અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેનનું મોટું નિવેદન, 'રાજ્યની જેમ કેન્દ્ર લાભ આપે તો....'

વિપુલ ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2022માં અર્બુદા સેનાના પ્રભાવવાળી સરકાર બનશે. આ નિવેદન બાદ ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ છે.

અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેનનું મોટું નિવેદન, 'રાજ્યની જેમ કેન્દ્ર લાભ આપે તો....'

ઝી ન્યૂઝ/મહેસાણા: રાજ્યમાં હાલ પીએમ નરેન્દ્ર મોદીના આહ્વાનથી ચારેબાજુ હર ઘર ત્રિરંગા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે અરવલ્લીના ધનસુરામાં અર્બુદા સેનાની આજે તિરંગા યાત્રા યોજાઈ છે. આ તિરંગા યાત્રમાં વિપુલ ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિપુલ ચૌધરીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર ચૌધરી સમાજને લાભ આપે છે. રાજ્યની જેમ કેન્દ્ર સરકાર ચૌધરી સમાજને લાભ આપે. જો ચૌધરી સમાજને લાભ મળશે તો યુવાનો IIT, IIM, ઈસરોમાં ભણી શકશે. વિપુલ ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2022માં અર્બુદા સેનાના પ્રભાવવાળી સરકાર બનશે. આ નિવેદન બાદ ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ છે.

તમને જણાવી દઈએ કે, સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ચૌધરી સમાજની વસ્તી છે એ વિસ્તારોમાં પૂર્વ ગૃહમંત્રી અને અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી દ્વારા સમાજ સુધારણા માટે અર્બુદા સંમેલનો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે અર્બુદા સેના સંમેલન યોજાયું હતું. જેમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું હતું.

ધનસુરા ચાર રસ્તા ખાતે વિપુલ ચૌધરીના આગમન બાદ ધનસુરાના પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન સ્વ હરિભાઈ ચૌધરીની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી હતી, અને સમાજના અગ્રણીઓ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. એસ મહેતા હાઈસ્કૂલ ખાતે આ યાત્રા સભાસ્થળ સુધી પહોંચી હતી. 

સભામાં સંબોધન કરતા વિપુલ ચૌધરીએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર જેવા આપણને લાભ આપે છે એવા કેન્દ્ર સરકાર આપણા સમાજને લાભો આપે જેથી આપણા બાળકો આઈઆઈટી- આઇઆઇએમ અને ઇસરોમાં ભણી શકે. આગામી 2022ની ચૂંટણીમાં વિપુલ ભાઈ અને અર્બુદા સેનાના પ્રભાવ વાળી સરકાર હશે એમ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news