આનંદો! હવે ફટાફટ બાબુ સોનાને લઈને માણો અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની મઝા, જાણો સમગ્ર માહિતી
જોકે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણવા માટે તમારે 1800થી 2000 રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. લંચના એક વ્યક્તિના 1800 રૂપિયા, જ્યારે ડિનરના પ્રતિ વ્યક્તિ 2000 નક્કી કરવામાં આવ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું નવું નજરાણું ઉમેરાયું છે. અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું નવું નજરાણું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટમાં ફલોટીંગ રેસ્ટોરન્ટ રવિવારે શરૂ કરવામાં આવી. 15 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલા ક્રૂઝમાં એક સાથે 150 લોકો મુસાફરી કરી શકશે. એટલું જ નહીં, સાબરમતી નદીમાં બોટિંગ કરતા અવનવી વાનગીઓની મજા માણી શકાશે. દોઢ કલાકની આ સફર દરમિયાન લાઇવ મ્યુઝિક પણ મનોરંજન આપશે.
જોકે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણવા માટે તમારે 1800થી 2000 રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. લંચના એક વ્યક્તિના 1800 રૂપિયા, જ્યારે ડિનરના પ્રતિ વ્યક્તિ 2000 નક્કી કરવામાં આવ્યા છે. ડિનર ટાઇમ 12થી 3.15 સુધી અને લંચનો ટાઈમ સાંજે 07:00 થી 10.30 સુધીનો રહેશે. પ્લોટીંગ રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારની ગુજરાતિ, જૈન, સ્વામીનારાયણ જેવી 40 વાનગીઓ પીરસવામાં આવશે.
ઈ લોકાર્પણ કાર્ય બાદ અમિત શાહ એ જણાવ્યું હતું કે, અમદાવાદને નવું નજરાણું મળ્યું છે. 1978માં અમદાવાદ રહેવા આવ્યો ત્યારે સાબરમતી નદીના પટ ઉપર ગંદકી અને ખાબોચિયા હતા. પરંતુ રિવરફ્રન્ટ બન્યા બાદ તે ટુરિઝમનું કેન્દ્ર બન્યું છે, લોકો મોર્નિંગ વોક કરે છે. વિવિધ એક્ટિવીટી થાય છે. ક્રુઝ ભારતની પહેલી મેક ઈન ઈન્ડિયા Cruz છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓને પણ એક દિવસ આજ ક્રૂઝમાં બેસીને ભોજન લેવાની ઈચ્છા છે અને જ્યારે તેઓ અમદાવાદ આવશે ત્યારે તેઓ આ ઈચ્છા પૂર્ણ કરશે.
ફ્લોટિંગ રેસ્ટોરન્ટની વિશેષતાની વાત કરવામાં આવે તો...
- - મેક ઈન ઈન્ડિયા ના નેજા હેઠળ ભારતમાંજ બનેલ પહેલી પેસેન્જર કેટામરીન ક્રુઝ
- - બે પ્રોપલ્શન એન્જીન તથા બે જનરેટર
- - 30 મીટર લંબાઈ તથા લોઅર અપર ડેક
- - 15૦ 15 ક્રુ મેમ્બસઁ ની કેપેસીટી
- - ત્રણ વોશરૂમ
હવે આ પાંદડાવાળા શાકભાજી ખાવાનું કરી દેજો બંધ, ચોમાસામાં આ શાકમાં પડી જાય છે જીવડા
સેફટી ફિચર્સની વાત કરીએ તો...
- - 180 લાઈફ સેફટી જેકેટ
- - 12 તરાપા
- - ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર એલાર્મ સિસ્ટમ સાથે, સ્મોક ડિટેક્ટર, પોર્ટેબલ અગ્નિશામક આગ સંબંધિત સલામતી માટે સ્થાપિત ફાયર સેફટી અને ફાયર પંપની ઈનબિલ્ટ વ્યવસ્થા
- - કોઈપણ કટોકટીની કાળજી લેવા માટે-ઈમરજન્સી રેસ્ક્યુ બોટ દરેક સમયે/ સ્ટેન્ડબાય ઉપલબ્ધ ઈમરજન્સી રેસ્કયુ બોટની વ્યવસ્થા
- - 6 નંગ- કટોકટીમાં ઉપયોગ કરવા માટે રિંગ બોય્સ
- - ક્રુઝમાં પાવર ફેલ થવાના કિસ્સામાં બેટરી પર ચાલતી ઈમરજન્સી લાઈટો ઉપલબ્ધ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે