ઈસ્કોન ચાર રસ્તા પાસે AMTS ના તોતિંગ પૈડાએ અકસ્માત સર્જયો, યુવકનું ઓન ધી સ્પોટ મોત

છેલ્લાં 14 વર્ષમાં એએમટીએસ બસના કુલ 10879 અકસ્માત થયા છે, જેમાં 223 નાગરિકોના જીવ ગયા છે

ઈસ્કોન ચાર રસ્તા પાસે AMTS ના તોતિંગ પૈડાએ અકસ્માત સર્જયો, યુવકનું ઓન ધી સ્પોટ મોત

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં AMTS ના તોતિંગ પૈડાઓએ ફરી એકવાર અકસ્માત સર્જયો છે. અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસે AMTS  બસને અકસ્માત સર્જયો છે. જેમાં એક બાઈકચાલક યુવકનું મોત નિપજ્યું છે. AMTS  ની રૂટ નં 501 ની બસના ડ્રાઈવરે અકસ્માત (accident)  કર્યો હતો, જેમાં બસીદખાન નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. ત્યારે અકસ્માતો માટે પંકાયેલ AMTS એ વધુ એક ભોગ લીધો છે. અમદાવાદ પુસ્તક લેવા આવેલો યુવકને મોત મળશે તેવુ તેને સ્વપ્નેય ખ્યાલ ન હતું. 

આ અકસ્માત વિશે ઘટનાસ્થળે પહોંચેલા ટ્રાફિક વિભાગના પોલીસ ઈન્સ્પેક્ટર અશોક રાઠવા જણાવ્યું કે, મૃતક બસીદ ખાન નામનો યુવક ધ્રાંગધ્રાનો વતની હતો. તે પુસ્તકો લેવા માટે સુરેન્દ્રનગરથી પોતાના મિત્રો સાથે અમદાવાદ આવ્યો હતો. તેની સાથે તેના બે મિત્રો હતા. બંને મિત્રો બાઈક પર આગળ હતા, અને બસીદ પાછળ હતો. આવામાં ઈસ્કોન ચાર રસ્તા પાસે બસીદની ટક્કર બસ સાથે થઈ હતી. તેણે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે પહેલા જ તેનુ માથુ એએમટીએસના તોતિંગ પૈડા નીચે આવી ગયું હતું. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું કે, બસીદ પાછલા વ્હીલમાં ટકરાયો હોય અને પડી જવાથી તેનુ માથુ બસના પૈડામાં આવી ગયું હતું. બસ ડ્રાઈવરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. 

રાજકોટમાં રાજકીય ભૂકંપ, કોર્પોરેટર દક્ષા ભેંસાણિયા સહિત ભાજપના 20 સભ્યો કોંગ્રેસમાં જોડાયા 

બસીદનો મૃતદેહ જોઈ રડી પડ્યા મિત્ર
બસીદની સાથે સુરેન્દ્રનગરથી તેના બે મિત્રો પણ અમદાવાદ આવ્યા હતા. રોડ પર આગળ નીકળી ગયેલા મિત્રોને બસીદ ક્યાંય દેખાયો ન હતો. તેથી તેઓ ઈસ્કોન પાછા આવ્યા હતા, ત્યાં આવીને જોયુ તો બસીદ મૃત્યુ પામ્યો હતો. તેના મિત્રો પણ તેનો મૃતદેહ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. 

અકસ્માત કરવા માટે અમદાવાદની સરકારી બસો પંકાયેલી છે. આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં બસોએ 14 વર્ષમાં 10,789 અકસ્માત કર્યા છે. છેલ્લાં 14 વર્ષમાં એએમટીએસ બસના કુલ 10879 અકસ્માત થયા છે, જેમાં 223 નાગરિકોના જીવ ગયા છે. એટલે કે 14 વર્ષના કુલ 5110 દિવસ મુજબ દરરોજ 2 થી વધુ નાના-મોટા અકસ્માતતો થયા જ છે. આ આંકડો અત્યંત ચોંકાવનારો છે. 

AMTSની માલિકીની બસોએ કરેલાં અકસ્માત

વર્ષ કુલ અકસ્માત મોત
2005-06 375 11
2006-07 466 13
2007-08 492 6
2008-09 487 8
2009-10 415 5
2010-11 325 9
2011-12 537 13
2012-13 464 8
2013-14 363 9
2014-15 235 7
2015-16 186 4
2016-17 120 3
2017-18 70 1
2018-19 47 0
કુલ 4582 97

ખાનગી ઓપરેટરની બસોએ કરેલાં અકસ્માત :

વર્ષ કુલ અકસ્માત મોત
2005-06 567 8
2006-07 146 3
2007-08 578 7
2008-09 488 11
2009-10 447 12
2010-11 395 8
2011-12 374 7
2012-13 433 7
2013-14 411 8
2014-15 458 7
2015-16 664 15
2016-17 614 10
2017-18 395 11
2018-19 327 11
કુલ 6297 126

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news