ખુબ જરૂરી પણ હતું. જો કે કોરોનાના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે, હવે કેસ વધે નહી ત્યારે હવે કોરોનાનું વલણ ગામડા તરફી વધ્યું હોવાનું જોવાઇ રહ્યું છે. હવે શહેરોની સાથે સાતે ગામડાઓમાં પણ કોરોનાના કેસ ધીરે ધીરે જોવા મળી રહ્યા છે. જેના કારણે હવે તંત્રની ચિંતા પણ વધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે