અમિત શાહે ઉમેદવારી પત્ર સાથે કરોડોની મિલકત દર્શાવી, જુઓ શું છે આંકડો

અમિત શાહે ચૂંટણી પંચમાં દાખલ કરેલા સોગંદનામા પ્રમાણે 53 લાખ 90 હજારની વ્યક્તિગત સંપત્તિ દર્શાવી છે. તેમણે પત્ની સોનલ શાહના નામે દર્શાવી 2 કરોડ 30 લાખની સંપત્તિ દર્શાવી છે.

અમિત શાહે ઉમેદવારી પત્ર સાથે કરોડોની મિલકત દર્શાવી, જુઓ શું છે આંકડો

હિતલ પારેખ/ગાંધીનગર :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગાંધીનગર બેઠક પર પોતાની દાવેદારી નોંધાઈ. મેગા રોડ શોમાં શક્તિ પ્રદર્શન કર્યા બાદ અમિત શાહે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેથી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભાનો જંગ લડશે. અમિત શાહના આ પ્રસંગે તેમની સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રામવિલાસ પાસવાન, જીતુ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. અમિત શાહનો પરિવાર પણ ઉમેદવારી ભરતી વખતે તેમની સાથે રહ્યો. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરથી પાર્ટીના ઉમેદવાર અમિત શાહની એફિડેવિટની કોપી રજૂ કરી હતી. જેમાં તેમની મિલકત 53.90 લાખ હોવાનું તેમણે જણાવ્યું છે. 

MilkatAmitShah.jpg

અમિત શાહે ચૂંટણી પંચમાં દાખલ કરેલા સોગંદનામા પ્રમાણે 53 લાખ 90 હજારની વ્યક્તિગત સંપત્તિ દર્શાવી છે. તેમણે પત્ની સોનલ શાહના નામે દર્શાવી 2 કરોડ 30 લાખની સંપત્તિ દર્શાવી છે. તો બેંક ખાતામાં 18 લાખથી વધુની રકમ હોવાનું દર્શાવ્યું છે. આ સાથે જ તેમની પત્ની પાસે 72,578ની રોકડ હોવાનું જણાવ્યું છે.

અમિત શાહે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરી એફિડેવિટમાં 2017-18 સુધી રૂ.53.90 લાખ બેન્કમાં જમા દર્શાવ્યા છે. તેમણે સ્વઉપાર્જિત મિલકત 3.26 કરોડની દર્શાવી છે અને પત્નીના નામે સ્વઉપાર્જિત મિલકત 5.27 કરોડની બતાવી છે. અમિત શાહે વારસાઈ મિલકત 14.97 કરોડની દર્શાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news