કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'વિશ્વાસ' અને 'સાયબર આશ્વસ્ત'નો કરાવ્યો શુભારંભ, ખાસ જાણો તેના વિશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને મહાત્મા મંદિર એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સાઈબર એપ્લિક્શન્સ 'વિશ્વાસ' અને 'સાઈબર આશ્વસ્ત'નું પણ લોકાર્પણ કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'વિશ્વાસ' અને 'સાયબર આશ્વસ્ત'નો કરાવ્યો શુભારંભ, ખાસ જાણો તેના વિશે

હિતલ પારેખ, ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને મહાત્મા મંદિર એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સાઈબર એપ્લિક્શન્સ 'વિશ્વાસ' અને 'સાઈબર આશ્વસ્ત'નું પણ લોકાર્પણ કર્યું. અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધારો થશે તેટલો કેન્ટ્રોલ વધારે થશે. ગુજરાત હંમેશા નવી પહેલ કરતું રહ્યું છે. દેશમાં કોઇ પણ પહેલ થતી હોય તો તેનો આધાર ગુજરાત રહ્યું છે. ગુજરાતની‌ સેવાનો સમગ્ર દેશને‌ લાભ મળશે. હવે આપણે આ વિશ્વાસ પ્રોજેક્ટ શું છે તે અંગે જાણીએ. 

'વિડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સીક્યોરીટી - VISWAS' 
અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ એવા રૂા. ૩૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ 'વિડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સીક્યોરીટી - VISWAS' પ્રોજેક્ટ હેઠળ ૧૨૫૬ જંકશન ઉપર ૭,૦૦૦થી વધુ CCTV કેમેરા લગાવાશે. આ કેમરા ૩૩ જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘‘નેત્રંગ’’ સાથે જોડાશે. સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિ-નેત્ર સાથે જોડાશે. આ પ્રોજેક્ટમાં સક્રીય ટ્રાફિક મેનેજમેન્ટ, નિયંત્રણ અને એન્ફોર્સમેન્ટ, અપરાધિત બનાવોની તપાસ અને વિડીયો ફોરેન્સીક, ફોર્સ મલ્ટીપ્લાયર ઇફેક્ટથી થશે, પોલીસની કાર્યક્ષમતામાં વધારો, માર્ગ-સલામતી અને અર્બન મોબીલીટી, મહિલા - બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શેરીઓની સુરક્ષા અને રાજ્યના તમામ શહેરો, જિલ્લા મુખ્યાલયોને અને પર્યટન સ્થળોને ચુસ્ત સુરક્ષા પૂરી પડાશે.

જુઓ LIVE TV

સાયબર આશ્વસ્ત - CYBER AASHVAST
દેશમાં વધી રહેલા સાયબર ક્રાઇમને નાથવા માટે ગુજરાતે પહેલ કરીને સમગ્ર દેશને નવો રાહ ચિંધ્યો છે. આ માટે સાયબર આશ્વસ્ત - CYBER AASHVAST પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાયો. જેમાં દેશનું પહેલું સાઇબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ કાર્યાન્વિત થશે, આ યુનિટ સાયબર ફ્રોડ  અને ક્રિમીનલ્સથી નાગરિકોને માહિતગાર કરશે. સાથે -સાથે સાયબર ફ્રોડ માટે વપરાતા નંબરોનો સૌથી મોટો ડેટા બેઝ www.gujaratcybercrime.org પોર્ટલ ઉપર તૈયાર કરાશે. આ ઉપરાંત લોકોના ફોન અને ડીઝીટલ ડિવાઇસના આરોગ્યનું ધ્યાન, મોબાઇલમાં આવતા માલવેર, વાયરસ અને અન્ય ખતરાઓની ચકાસણી પોલીસ કરી શકે તે માટે સાયબર સુરક્ષા લેબ પણ કાર્યાન્વિત થશે.

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ થકી પોલીસ નાગરિકોને થતા આર્થિક નુકસાન અટકાવવા માટે સામેથી સંપર્ક કરીને પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીની જાણ કરી શકે તે માટે સાયબર ક્રાઇમ ઇન્સીડેન્ટ રિસ્પોન્સ યુનીટ કાર્યાન્વિત થશે આ યુનીટમાં સાયબર ક્રાઇમ પર ત્વરિત કાર્યવાહી કરાશે. તથા ૧૦૦ અને ૧૧૨ નંબર ડાયલ કરતા સાબયર ક્રાઇમ સંબંધિત પોલીસ કર્મી તેની માહિતીના આધારે જરૂરી પગલાં લેશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં એક એન્ટી સાયબર બુલીંગ યુનિટ પણ તૈયાર કરાશે, જેમાં ઓનલાઇન હેરેસમેન્ટથી નાગરિકોને બચાવવા માટે મદદ કરાશે. તથા ભોગ બનનારને સોશ્યલ મીડીયાથી જરૂરી તકેદારીઓ માટે સુસજ્જ પણ કરાશે. ભોગ બનનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news