ડાયમંડ સિટીની સામે દિવાળીએ થઈ રહી છે ઝાંખી ચમક, હીરા ઉદ્યોગમાં મંદીનું કારણ જાણીને હેરાન થઈ જશો
અમરેલી જીલ્લો મુખ્યત્વે ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર નભી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી આવી ગઈ છે મંદી આવવાના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે.
Trending Photos
કેતન બગડા/અમરેલી: છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં ચાલી રહ્યો છે પહેલા રશિયા - યુકેન અને હવે ઇઝરાઇલને કારણે ડાયમંડ ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. પોલીશડનલ તૈયાર માલનો ભરાવો ખાલી કરવા હીરા ઉદ્યોગ દ્વારા આગામી બે મહિના સુધી રફ ડાયમંડના નવા ઈમ્પોર્ટ પર સ્વૈચ્છિક પ્રતિબંધ લાગ્યો છે ત્યારે અમરેલી જિલ્લો પણ હીરા ઉદ્યોગ ઉપર નવી રહ્યો છે.
સમગ્ર અમરેલી જિલ્લામાં આશરે 1,000 થી વધુ કારખાનાઓ હીરાના છે. હાલના સમયમાં હીરામાં માર્જિન ઘટી જતા કારખાનાના માલિકોને મુશ્કેલી પડી રહી છે. છતાં ઘણા નાના નાના કારખાનેદારો પોતાના કારીગરોને નિભાવવા માટે નાની મોટી ખોટ ભોગવીને પણ હિરાના કારખાના ચાલુ રાખ્યા છે.
અમરેલી જીલ્લો મુખ્યત્વે ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર નભી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી આવી ગઈ છે મંદી આવવાના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે હીરા ઉદ્યોગમાં મંદી પહેલા રત્ન કલાકારો મહિને 20 થી 25 હજારનું કામ કરતા હતા જ્યારે અત્યારે મંદી આવતાં રત્ન કલાકારો માંડ 7 હજાર રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનું કામ કરી રહ્યા છે. આમ ક્યાંક ને ક્યાંક રત્ન કલાકારોને જીવનનો ગુજારો કરવા માટે મુશ્કેલી પડી રહી છે ત્યારે રત્ન કલાકારો હીરા ઉદ્યોગમાં ફરી તેજી આવે અને સમગ્ર ભારતમાં હીરા ઉદ્યોગ ફરીથી ધમધમે તેવું ઈચ્છી રહ્યા છે.
અમરેલી જિલ્લાનું હીરા ઉદ્યોગ ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે હીરા ઉદ્યોગમાં હાલ ખૂબ જ મોટાપાયે મંદી ચાલી રહી છે. અમરેલી જિલ્લામાં 1,000 ઉપરાંતના હીરાના કારખાનું આવેલા છે આ હીરાના કારખાનામાં અંદાજે 47,000 જેટલા રત્ન કલાકારો પોતાની રોજી રોટી માટે હિરા ઘસવાનું કામ કરી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો એક વર્ષથી રશિયા અને યુક્રેન નું યુદ્ધ ચાલી રહ્યું છે તો ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ પણ ચાલી રહ્યું હોવાને લીધે સમગ્ર હીરા ઉદ્યોગમાં મોટાપાયે મંદિર આવી ગઈ છે.
અમેરિકાએ કાચો માલ ક્યાંથી ખરીદવા નો નહીં અને ચાઇના ઉપર બેન લગાવતા ડોલરમાં જે પૈસા આવતા તે પૈસા બંધ થઈ ગયા છે આ ઉપરાંત રશિયામાંથી 30 ટકા કાચો માલ ભારતમાં આવતો હતો પરંતુ તેના ઉપર પણ અમેરિકાએ બેન લગાવી દીધું છે રશિયા આગળથી તૈયાર હીરો લેતા હતા તે હાલ બંધ છે અને ધીમી ગતિએ ચાલે છે આમ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ધીમે ધીમે મોટી મંદી જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં હીરામાં મંદી પુષ્કળ પ્રમાણમાં આવે અને કારખાનાઓ ધીમે ધીમે બંધ થવા લાગે તો નવાઈ નહીં.
સામાન્ય રીતે હીરા ઉદ્યોગમાં દિવાળીનું વેકેશન 20 થી 25 દિવસનું પડતું હોય છે પરંતુ જો આમ જ હિરા ઉદ્યોગમાં મંદી ચાલશે તો દિવાળી પછી હીરા ઉદ્યોગ ત્રણથી ચાર મહિના પછી શરૂ થાય તેવું હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ હીરાના કારખાને દારો કહી રહ્યા છે. આ બાબતે સરકાર ગંભીરતાથી વિચારે અને જીએસટીમાં થોડી રાહત આપે અને સરકાર દ્વારા કોઈ હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગ હીરાના કારખાના ના માલિકો કરી રહ્યા છે.
સમગ્ર ભારતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મોટી મંદિર જોવા મળી રહી છે મંદીને કારણે અત્યારે લેવાની ઓછી છે તો રફ ડાયમંડની પણ ખૂબ જ ઘટ્ટ છે જો આમ જ આ ઉદ્યોગમાં મંદી ચાલશે તો આવનારા દિવસોમાં ધીમે ધીમે હીરા ઉદ્યોગ ઠપ્પ થઈ જશે તેવું લાગી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે