અમૂલ ડેરીએ વધુ એકવાર દૂધના ફેટ દીઠ ભાવમાં કર્યો વધારો, પશુપાલકોમાં ખુશી

અમૂલ ડેરી દ્વારા આજે પશુપાલકો માટે સારા સમાચાર લઇને આવી હતી. છેલ્લા પાંચ મહિનામાં દુધના ભાવમાં પાંચ વાર વધારો કર્યો હતો. 610 થી સરૂ કરી 690નો ભાવ આજે પશુપાલકોને મળી રહ્યો છે. ઉનાળાના કારણે ઓછુ દૂધ અને ધાસચારના ભાવના વધારો થયેલ હોવાથી પશુપાલકોને દુધ ઉત્પાદનમાં પોસાતુ ન હોવાથી અમૂલ દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દુધમાં આજથી ભાવ વધારો જાહેર કર્યો છે.

અમૂલ ડેરીએ વધુ એકવાર દૂધના ફેટ દીઠ ભાવમાં કર્યો વધારો, પશુપાલકોમાં ખુશી

લાલજી પાનસુરિયા/આણંદ: અમૂલ ડેરી દ્વારા આજે પશુપાલકો માટે સારા સમાચાર લઇને આવી હતી. છેલ્લા પાંચ મહિનામાં દુધના ભાવમાં પાંચ વાર વધારો કર્યો હતો. 610 થી સરૂ કરી 690નો ભાવ આજે પશુપાલકોને મળી રહ્યો છે. ઉનાળાના કારણે ઓછુ દૂધ અને ધાસચારના ભાવના વધારો થયેલ હોવાથી પશુપાલકોને દુધ ઉત્પાદનમાં પોસાતુ ન હોવાથી અમૂલ દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દુધમાં આજથી ભાવ વધારો જાહેર કર્યો છે.

અમૂલ દ્વારા ભેંસનાના દુધમાં કિલો ફેટ દિઠ ત્રીસ અને ગાયના દુધમાં કિલો ફેટ દિઠ નવ રૂપિયા અને દશ પૈસાનો વધારો જાહેર કરેલ હતો. તેના કારણે આણંદ અને ખેડા જીલ્લાના સાત લાખ પશુપાલકોને ફાયદો થશે તેની સામે અમૂલને મહિનાના 11.82 કરોડ અને વર્ષના 106.41 કરોડનો વધારાનો બોજ પડશે.

અમૂલ ડેરી દ્વારા છેલ્લા પાંચ મહિનામાં દૂધના ફેટ દીઠ ભાવમાં પાંચમી વાર વધારો કરવામાં આવ્યો છે. જેથી પશુપાલકોને મોટી માત્રામાં ફાયદો થશે. સામાન્ય રીતે પશુઓના ખોરાક અને ઘાસમાં સતત થઇ રહેલા ભાવ વધારાને કારણે પશુપાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે અમૂલ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news