ઉમેદવારી ભરતા પહેલા અમિત શાહે કહ્યું, મારા જીવનમાંથી ભાજપ કાઢી નાખશો, તો માત્ર શૂન્ય બચે છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે તેઓ અમદાવાદમાં 4 કિમી લાંબી રેલી કાઢશે અને ત્યાર બાદ ગાંધીનગર ઉમેદવારી પત્રક ભરવા માટે જશે. 

ઉમેદવારી ભરતા પહેલા અમિત શાહે કહ્યું, મારા જીવનમાંથી ભાજપ કાઢી નાખશો, તો માત્ર શૂન્ય બચે છે

ગુજરાત :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે તેઓ અમદાવાદમાં 4 કિમી લાંબી રેલી કાઢશે અને ત્યાર બાદ ગાંધીનગર ઉમેદવારી પત્રક ભરવા માટે જશે. અમિત શાહની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ભાજપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. અમિત શાહ અમદાવાદના નારણપુરામાં આવેલા સરદાર પટેલના બાવલાથી રોડ શોની શરૂઆત કરશે. આ ઉમેદવારીને ખાસ બનાવવા માટે અરુણ જેટલી, નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકર, પિયુષ ગોયલ, રાજનાથ સિંઘ અને રામવિલાસ પાશ્વાન અમદાવાદ પહોંચ્યા. 

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, જીતુ વાઘાણી દ્વારા અમિત શાહનું ઉમેદવારી પત્ર ભરવા બદલ શ્રીફળ આપીને શુકન કરાયું હતું. તેમણે જનસભાને સંબોધનમાં કહ્યું કે, આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રથી હું ભાજપના પ્રતિનિધિ રૂપે નામાંકન કરવા જઈ રહ્યો છું. જ્યાર હું ચોક પર ઉભો રહીને બોલુ છું, તો મને 1982માં મારા બૂથના અધ્યક્ષની કામગીરીના દિવસો યાદ આવી ગયા. બૂથ પર કામ કરતા આજે વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું પહોંચી ગયું છું. મારા જીવનમાંથી ભાજપ કાઢી દો તો માત્ર શૂન્ય બચે છે. જે પણ મેં પ્રાપ્ત કર્યું, જે પણ શીખ્યું. જે પણ આપવાનો પ્રયાસ કર્યો. આ વિસ્તારથી હું પાંચવાર ધારાસભ્ય રહ્યો. તેમણે કહ્યું કે, આજે આ દેશનું નેતૃત્વ કોણ કરશે તેવુ પૂછતો તો આખા દેશમાંથી મોદીનો જ જવાબ આપે છે. જેઓ ગામની ચૂંટણી પણ લડ્યા ન હતા, તે દેશનું નેતૃત્વ કરે છે. દેશના લાડલા બન્યા છે. દેશની જનતા આવા જ નેતૃત્વની રાહ જોઈ રહી હતી. આજે દેશને સુરક્ષા એક જ વ્યક્તિ અને એક જ પાર્ટી આપી શકે છે. ભાજપ અને એનડીએની સરકાર આપી શકે છે. હું તમને અપીલ કરું છું કે, મોદીજી દેશના વડાપ્રધાન નિશ્ચિત બનવાના છે, પણ હું ગુજરાતની જનતાને અપીલ કરવા માગુ છું કે, 26 સીટ તેમની ઝોળીમાં નાખો. અડવાણીજીની વિરાસતને હુ વિનમ્રતાથી અને પ્રયાસોથી આગળ વધારવા માંગીશ.  

UddhavThakreyGujarat.JPG

ઉદ્ગવ ઠાકરેએ સ્ટેજ પરથી વિપક્ષને આહવાન આપ્યું
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ઘણાને આશ્ચર્ય થયું કે હું અહી કેવી રીતે પહોંચ્યો. કેટલાકને આનંદ થયો. કેટલાકના પેટમાં દર્દ થયું. જેમના પેટમાં દર્દ થયું, તેનો ઈલાજ તમારી પાસે છે, અમિતભાઈ પાસે છે. હું અમિતભાઈને શુભેચ્છા આપવા માંગુ છે. કેટલાક ખુશી મનાવી રહ્યા હતા, કે બે વિચારધારાવાળી પાર્ટી સામસામે લડી રહી છે. પણ, અમિતભાઈ મારા ઘરે આવ્યા. વાતચીત થઈ. હવે ન તો મનમુટાવ છે, ન તો મનભિન્નતા. જે પણ વિવાદ છે અમે તેને પૂરા કર્યાં છે. શિવસેના હોય કે ભાજપ, અમારી વિચારધારા એક છે. હિન્દુત્વ. મારા પિતા કહેતા કે હિન્દુત્વ અમારો શ્વાસ, તેના વગર અમે કેવી રીતે જીવી શકીએ. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, વિપક્ષે અબતક 56 કર્યું. પણ દિલ મળે કે ન મળે હાથ મળાવવા જોઈએ. અમારું દિલ મળ્યું છે. આખી રાજનીતિનો વિચાર કરીએ, તો અમે બે પાર્ટી વગર કોઈ સાથે આવવા તૈયાર ન હતું. સામે કઈ ન હતું. અમે અછૂત હતું. અને હવે દિલ્હીના તક્ખત પર ભગવો લહેરાયો. અમારા વિચારો એક છે. હું વિપક્ષને પૂછીએ છીએ કે, તમારામાંથી કોણ વડાપ્રધાન બનશે. અમે ખુરશીના લાલચી નથી. હું વિપક્ષને આહવાન આપુ છું કે, તમારી રેલી કરો, અને એક થઈને નારા લગાવો. વિપક્ષમાં કેટલાય લોકો ઈચ્છે છે કે વડાપ્રધાન કોણ બને. પહેલેથી જ ખેંચતાણ શરૂ થઈ ગયું. તેથી જ હું કહું છું કે, હું આવ્યો છું કે, જે પણ કરવું છે તે દિલ ખોલીને કરીએ. અમે ક્યારેય પાછળથી છૂરો નથી ભોંક્યો. હું દિલથી અહીં અમિતભાઈને શુભકામના આપવા આવ્યો છું. 

જુઓ સમગ્ર Live

  • ગૃહમંત્રી રાજનાથ સિંહે સંબોધનમાં કહ્યું કે, ભારતનું નેતૃત્વ હાલ સશક્ત હાથમાં છે. મજબૂત હાથમાં છે. વિપક્ષ હાલ અભદ્ર શબ્દનો પ્રયોગ વડાપ્રધાન માટે કરે છે. કોંગ્રેસ કહે છે કે ચોકીદાર ચોર છે. તમે પણ ડંકેની ચોટથી બોલો કે, ચોકીદાર ચોર નથી, પણ પ્યોર છે. ચોકીદારનું ફરીથી પીએમ બનવું શ્યોર છે. એર સ્ટ્રાઈકને લઈને પણ રાજનીતિ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  • નીતિન ગડકરીએ કહ્યું કે, મને પૂરતો વિશ્વાસ છે કે અમારી સરકાર આવશે. સબ કા સાથ સબ કા વિકાસ મંત્રને સાથે રાખીને અમે પ્રગતિના પંથ પર આગળ રહ્યા. હું ગાંધીનગરની જનતાને અપીલ કરું છું કે, રેકોર્ડબ્રેક માર્જિનથી અમિતભાઈને વિજયી બનાવો. 
  • સીએમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભા સ્થળે કહ્યું કે, ગુજરાતની જનતા વતી હું ખાતરી આપું છું કે, તમે વિક્રમજનક લીડથી ગુજરાતની જનતા તમને જીતાડશે. ગુજરાતના પ્રતિનિધિ તરીકે તમે ગુજરાતના હિતની ચિંતા કરશો. યુપીએની સરકારે આ ગુજરાતને અન્યાય કર્યા છે. હવે મોસાળે મા પિરસનાર છે. અમિતભાઈની ઉમેદવારીથી અમારી જીત પર નવો ઉત્સાહ આવ્યો છે. 
  • AmitShahSardar.JPG

    • સ્ટેજ પર ગૃહમંત્રી રાજનાથ સિંહ, પ્રકાશ સિંહ બાદલ, નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકરે, રામવિલાસ પાસવાન, ઓમ માથુર, વિજય રૂપાણી, જીતુ વાઘાણી, પુરુષોત્તમ રૂપાલા સહિતના પ્રદેશના નેતાઓ જોવા મળ્યા. અમિત શાહે ઉભા થઈને ઉદ્ઘવ ઠાકરેનું સ્વાગત કર્યું. 
    • નીતિન ગડકરીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, દેશમાં ફરી એક વખત બહુમતી સાથે મોદી સરકાર બનશે. અમિત શાહની પણ ખૂબ જંગી લીડથી જીત થશે. ગાંધીનગર બેઠક પર અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક લીડ અમિત શાહની થશે
    • એરપોર્ટ પર આવેલા રામવિલાસ પાસવાને કહ્યું કે, મોદીજીને વડાપ્રધાન બનાવવા માટે અમિત શાહને જંગી વોટથી જીતાડો. દેશ હવે સ્પેસમાં પણ દુશ્મનોને પરાસ્ત કરી રહ્યું છે. તેમણે કોંગ્રેસના ખેડૂતોની પરિસ્થિતિના આરોપ પર કહ્યું કે, શું પાંચ વર્ષથી જ ખેડૂતો પરેશાન છે. એના પહેલા 50 વર્ષમાં કંઈ થયું જ નથી. એરપોર્ટ પર નીતિન ગડકરીએ કહ્યું કે, આ વખતે એનડીએએને બહુમત મળશે. તો મોદીજી જ વડાપ્રધાન બનશે.  

    NaranPura.JPG

    • અમિત શાહની ઉમેદવારી ભાજપી કાર્યકર્તાઓ માટે પ્રસંગની જેમ બની રહ્યો. અમદાવાદમાં મોટી સંખ્યામા કાર્યકર્તાઓનું શક્તિ પ્રદર્શન. ઠેર ઠેર ગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. કાર્યકર્તાઓ પક્ષના ધ્વજ સાથે રસ્તા પર નીકળ્યા. ઢોલ નગારા વગાડવામાં આવ્યા. ભાજપ દ્વારા પતીકા શ્રમ અને અમદાવાદથી ગાંધીનગર તરફ જતા માર્ગો ઉપર ભાજપના ઝંડાઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ફોટાઓ લગાવાયા. 
    • ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહ સમગ્ર પરિવાર દ્વારા ઘરની બહાર દેખાયા હતા. જેમાં તેઓ તેમની લાડલી પૌત્રીને વ્હાલ કરતા દેખાયા હતા. 
    • શિવસેના અધ્યક્ષ એરપોર્ટ પહોંચ્યા. 
    • ઉમેદવારી પત્રક ભર્યા પહેલા છોટા ઉદયપુરથી રાજેન્દ્ર વિજય મહારાજ અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા. અમિત શાહ પાસે પૂજા અર્ચના કરાવશે. મહારાજ સાહેબના આશીર્વાદ લઈને તેઓ નારણપુરા જવા રવાના થશે
    • રોડ શો માટે બે ટ્રક રથ રૂપે તૈયાર કરવામાં આવ્યા છે. અમિત શાહ, અન્ય કેન્દ્રીય નેતાઓ અને પ્રદેશ નેતાઓ તેમાં સવાર થશે.

    આ દિગ્ગજો હાજર રહેશે
    કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી, NDAના સાથી પક્ષોના નેતાઓ રામવિલાસ પાસવાન, ઉદ્ધવ ઠાકરે અને પ્રકાશસિંહ બાદલ હાજર આ પ્રસંગે હાજર રહેશે.

    રેલી ક્યાંથી ક્યા જશે
    4 કિલોમીટર લાંબી રેલી અમદાવાદના નારણપુરામાં આવેલા સરદાર પટેલના બાવલાથી શરૂ થશે. અમિત શાહ સરદાર પટેલના બાવલાને હાર પહેરાવી ટૂંકુ સંબોધન કરી રોડ શોની શરૂઆત કરશે. રોડ શો માટે બે ટ્રકને તૈયાર કરવામાં આવ્યા છે. અમિત શાહ અન્ય કેન્દ્રીય નેતાઓ અને પ્રદેશ નેતાઓ પણ સવાર થશે. નારણપુરા સરદાર પટેલના બાવલાથી અમિત શાહનો કાફલો હોટલ ડીઆરએચ, મહેતા સ્વીટમાર્ટ થઈના નારણપુરા ચાર રસ્તા પર નીકળશે. અહીંથી કામેશ્વર મંદિર, અંકુર ચાર રસ્તા થઈ જીએસસી બેંક પાસે પહોંચશે. ત્યાંથી શ્રીજી ડેરી, સત્યા ટાવર-2 થઈને પ્રભાત ચોકમાં પહોંચશે. પ્રભાત ચોકથી સમર્પણ ટાવર થઈને રેલી સરદાર ચોકમાં સમાપ્ત થશે.

    રોડ શો પૂરો થયા બાદ અમિત શાહ સીધા જ ગાંધીનગર જવા માટે રવાના થશે. ગાંધીનગરમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સ્વાગત કાર્યક્રમ પૂરો થયા બાદ કલેક્ટર ઓફિસમાં અમિત શાહ ફોર્મ ભરવા માટે જશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેલીમાં સુરક્ષા પૂરી પાડવા માટે શહેર પોલીસ દ્વારા 1100થી વધુ પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે. રેલીના બંદોબસ્તમાં 01 આઈજી, 03 DSP, 04 SP, 10 PI, 80 PSI અને 1100 પોલીસ કર્મચારી ખડેપગે તૈનાત રહેશે. આ ઉપરાંત, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ એસઓજી  અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ પણ સતત પેટ્રોલિંગમાં રહેશે.
     

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news